Last Update : 31-July-2012, Tuesday

 

 

- 15 ટ્રક ચાલકોની ધરપકડ

 

જામનગર જિલ્લા ખંભાળીયા તાલુકાના મોટા મોંઢા નજીક જમીનમાંથી ખનીજ ચોરીની ૧૫ ટ્રક અને એક જેસીબી સહિત ૧૫ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ખનીજ સહિત બે કરોડના મુદ્દામાલ કબજે કરી વઘુ તપાસ હાથ ધરી છે. ખંભાળીયા તાલુકાના મોટા મોંઢા ગામ ખાતે મોટા પાયે ખનીજની ચોરી થતી હોવાની બાતમી આધારે પોલીસે વાહન ચોકીંગ કરીને ૧૫ ટ્રક અને એક જેસીબી સાથે ૧૫ વાહન ચાલકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

 

- કરાઇના પીઆઇએ રૌફ જમાવવા પીટાઇ કરી

 

નરોડા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ કારાઇ ખાતે ફરજ બજાવતા પીઆઇને કારને બાઇક સાથે અકસ્માત થયો હતો જેને લઇને પીઆઇ સગરે રૌફ જમાવવા યુવકને જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે ઢોરમાર માર્યો હતો. આજે યુવકે નરોડા પોલીસ મથક ખાતે પીઆઇ વિરૂઘ્ધ ગુનો નોધાવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. નરોડામાં લલકુશ સોસાયટી નજીક બાઇક પર પસાર થઇ.

Read More...

 

 

- શૂટિંગ આવતા વર્ષે ફેબુ્રઆરીમાં

 

નિર્માતા સાજિદ નડિયાદવાલા અને અક્ષયકુમારની ફિલ્મ 'હાઉસ ફૂલ-ટુ'ને ઘણી સફળતા મળી છે. આ ફિલ્મ રૃા. ૧૫૦ કરોડનો આંકડો વટાવીને આગળ વધી રહી છે. હવે અક્ષય કુમાર અને સાજિદ નડિયાદવાલા બીજી એક ફિલ્મ સાથે કરવાના છે પરંતુ આ વખતે અક્ષયે ફિલ્મના દિગ્દર્શક, અન્ય કલાકારો કે સ્ક્રિપ્ટ વિશે જાણ્યા વગર જ આ ફિલ્મ સાઇન કરી છે. ''મેં મારી નવી ફિલ્મ માટે અક્ષયને લાઇન કર્યો છે. આ ફિલ્મ રોમાન્ટિક-એક્શન જોનરની છે.

Read More...

 

 

- સોનલ ચૌહાણ સાથે પ્રેમમાં હોવાનો ઈશારો

 

એક હોરર ફિલ્મ કરવાનું અભિનેતા નીલ નીતિન મુકેશનું સપનું પૂરું થવાની તૈયારીંમાં છે. '૩જી' નામની આ ફિલ્મનું દિગ્દર્શન શાંતનું અને શીર્ષકનું છે. આ ફિલ્મનું શૂટિંગ ફિજીમાં થશે અને ફિલ્મમાં નીલ બેવડું વ્યક્તિત્વ ધરાવતા એક પુરુષના પાત્રમાં જોવા મળશે. ''મારે માટે આ ભૂમિકા ઘણી જટીલ છે. મન ે મૃત્યુનો ડર લાગે છે.

Read More...

 

 

- સારી સ્ક્રીપ્ટ હશે તો કામ કરીશઃ બીગ બી

 

બોલિવૂડની ઓલ ટાઇમ હિટ જોડી રેખા અને અમિતાભ બચ્ચન ફરી સાથે ચમકશે ખરા ? ‘સારી સ્ટોરી હશે અને અમને બંનેને ગમે એવી સ્ક્રીપ્ટ હશે તો મને એની સાથે કામ કરવાનો કશો વાંધો નથી’ એમ શનિવારે એક સમારોહમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું. મિડિયામેને પ્રશ્ન કર્યો હતો કે તમે હવે કદી રેખા સાથે કામ નહીં કરો ? ત્યારે મેગાસ્ટારે કહ્યું કે અમે એવું કદી ક્યાંય કહ્યું નથી.

Read More...

 

 

- ખાંભા તાલુકાના મોટા બારમણ ગામનો કિસ્સો

 

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામમાં આજે સવારે અવાવરૂ કૂવામાં દીપડો પડી જવાનો વઘુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીના આંતરિયાળ વિસ્તારમાં પશુઓ અવાવરૂ કૂવામાં પડી જવાના બનાવો વધી રહ્યા છે. અમરેલીમાં આજે સવારે વઘુ એક દીપડો કૂવામાં પડી જવાનો બનાવ બન્યો છે.

Read More...

 

 

- નવો નિયમ આજથી અમલમાં આવી શકે છે

 

બિન યુરોપીય સંઘ સદસ્ય દેશોના લોકે કે જેમના પર માનવધિકાર ઉલ્લંઘનનો આરોપ હોય તેવા લોકો ઉપર બ્રિટનમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાય એવા સંભવિત નિયમનું એલાન થાય તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે બ્રિટનમાં પ્રવેશ સામે પ્રશ્નાર્થ સર્જાઇ શકે છે. બીજી તરફ એવી પણ વિગતો છે કે આ નિયમનું એલાન આજે જ થવાની શક્યતા છે. . ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે પણ નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાની પોતાની નીતિ અમેરિકાએ યથાવત્ રાખી હતી.

Read More...

 

 

- મરચીના ખેતરમાં પાણી ભરાયા

 

ભર ઉનાળે વરસાદનું કૌતુક હવે કાઠીયાવાડમાં નવું નથી રહ્યું આ પ્રકારે ખંભાળિયા વિસ્તારમાં ધડાકાભેર જમીનમાંથી ચારસો ફૂટ ઉંચે પાણીનો ફૂવારો છૂટતા લોકોને વધુ એક કૌતુક જોવા મળ્યું હતું. ચાર દિવસથી આ પ્રકારે આકાશમાં ઉંચે ઉડતા પાણીના ફૂવારાને કારણે બાજુમાં આવેલા મરચીના ખેતરમાં પાણી ભરાઇ ગયાનું જાણવા મળે છે. આ પ્રકારના ભૌગોલિક પરીવર્તનથી લોકોમાં આશ્ચર્યફેલાયું છે.

Read More...

 

 

- ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર લડતનો નિર્ણય

 

શિક્ષણ વિભાગ દ્વારા સંગીત વિષયના વિદ્યાસહાયક તરીકે અંધ વ્યક્તિઓને બાકાત રાખવાની હિલચાલ સામે રાજ્યભરના અંધ ભાઇઓ-બહેનોએ લડત છેડી છે અને આગામી તા.૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે દાહોદમાં એક વિશાળ સંમેલન યોજીને પોતાના હક્ક માટે લડવાની તૈયારી દર્શાવી છે. હાલમાં શિક્ષણ વિભાગના રીપોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

Read More...

 

 

- બાળકીના હાથ-પગ, મોં બાંધ્યા

 

બાળકો લાપતા બનવાના મુદ્દે હોબાળો મચ્યો હતો ત્યારે અપહરણની આશંકાથી નિર્દોષ વ્યક્તિઓને માર મારનાર જુહાપુરાના રહીશોની શાંત જાગૃતતાથી આઠ વર્ષની બાળકીનો અપહરણ બાદ બે કલાકમાં જ છૂટકારો થયો હતો. એક રિક્ષાચાલક બદઈરાદો પાર પાડવા મદ્રેસા પાસેથી બાળકીને ઉઠાવી ગયો હતો. પોતાના ઘરે લોકોને ખબર પડી જશે તે ડરથી બાળકીને દૂધના કેનમાં પૂરી બીજા ફલેટમાં લઈ ગયો.

Read More...

 

 

- નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી

 

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતી યુવતીને એક મહિના અગાઉ કલોલનો જ યુવાન બાઈક ઉપર બળજબરીથી બેસાડીને પેથાપુર લઈ આવ્યા બાદ ગેસ્ટહાઉસમાં યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ આ યુવતીની નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી લીધી હતી. અને જો આ બાબતની કોઈને જાણ કરી તો ક્લીપ ફરતી કરી દઈશ તેવી ધમકી પણ યુવતીને હવસખોર યુવાને આપી હતી. પરંતુ આ ક્લીપ છેલ્લા અઠવાડીયાથી કલોલ શહેરમાં ફરતી થઈ ગઈ.

Read More...

 

 

- ટીયર ગેસના છ શેલ છોડાયા

 

શહેરના ૮૦ ફૂટના રોડ પર આજી વસાહતમાં આવેલા અજય ટેકનોકાસ્ટ નામના કારખાનામાં ચોરી કરવા ઘુસ્યાની શંકા પરથી દલિત યુવાનને મારકૂટ કરાયા બાદ તેને છોડાવવા માટે આસપાસના લોકોનું ટોળુ ઘાતક હથિયારો લઇ કારખાના તરફ ધસી ગયુ હતું અને હલ્લો બોલાવી કારખાના પર ભારે પત્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૃ કરી દેતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.

Read More...

 

 

- રોડ નં.૩થી પાંચને બંધ કરવા જાહેરનામું

ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં યોજાનાર પરેડ દરમિયાન કોઇ અકસ્માત કે અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને શહેરના ચ-૩થી ચ-૫ અને ઘ-૩થી ઘ-૫ સુધીનો માર્ક બ્લોક કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ-૪થી ઘ-૪ સુધીના સેન્ટ્રલ વિસ્ટામાં પણ ૧લીએ સાંજે ૫થી ૮ વાગ્યા સુધીના સમયગાળામાં વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved