Last Update : 31-July-2012, Tuesday

 

 

-અજાણ્યા યુવાન સાથે ઝઘડો કારણભૂત

 

સુરતનાં એક યુવાનને બુધવારે રાત્રે અજાણ્યા યુવાન સાથે ઝઘડો થતાં તેણે જાન ગુમાવવો પડ્યો હતો. સુરતના વરાછા વિસ્તારનાં ઘનશ્યામનગરની આ ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં નજીવી તકરાર કે બોલાચાલીને કારણે 18 વર્ષીય યુવાન ઉપર ચપ્પાના ઘા મારીને ખૂની હુમલો થતાં તે યમદ્વારે પહોંચ્યો છે.

 

Read More...

 

 

-સુરતની પરિણીતાએ ગળે ફાંસો ખાઇ લીધો

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાને લગ્નનાં બે વર્ષે સંતાન ન થતાં, પતિ સાથે તકરાર થઇ હતી. જેને કારણે તેણે બુધવારે સાંજે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં ઉધના ત્રણ રસ્તા, કોઠીવાડમાં રહેતી, 20 વર્ષીય પરિણીતા ભૂમિકા યતીનભાઇ કોરપેએ બુધવારે સાંજે પતિ સાથે તકરાર થયા બાદ અંતિમ પગલું ભરતા પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

Read More...

 

 

-ભરચક વિસ્તારમાં યુવતીનું અંતિમ પગલું

સુરતમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા એક પ્રેમ-પ્રકરણમાં પ્રેમિકા સાથે દગો થતો આઘાતમાં સરી પડેલી પ્રેમિકાએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં ગલેમંડી-ગોળ શેરીમાં રહેતી 26 વર્ષીય યુવતી પૂર્વી પ્રેમાનંદ સોમપુરાને એક યુવત સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ-સંબંધ ચાલતો હતો

Read More...

 

 

-ગઠિયો ચાલુ ટ્રેનમાં બેગ લઇ પલાયન

 

મુંબઈથી ઈન્દોર તરફ દોડતી અવન્તિકા એક્સપ્રેસ ટ્રેનનાં રિઝર્વ કોચમાં બેઠેલા પરિવારનાં દાગીના ભરેલુ પર્સ સેરવીને કોઈ ગઠિયો પલાયન થઈ ગયો હતો. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
રેલવે પોલીસનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ઈન્દોરનાં કેસરબાગ રોડ પર આવેલા લોકમાન્ય નગરમાં

Read More...

 

 

-કૃત્યને સહેજપણ હળવાશથી ન લેવાય:કોર્ટ

બાપુનગર વિસ્તારમાં માત્ર ચાર વર્ષની બાળકી પર બેરહમીથી બળાત્કાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં અત્રેના એડિશનલ સેશન્સ જજ વી.એમ.નાયકે આરોપી પ્રદીપ જગુજી ઠાકોરને દસ વર્ષની સખત કેદ અને રૃ.૨૦૦૦ દંડની સજા ફટકારી છે. આરોપી દંડની રકમ ના ભરે તો તેને વધુ છ માસની કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું છે.
આરોપી પ્રદીપકુમાર ઠાકોરને સજા ફટકારતાં ચુકાદામાં કોર્ટે આરોપીના અત્યંત ઘૃણાસ્પદ એવા ગુનાહીત....

Read More...

 

 

-લોકો પાસે નાણાની માગણી કરે છે

ત્રણ યુવાનોએ મારા ગજવામાંથી પૈસા કાઢીને મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો..હવે મારી પાસે ઈલાજ અને જમવાનાં પૈસા નથી..મને મદદ કરો..તેવી આપવિતી વર્ણવીને સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓનાં સગાસંબંધીઓ પાસે નાણાની માગણી કરતા એક ભિક્ષુકથી સયાજી હોસ્પિટલનાં કર્મચારીઓ કંટાળી ગયા છે. સારવાર દરમિયાન પણ ભિક્ષાવૃત્તીનો વ્યવસાય જારી રાખનારા આ ભિક્ષુકને હવે સયાજી હોસ્પિટલમાં ફાવટ આવી ચુકી હોય તેમ જણાય છે.

Read More...

 

 

- સ્ટોક નિયંત્રણનું શસ્ત્ર બોદુ પુરવાર

 

સિંગતેલના ભાવ વધારાને કાબુમાં લેવા તેલ-તેલિબિયાં પર સરકારે સ્ટોક નિયંત્રણ લાદયુ છે છતાં આ શસ્ત્ર નાકામિયાબ નીવડયું હોય તેમ ખાદ્યતેલોમાં ફરી તેજી ફુંકાઇ છે. આજે રાજકોટ સિંગતેલમાં ડબ્બે રૃા. ૧૦ વધી બે દિવસમાં રૃા. ૨૦ના ઉછાળા સાથે નવા ડબ્બાના ભાવ રૃા. ૨૦૯૦ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયા છે.

Read More...

 

 

-મોદીની ટિપ્પણીથી ભડકો

ગુજરાતમાં આશ્રમ શાળાઓ અને પછાત વર્ગના છાત્રાલયો મતોના ઢગલાં કરે છે એટલે તેમની ગ્રાન્ટ વપરાય છે, તેવી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની એક સભામાં કરેલી ટિપ્પણીથી ગુજરાતની આદિવાસી, દલિત અને બક્ષીપંચની જાતિના લોકો પ્રત્યે સરકારની નફરત છતી થઇ છે, તેમ ઉલ્લેખી કોંગ્રેસના આદિવાસી- દલિત- પછાત વર્ગના આગેવાનોએ મોદીના ઉચ્ચારણને અપમાનજનક ગણાવતા તે બાબતે મુખ્યપ્રદાન માફી માગે તેવો આગ્રહ રાખ્યો છે.

Read More...

 

 

-ટ્રકમાંથી તસ્કરો જથ્થો ઉઠાવી ગયા

અમદાવાદથી બીડી- સિગારેટના કાર્ટૂન ભરીને નિકળેલા ટ્રકમાંથી રૃા.૧૮ લાખની કિંમતના માલની ઉઠાંતરી થઇ જતાં કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ હાથીજણ ખાતે રહેતા સોહનલાલ મંગારામજીભાઇ નાયકે પોલીસને જણાવ્યું હતું કે બે માસ પહેલા તેઓ અમદાવાદથી બીડી સિગારેટના કાર્ટૂનનો જથ્થો લઇ સૂર્યા રોડલાયન્સમાંથી નિકળ્યા હતા. તેઓ હાથીજણ ખાતે રોકાયા હતા.

Read More...

 

 

-આખી બાબત અદાલતમાં પડતર

અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનને પત્ર લખી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને રાજદ્વારી વિઝા નહિ આપવાના સરકારના નિર્ણયની પુનઃ સમિક્ષા કરવા જણાવાયુ છે. અમેરિકી મુસ્લીમોએ આના સંગીન પ્રતિભાવ આપ્યા છે.
જમણેરી રૃઢિચુસ્ત રિપ્બિલકન કોંગ્રેસ સાંસદ જો વોલ્શે હિલેરી ક્લિન્ટનને પત્ર પાઠવીને મોદીને રાજદ્વારી વિઝા આપવા માટે વિચારવા વિનંતી કરી છે.

Read More...

 

 

-આશરે ત્રણ માઇલ તર્યો

 

ચાલિયમની ક્રેઝન્ટ પબ્લિક સ્કૂલના ચોથા ધોરણમાં ભણતા આદિલે હાથ-પગ બાંધેલા હોવા છતાં આશરે ત્રણ માઇલ તરીને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

આ અગાઉ ૨૦૦૭માં ચીનની એક બાળા હુઆંગ લીએ ઝિયાંગ નદીમાં બાંધેલા હાથ-પગ સાથે બે માઇલ તરવાનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved