Last Update : 31-July-2012, Tuesday

 

 

- વાહન ચાલકોમાં અફડાતફડી

રાજમહેલ રોડ વિસ્તારમાં મોતીબાગ પેલેસની બહાર તોપ પાસે પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગતા પાસે પાર્ક થયેલી બીજી લકઝરી બસ પણ આગમાં લપેટાઇ હતી. બબ્બે લકઝરી બસને આગની લપેટમાં જોઇ વાહનચાલકોએ નાસભાગ મચાવી હતી. અને અફડાતફડી સર્જાઇ હતી.

તરસાલી બાયપાસ નજીક ગઇકાલે મુસાફરો ભરેલી લકઝરીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હોવાના બનાવ બાદ બીજે જ દિવસે શહેરના રાજમહેલ રોડ ઉપર મોતી બાગ ગેટની સામે બબ્બે લકઝરીબસમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ મહામુસીબતે આગ કાબુમાં લીધી હતી.

Read More...

 

 

-રૂ.1 લાખ લીધાનું સ્ટીંગ ઓપરેશન થયું હતું

દિલ્હીની વિશેષ CBI અદાલતે લાંચ કેસમાં ભાજપનાં પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણને ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટમાં બંગારુના વકીલે અદાલતને તેમની બીમારી અને વયને જોતા ઓછામાં ઓછી સજા માટે અરજ કરી હતી પરંતુ અદાલતે તેમની અપીલ ફગાવી દીધી હતી. અગાઉ CBIએ અદાલતને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા માટેની માગણી કરી હતી.

Read More...

 

 

-લોહીલૂહાણ ટંડેલે બોટ ઓખા પહોંચાડી

 

પાક. મરીન સીક્યુરીટી એજન્સીએ નાલાયકીની ચરમસીમા વટાવીને પોરબંદરની એક ફીશીંગ બોટ ઉપર ઈન્ટરનેશનલ દરિયાઈ જળસીમા ઉપર અંધાધુંધ ફાયરીંગ કરતા ટંડેલને પાંચ ગોળીઓ વાગી હતી. આમ છતાં તે હીંમતભેર બોટને ૨૦૦ નોટીકલ માઈલ દરિયામાં ચલાવીને હેમખેમ ઓખા સુધી પહોંચી જતા સૌનો શ્વાસ હેઠો બેઠો હતો. અન્ય કોઈ ખલાસીઓને ઈજા થઈ ન હતી.

Read More...

 

 

- નવા કપડાં પહેરીને તરૂણને લગ્નમાં જવું હતું

માતા લગ્નમાં સાથે ન લઇ જતા મેઘાણીનગરનાં ૧૪ વર્ષનાં તરૂણે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. વેકેશનમાં પિતાએ અપાવેલા નવા કપડાં પહેરવાની ઇચ્છા અઘુરી રહી જતા તરૂણે આપઘાત કર્યાનું પોલીસનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં ૧૫ વર્ષથી નાનાં ત્રણ બાળકોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધા છે.
મેઘાણીનગરનાં ગુ.હા બોર્ડમાં રહેતા અને જી.એલ.એસ કોલેજમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા જશવંતભાઇ પાટીલના પરિવારમાં પત્ની મંગળાબેન ઉપરાંત ૧૪ વર્ષનો એકનો એક દિકરો પ્રશાંત હતા.

Read More...

 

 

- ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અમરેલી શહેરમાં ગતરાત્રે બે જુથો વચ્ચે સર્જાયેલ અથડામણથી શહેરભરમાં અશાંતિનો માહોલ સર્જાયા બાદ પોલીસ દ્વારા તાત્કાલીક પગલા ભરાતાં પરિસ્થિતિ કાબુમાં આવી ગયેલ હતી. આજે સવારે બંને જુથોએ ટોળાશાહી રચિ એક બીજાને મારમારી મારી નાખવાની ધમકીની ફરીયાદ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી છે.
પોલીસ દફતરેથી મળતી વિગત મુજબ અમરેલી શહેરનાં જેશિંગપરા - રામપરા વિસ્તારમાં.....

Read More...

 

 

- અમદાવાદથી ચોર ઝડપાયા

 

મેગાસિટી અમદાવાદમાં ચોરી કરવા માસૂમ બાળકોનો ઉપયોગ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. આ ગેંગના ત્રણ સાગરિતો ચોરીનો સામાન લઇને વેચવા માટે ફરી રહ્યા હતા. ત્યારે સુભાષબ્રિજ સર્કલ પાસેથી ઝોન ૧ના સ્કવોડે બાઇક પર ત્રણ સવારી જતા ચોરોને ઝડપ્યા છે. તેઓની પૂછપરછમાં ચોરી કરવા ગેંગ ટાબરિયાઓનો ઉપયોગ કરતી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. પોલીસ આ ટાબરિયા વિશે તપાસ કરી રહી છે.

Read More...

 

 

- જૈન મંદિરમાં પૂજાના બહાને ચોરી

ભાવનગરના પાલીતાણામાં એક જૈન મંદિરમાં પૂજા કરવાના બહાને આવેલ એક દંપતિ ભગવાનના દાગીતા ચોરતા રંગે હાથ ઝડપાયા હતા અને આ ઝડપાયેલ દંપતીએ પાટણમાં પણ જૈન મંદિરમાં ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. જેમાં સીસી ટીવી ફૂટેજ કામ આવ્યા હતા અને આ પકડાયેલ દંપતીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરતા તેમની પૂછપરછમાં પાટણના જ એક જૈન મંદિરમાં થયેલ ચોરીનો પર્દાફાશ થયો હતો. તેમજ ચોરાયેલ ભગવાનના દાગીના ખેડબ્રહ્મા એક વેપારીને ત્યાં આવ્યા હતા.

Read More...

 

 

- રાજ્ય સરકાર દ્વારા નિર્ણય

રાજ્યમાં વાહનોના રજીસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં જઇને તેના એન્જીન અને ચેસીસ નંબરની છાપ આપવાની હાલની પદ્ધતિમાં ફેરફાર કરીને વાહન ચાલકોને રજીસ્ટ્રેશન માટે કચેરીમાં જવું જ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેની આ નવી વ્યવસ્થામાં કંપનીના ડીલરો જ આરટીઓ કચેરીના નિયત ફોર્મમાં ચેસીસ અને એન્જીન નંબરોની છાપ લઇને આરટીઓ કચેરીમાં મોકલી આપશે. આ માટે સરકાર દ્વારા.....

Read More...

 

 

- ચાર શખ્સો ફરાર

 

માધુપુરા ચોકઠામાં અંબાજી માતાના મંદીર પાસે કોર્મશીયલ સેન્ટરમાં પહેલા માળે આવેલી ઓફીસમાંથી બંદૂકની અણીએ બે લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. માધુપુરા પોલીસે ગત રાત્રે ૧૦ વાગ્યે બનેલા આ બનાવ લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચારમાંથી એક આરોપી મોં પર બૂકાની બાંધીને આવ્યો હોવાથી તે લૂંટમાં જાણભેદૂ હોવાની શંકા છે.

Read More...

 

 

-મધ રાત્રે ૪.૮૦ પૈસાનો વધારો

ગુજરાત રાજ્યમાં શુક્રવારે મધરાતથી સીએનજી ગેસમાં રૃપિયા ૪.૮૦નો ભાવ વધારો થયો છે.જેના કારણે હવે સીએનજી ગેસમાં ૪૯.૭૫ પૈસા ભાવ થશે. ગુજરાત કંપની દ્વારા એક વર્ષમાં ચોથી વાર ભાવ વધરો કરીને વર્ષમાં૧૪ રૃપિયા ભાવ વધારવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલ સીએનજી ગેસના ભાવ ૪૪.૯૬ પૈસા ચાલી રહ્યા છે. જેમાં ૪.૮૦ પૈસા વધતાં ૪૯.૭૫ ભાવ થયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં ચોથી વખત ભાવ વધારો કર્યો છે.

Read More...

 

 

-ઇલેક્ટ્રોનિકસ આઇટમ વિભામાં ધડાકાભેર આગ

અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં આજે સવારથી ઇલેકટ્રોનિકસ વિભાગમાં ધકાડાભેર આગ ભભકી ઉઠી હતી. મોલમાં ખરીદી કરવા આવેલા હજારો લોકો ફસાયા હતા અને આસપાસના લોકોમાં પણ ફફટાટ વ્યાપી જવા પામ્યો હતો.

હિમાલયા મોલમાં સવારથી ખરીદી કરવા સંખ્યા બંધ લોકો આવ્યા હતા અને મોલમાં અચાનક આગ લાગતાં લોકો આગમાં મોલમાં ફસાયા હતા. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ દોડી ગયા હતા

Read More...

 

 

- સામુહિક આત્મહત્યાની આશંકા

રાજકોટમાં અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં આગ લાગતાં માતા-પિતા અને પુત્રી બળીને ખાખ થઇ ગયા હતા. જો કે કયા કારણોસર આગ લાગી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટમાં શુક્રવારે રાત્રે ૧૨.૩૦ કલાકે અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા બિહારી પરિવારના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.

Read More...

 

 

-બોમ્બથી મૂકાયો હોવાનો ફોન આવ્યો હતો

અમદાવાદ રેલવે સ્ટેશન માસ્તરને કોઇક વ્યકિતએ ફોન પર ધમકી આપી હતી કે સવારે ૭ કલાકે ઉપડતી સૌરાષ્ટ્ર અક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ એગના મેસેજ આધારે રેલ્વે પોલીસે ટ્રેનને રોકીને અંદર તલાસી લેતાં અફવા હોવાનું સાબિત થયું હતું
અમદાવાદના સ્ટેશન માસ્તરને ફોન પર કોઇ વ્યક્તિએ આજે સવારે ફોન પર ધમકી આપી હતી કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તેને ઉડાડી દેવામાં આવશે,

Read More...

 

 

-એસ્ટિમ કાર સહિત ૫.૫૦ લાખનો દારૃ કબજે

અમદાવાદમાં ખોખરા સર્કલ પરથી આજે સવારે ૬ કલાકે પોલીસ દારૃની ખેપ મારતા ત્રણ બુટગેલરોને ઝડપી પાડયા હતા પોલીસ તપાસમાં તેઓ એસ્ટિમ કારમાં દારૃની હેરાફેરી કરતા હતા. પોલીસે કુખ્યાત બુટલેગર મંદૂડા સહિતને ત્રણને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આજે વહેલી સવારે ખોખરા સર્કલ પરથી પોલીસે પૂર ઝડપે જઇ રહેલી એક એસ્ટીમનો પીછો કરીને પકડી પાડી હતી તેમાં તલાસી લેતાં મંદૂડો નામનો બુટલેગર દારૃના જથ્થા સાથે પકડાયો હતો.

Read More...

 

 

- પણ પિતાનો સાફ ઇનકાર

બિધાન બરુઆ પોતાની સાચી ઓળખ મેળવવાની તૈયારીમાં છે એને પુરુષમાંથી સ્ત્રી બનવું છે. હવે એણે માત્ર એક સેક્સ ચેન્જ (જાતિ પરિવર્તન)નું ઓપરેશન કરાવવાની જરૃર છે. બિધાનનું માનવું છે કે એના પુરુષ દેહમાં ૨૧ વરસથી એક સ્ત્રી કેદ છે અને સર્જરી દ્વારા એ સ્ત્રીને મુક્તિ મળશે.
પરંતુ બિધાન પર સર્જરી થાય અને એ પોતાના મનના માણીગર- ઇન્ડિયન એર ફોર્સના એક ફ્લાઇટ લેફ્ટનન્ટને પરણે એ પહેલા એણે પોતાના.....

Read More...

 

 

-છેતરપિંડીનો નવો ટ્રેન્ડ

દુનિયા ઝૂકતી હૈ ઝૂકાને વાલા ચાહિયે..વડોદારામાં નાના બાળકોમાં કયા પ્રકારની શક્તિઓ પડી છે. તેને ઉજાગર કરવા માટે હવે બાળકોના આંગળની ફિંગર પ્રિન્ટ આધારે તેના ભવિષ્ય વિશે જાણી શકાશે આવા પ્રકારના નુસખા કરતા લોકો વડોદરામાં દુકાનો ખોલીને બેસી ગયા છે.

ઉનાળાના વેકેશનનો લાભ ઉઠાવવા લોકેા વિવિધ પ્રકારના અવનવા પ્રયોગો કરી રહ્યા છે. વડોદરામાં કેટલાક લોકો દ્વારા ત્રણ વર્ષના બાળકોના આંગળાની ફિંગર પ્રિન્ટ આધારે તેના ભવિષખ્ય વિશેની.....

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved