Last Update : 31-July-2012, Tuesday

 

 

-પત્રકારને થપ્પડ મારવાની ફરિયાદ

 

સતત વિવાદમાં રહેતા, આસારામ બાપુ વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેમની વિરુદ્ધ પત્રકારને થપ્પડ મારવાની ફરિયાદ નોંધાઇ છે. સાથે જ તેમના સમર્થકોએ પણ આ પત્રકારની ખૂબ જ ધોલાઇ કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ એક સેવકને મારવાની ઘટના બની હતી. જ્યારે ઇન્દોરમાં મંચ જ ઉપર જ એક સેવાદારને પણ લાફો મારી દીધો હતો.

Read More...

 

 

-સ્થાનિક રાજકારણીનાં પણ રૂપિયા હોવાની ચર્ચા

 

ગોધરા ખાતે 30 કરોડ રૂપિયાનું ઉઠમણું કરીને ગોધરાનો પોસ્ટ એજન્ટ ફરાર થઇ જતાં અસંખ્ય લોકોના જીવ અદ્ધર થઇ ગયા છે. જેમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે સ્થાનિક રાજકારણીના પણ રૂપિયા હતા. જેને કારણે ગોધરા પોસ્ટ ઓફિસ ખાતે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. જેમાં તેઓ પોતાની રકમ સલામત છે કે તેને ચકાસી રહ્યાં છે.

Read More...

 

 

- વડોદરાનું સાધલી ગામ બંધ

 

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે જૈન વેપારીની યુવતીને ગામનો જ લઘુમતિ કોમનો યુવક ભગાડી જતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે. જેને કારણે સ્થાનિક બજારો બંધ

રહ્યાં છે અને ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. જોકે, આ લખાય છે ત્યાં સુધીમાં હજુ સુધી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ નથી.

Read More...

 

 

-11 વર્ષ જૂનો ચર્ચાસ્પદ કિસ્સો

ભાજપનાં પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ 11 વર્ષ જૂના લાંચકાંડમાં દોષિત જાહેર થયા છે. જોકે, દિલ્હીની સ્પેશિયલ સીબીઆઇ અદાલત સજાનું એલાન શનિવારે કરશે.
સીબીઆઇએ ગયા વર્ષે મે માસમાં બંગારુ લક્ષ્મણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેના ખાનગી સચિવ ટી.સત્યમૂર્તિ પણ આ કેસમાં આરોપી હતા પરંતુ તે પછી સરકારી ગવાહ બની ગયા હતા. જેથી કોર્ટે તેમને છોડી મૂક્યા હતા.

Read More...

 

 

- કાનપુરનો ચકચારી સાક્ષી રેપ કાંડ

કાનપુરના ચકચારી સાક્ષી બળાત્કાર કેસમાં ફસાયેલા ડીએસપી અમરજીત શાહીની પત્નીએ કોર્ટ સમક્ષ એવી જૂબાની આપી હતી કે મારે પતિ સેક્સ માણવા જ અક્ષમ છે તો પછી બળાત્કાર કેવી રીતે કરી શકે આ પ્રમાણેના નિવેદનના કારણે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

ડીએસપી અમરજીતની પત્ની મનતીજ કૌરેને ક્હ્યું કે તેનો પતિ શારિરીક સબંધ બાંધવા માટે સક્ષમ નથી માટે બળાત્કાર કરાવનો સવાલ જ પેદા થતો નથી.

Read More...

 

 

- ધંધુકા- બગોદરા હાઇવેનો કિસ્સો

અમદાવાદ જિલ્લા ધંધુકા બગોદરા હાઇવે પર ગુરુવારે મોડી રાત્રે આઇસર પલટી ખાતાં અંદર મુસાફરી કરી રહેલા ભરવાડ પરિવારના એક માસુમ બાળક સહીત ૧૦ વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ૬ વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી આ અંગે ધંધુકા પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના નવાગામમાં રહેતા ભરવાડ પરિવારના ૧૬ જણા આઇસર ગાડીમાં બેસીને અમરેલીથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા.....

Read More...

 
ગુજરાત:આ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

 

-જિનેટિકલી મોડિફાઈડ મકાઈ

ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૫૦ કરોડ ખર્ચીને સંકર મકાઈના વાવેતર માટે સનસાઈન પ્રોજેક્ટ હેઠળ કરલી પહેલને પાછી ખેંચી લેવાનો અને હવે પછી ગુજરાતના ખેડૂતોને પ્રબલ સંકર મકાઈનું વાવેતર ન કરવા દેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારના પાંચ લાખ જેટલા ખેડૂતોએ મળીને પાંચ લાખ એકર જમીનમાં સંકર મકાઈનું વાવેતર કર્યું હતું. આ ખેડૂતોને તેના વાવેતરથી ખાસ કોઈ ફાયદો થયો નથી. હવે એક પણ ખેડૂતોને આ વાવેતર ન કરવા રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે.

Read More...

 

 

-હાઇકોર્ટનો હુકમ, કોર્પોરેશનને તાકીદ

અમદાવાદ શહેરની તમામ બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્‌ટી અંગેની સ્થિતિના આંકડા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, અમ્યુકો તરફથી કોઇ ઝીણવટભરી ચોક્કસ આંકડાકીય વિગતો કે ડિટેઇલ્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો. પરંતુ જે આંકડા રજૂ કરાયા તેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અમદાવાદ શહેરમાં કુલ ૧૨૨૭ બહુમાળી ઇમારતો છે તે પૈકી ૯૩૫ બિલ્ડીંગોમાં તો ફાયર અંગેનું જરૂરી.....

Read More...

 

 

-ધોળકાના સરંડી ગામમાં રહેતો ચિરાગ

 

કહેવાયું છે કે- 'ધરતીનો છેડો ઘર.' લાપતા બનતાં માસૂમ બાળકોનું ગૃહાગમન કઠીન સંજોગોના કારણે ભાગ્યે જ થાય છે. પણ, પરીક્ષાના ડરથી નાસી ગયેલો કોલેજીયન યુવક પાંચ મહીના પછી પાછો ફર્યો છે. ગાંધીનગરમાં રહી બી.સી.એ.નો અભ્યાસ કરતા યુવકને અંતે ઘરની યાદ આવતા પરિવારજનોની લાડલા સંતાનની તલાશ ખતમ થઈ છે.

Read More...

 

 

- વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી

જૂનાગઢ તથા વિસાવદર બિલખા સહિત સોરઠમાં આજે બપોર બાદ મીની વાવાઝોડું ફૂંકાયું હતું. અચાનક હવામાન પલ્ટાયું હતું. જેમાં પ્રથમ જૂનાગઢમાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર ઝાપટું વરસ્યું હતું. જેમાં હોર્ડીંગ્સ અને એક સ્થળે વૃક્ષ પડી ગયું હતું. ત્યારબાદ વિસાવદરમાં ભારે પવન સાથે અડદો ઈંચ જેટલો તેમજ ચાંપરડા, ખંભાળીયા અને વીરપુર ગામમાં એકથી દોઢ ઈંચ કમૌસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી વહી ગયા હતા વીરપુર નજીક વૃક્ષ પડતા વિસાવદર - જૂનાગઢ હાઈ વે એક કલાક બંધ રહ્યો હતો.

Read More...

 

 

-અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે. ચાલુ મહિનામાં સાદા મેલેરિયાના જ ૪૯૩ કેસો મ્યુનિ. ચોપડે નોંધાયા છે. નાના નાના દવાખાના અને ફેમીલી ડૉક્ટરો પાસે જતાં કેસોને ઘ્યાને લેવામાં આવે તો આ આંકડો ૭૦૦થી પણ વઘુ હોવાનું તબીબી વર્તુળો જણાવી રહ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાળામાં શરૂ થતો મેલેરિયાનો રોગચાળો ચોમાસાની સીઝનમાં એકદમ વધી જતો હોય છે.

Read More...

 

 

-જેતપુરમાં પ્રેમી યુગલનો કરૃણ અંજામ

 

પ્રેમ લગ્ન કરનાર દંપતીના બે'ક વર્ષના લગ્નજીવનના કરૃણ અંજામરૃપ હત્યાના કેસમાં યુવાને ચાઈનીઝ નાસ્તો કરવા જવાની હઠ નહીં મુકતી પત્નીને મોતને ઘાટ ઉતાર્યાની પોલીસને કેફિયત આપી છે.
જેતપુરના વડલી ચોકમાં રહેતા દીનેશે પારધી નામના દલીત યુવાને યુવતી પુજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેને બે દિવસ પહેલા મોતને ઘાટ ઉતારીને નાસી ગયો હતો.

Read More...

 

 

- લાંબી કાનૂની લડત બાદ ચુકાદો

 

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારના એક મહિલા સભ્યને ૧૯૯૫મા હાથનાં અગુંઠામાં દુખાવો થયો હતો. આ માટે નાનું ઓપરેશન સુરત જનરલ હોસ્પીટલમાં કરાવવામાં આવ્યુ હતું. જોકે, આ વખતે એનેસ્થેશીયા આપવામાં ભુલ થતાં દર્દીના જીવને જોખમ ઉભું થયું હતું. ત્યાર બાદ પણ હોસ્પીટલ દ્વારા દર્દીની કાળજી ન લેવાતા અન્ય હોસ્પીટલમાં ખસેડી માંડ માંડ જીંદગી બચાવવામાં આવી હતી. ....

Read More...

 

 

- અમેરિકી વિદેશ મંત્રાલય

અમેરિકા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકી વીઝા આપવાની નીતિમાં કોઇ ફેરફાર કરશે નહિં. વિદેશ વિભાગના પ્રવકતા વિકટોરિયા નુલાન્ડે પત્રકારોને દૈનિક પત્રકાર પરિષદમાં ગઇકાલે જણાવ્યું કે અમારી વીઝા આપવાની નીતિમાં કોઇ જ ફેરફાર કરાયો નથી.

મોદીને અમેરિકી વીઝા નહિ આપવાની ઇ.સ. ૨૦૦૫ના નિર્ણયને અમેરિકી શાસન બદલે એ મતલબના અમેરિકી કોંગ્રેસ.....

Read More...

 

 

-આસામની મહિલાનો દાવો

આસામની એક નૃત્યાંગનાએ એવો દાવો કર્યો હતેા કે મેં અને મારા ટ્રુપે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડના સંપાદકોની હાજરીમાં ૨૫ કલાક અને ૨૫ મિનિટ રવીન્દ્ર નૃત્ય કરીને વિશ્વવિક્રમ કર્યો હતો.

મૂળ આસામના હૈલકાંડી જિલ્લાની બરાક વેલીની પણ લગ્ન પછી હૈદરાબાદમાં સ્થાયી થયેલી સોનાલી આચાર્યજીએ કહ્યું હતું કે ચાલુ વર્ષના ફેબુ્રઆરીની પહેલી અને બીજી તારીખે અમે હૈદરાબાદના રવીન્દ્ર

Read More...

 

 

-M.Com નો વિદ્યાર્થી પરીક્ષા આપી ન શક્યો

વિદ્યાર્થીઓની કારર્કિદી સાથે સંકળાયેલી બાબતોમાં પણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આજથી શરૃ થતી એમ.કોમ.ની પરીક્ષાની રીસીપ્ટ માત્ર છ દિવસ અગાઉ પોસ્ટ કરવામાં આવતાં ગાંધીનગરના વિદ્યાર્થીને પરીક્ષાનો સમય વિતી ગયા બાદ રીસિપ્ટ મળી હતી. જેથી આ વિદ્યાર્થી પરીક્ષા જ ચૂકી ગયો હતો.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved