Last Update : 31-July-2012, Tuesday

 

 

અંદામાન અને નિકોબાર ટાપુ પર આજે ભૂકંપનો 5.8ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર નિકોબારમાં હોવાનું જાણવા મળેલ છે. ભૂકંપના કારણે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનમાલન કે નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે. કે અગાઉ તારીખ 21 એપ્રિલે ભૂગર્ભીય હલચલ માટે વિવાદાસ્પદ ઈન્ડોનેશિયાના નોર્થ સુમાત્રા દ્વીપના પશ્ચિમી તટ પર 6.9 તીવ્રતાનો ભૂકંપનો આંચકે આવ્યો હતો.

Read More...

 

 

-ચાર યુવકો એક બાઇક પર હતા

 

વેકેશન અને ગરમીમાં મોડીરાત સુધી ફરતા અનેક શહેરીજનો પૂરઝડપે વાહન ચલાવતા હોય છે. સોમવારે ગંભીર અકસ્માતમાં પૂરઝડપે જતી ચારસવારી બાઈક બમ્પ કૂદી ગઈ હતી. ૧૫૦ ફૂટ સુધી ઢસડાઈ બાઈકમાંથી પટકાયેલા બે યુવકોના ખોપડી ફાટી જવાથી મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે, બાઈકચાલક સહીત બેને ઈજા પહોંચી હતી. સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત નેપાળના યુવકોને અકસ્માત નડયો હતો.

Read More...

 

 

-૧૦૦-૧૨૦ કરોડની લગડી ને સિક્કા ખરીદાયા

અખાત્રીજના શુભદિવસે લગનસરાની અને ઇન્વેસ્ટમેન્ટની ખરીદી મળીને કેવળ અમદાવાદમાં રૃા. ૧૨૫ કરોડથી વધુના વેપારો થયા છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટમાં પણ સારા વેપારો થયા હોવાનો અહેવાલો છે. આખા દિવસમાં માત્ર અમદાવાદમાં ૨૫૦ કિલો સોનાના વેપારો થયા હોવાનું પશ્ચિમ અમદાવાદના એક અગ્રણી જ્વેલર્સનું કહેવું છે. જોકે તેમાંથી ૩૦ ટકા વેપારો લગડી અને સિક્કાના હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં જ્વેલરી અને લગડી-સિક્કા મળીને રૃ.૪૦૦ કરોડના વેપાર થયા છે.

Read More...

 

 

-ચૂંટણી સમયે પડતર પ્રશ્નોના મુદ્દે

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં સરકારી કર્મચારીઓ- અધિકારીઓના યુનિયનોએ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર ઉપર દબાણ લાદવાનું શરૃ કર્યું છે. ત્રણસો જેટલા યુનિયનોની એક સંયુક્ત બેઠક આવતા શનિવારે ચોટિલા ખાતે યોજાઇ રહી છે, જેમાં આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.
ગુજરાત સરકારે તા. ૧-૧-૦૬થી ૬ઠ્ઠુ પગાર પંચ લાગુ કર્યું છે, જેમાં મૂળ પગાર, ગ્રેડ પે તથા મોંઘવારી ભથ્થા જેવું.....

Read More...

 

 

-બેકારીથી કંટાળીને જીવનનો અંત આણ્યો ?

અમેરિકામાં વસતા ૨૮ વરસના એક ભારતીય યુવાન એંજિનિયરનો લગભગ સડી ગયેલા જેવો મૃતદેહ એના ડલ્લાસ ખાતેના એપાર્ટમેન્ટમાં મળી આવ્યો હતો.

છેલ્લા થોડા સમયથી આ યુવાન એંજિનિયર નિખિલ કરનામ બેકાર હતો અને એના મૃતદેહની સ્થિતિ પરથી પોલીસને લાગ્યું હતું કે એ થોડા દિવસ પહેલાં મરણ પામ્યો હોવો જોઇએ. ડલ્લાસના ટ્રોફી ક્લબ સિટિમાં ૨૧ એપ્રિલે એનો મૃતદેહ મળી આવ્યો હતો.

Read More...

 

 

સુરત-વડોદરા પછી અમદાવાદમાં જાળ પાથરી

માલેતુજાર પરિવારનો કે આઈ.પી.એસ. અધિકારીઓનો પુત્ર અને 'કોલેજ સ્ટુડન્ટ' હોવાની ઈમેજ ઉભી કરી કોલેજીયન યુવક-યુવતીઓને છેતરી ગયેલા સુજલ સિંઘાનિયાની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે શરૃ કરી છે. પોલીસને એવી ચોંકાવનારી વિગતો મળી છે કે- પોતાની માતા અને ભાઈ મૃત્યુ પામ્યાનું કહી સુજલ માલેતુજાર યુવતીઓને 'ઈમોશનલ બ્લેકમેઈલ' કરતો હતો.

Read More...

 

 

-ખબર લેવા વર્ષોથી સ્વજનો આવ્યા જ નથી

વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં એક દાયકા પહેલાથી દાખલ કરાયેલા બે દર્દીઓને વર્ષોથી કોઈ સ્વજન મળવા આવ્યુ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આ બંને યુવાન દર્દીઓ અનાથ અથવા અજાણ્યા નથી પરંતુ, માલેતુજાર પરિવારનાં સદસ્યો છે. તેમના પરિવાર પાસે આલિશાન બંગલો, ગાડી અને અઢળક સંપત્તિ છે એટલું જ નહીં તેઓ વિદેશમાં વૈભવી જીવન વ્યક્તિ કરી રહ્યા છે. તેમ છતાંય મેન્ટલ હોસ્પિટલમાં રહેતા બંને દર્દીઓને સરકારી ખર્ચે જીવન નિર્વાહ ચલાવવો પડે છે.

Read More...

 

 

-વ્હીલચેર,1.80 લાખની સહાયની લાલચ આપી

માનવસેવા ટ્રસ્ટમાંથી આર્થિક સહાય અને વ્હીલચેર અપાવવાની લાલચ આપીને ૧૫ વિકલાંગો પાસેથી ૪૮ હજાર રૃપિયા લઇને ગઠિયો ફરાર થઇ ગયો છે. ઠગાઇ આચરનાર શખસ પણ વિકલાંગ હોવાથી વિકલાંગ લોકો તેના વાતોમાં આવી ગયા હતા.સરદારબાગમાં આર્થિક જરૃરિયાત વાળા વિકલાંગોને બોલાવીને તેમની પાસેથી ઠગે વ્યકિત દીઠ ૩૫૦૦ રૃપિયા લેખે ૧૫ લોકો પાસેથી ૪૮ હજાર રૃપિયા ઉઘરાવ્યા હતા. જેમાં કેટલાક લોકો પુરતા પૈસા આપી શકયા નહતા.

Read More...

 

 

કંપનીઓની બેલેન્સ શીટ પર પડનારા દબાણનો નિર્દેશ આપતા હોય તેમ પાછલા નાણાંકીય વર્ષની તુલનાએ માર્ચ 2012ના નાણાંકીય વર્ષને અંતે કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર)સેલ દ્વારા રૂા. 1,50,225 કરોડની લોનના પુનઃગઠનને મંજૂરી આપી છે. આ પાછલા વર્ષની તુલનાએ 35 ટકાનો વધારો છે. વર્ષ 2011-12 દરમિયાન પુનઃગઠન કરાયેલી વાસ્તવિક રકમ રૂા. 39,311 કરોડ છે જે પાછલા વર્ષ કરતાં 500 ટકા વધારે છે. ઉપરાંત, રૂા. 35,878 કરોડની વધારાની લોન પુનઃગઠનની પ્રક્રિયા હેઠળ છે.

Read More...

 

 

ભારતની વધેલી રાજકોષિય ખાધ અને કોર્પોરેટ સેક્ટરના નબળા દેખાવને પગલે સૌથી મોટી રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) ભારતના આઉટલુકને ડાઉનગ્રેડ કર્યુ છે, અલબત્ત, રેટિંગ બીબીબી - (માઈનસ)ના મથાળે યથાવત રાખ્યું છે. એજન્સીના મતે દેશની રાજકોષિય ખાધ વધતી રહેશે તો રેટિંગને પણ તેણે ડાઉનગ્રેડ કરવું પડશે અથવા તો નીચી પાયરીએ ઉતારવું પડશે. આ ઉપરાંત, સરકારી માલિકીની ચાર કંપની જેમ કે પાવર ફાઈનાન્સ (પીએફસી), આઈઆઈએફસી જેવી ચાર કંપનીના રેટિંગને તેણે નેગેટિવ બનાવ્યાં છે.

Read More...

 

 

-વેરાવળના ટોબરા ગામ થયેલી જૂથ અથડામણ

જૂનાગઢ જિલ્લાના ટોબરા ગામે સેમવારે સાંજે ધાર્મિક પ્રસંગમાં વિઠ્ઠલ કાકડિયાના કરતૂતોનો પર્દાફાસ કરવા સાધુ સંતો એઠા થયા હતા ત્યારે ગામજનો અને સંતો વચ્ચે તકરાર થતાં સામસામે મારામારી થઇ હતી જેમાં ભારતીબાપુ, ઇન્દ્રભારતી સહિત૧૫ જેટલી વ્યકિતને ઇજા થવા પામી હતી.

Read More...

 

 

-૫૦ હજારની રસોઇ અને સાત હજાર લોકો આવ્યા

સુરતના પૂણાયોગી ચોક ખાતે આજે સમસ્ત દક્ષિણ ગુજરાતના બ્રહ્મણો દ્વારા બ્રહ્મ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે દિવસ પહેલા ફરત થયેલા એસએમએસના પગલે લોકોએ સંમેલનમાં આવવનું ટાળ્યું હતું જેના કારણે આયોજકો દ્વારા ૫૦ હજાર વ્યક્તિની સરોઇ તૈયાર કરી હતી પરંતુ આજના સંમેલમાં માત્ર સાત હજાર લોકો હાજર રહેતા સંમેલનનો ફિયાસ્કો થયો હતો.

Read More...

 

 

- લોડેડ પિસ્તોલ સાથે રમતા હતા

 

શહેરનાં તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરનાં ૭૮૬ નંબરનાં મકાનમાં નવ વર્ષની બાળકી તથા તેનો નાનો ભાઈ પિતાની લાયસન્સ વાળી લોડેડ પિસ્તોલ સાથે રમત રમતા હતા. તે સમયે અચાનક ટ્રિગર દબાઈ જતા તેમાંથી ધડાકાભેંર વછૂટેલી ગોળી બાળકીનાં લમણામાં ઘુસી ગઈ હતી. આ સાથે બાળકી લોહિલુહાણ થઈને ઢળી પડી હતી અને તેનું પ્રાણપંખેરૃ ઉડી ગયુ હતુ. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.

Read More...

 

 

- મળ્યુ કુદરતી મૃત્યુ

સજયલીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારીશ'માં ઇચ્છા મૃત્યુની માંગ કરતાં ઋત્વિક રોશનના પાત્ર જેવી જ કરૃણતા રજૂ કરતો એક કિસ્સો શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી એક રોડ અકસ્માતને લીધે 'સ્પાઇનલ ઇન્જરી'નો ભોગ બનનારા સોફટવેર એન્જિનીયરે અંતિમ દિવસોમાં પરિવારજનો સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી પરંતુ કદાચ કુદરતે તેની અરજ સ્વીકારી લેતાં આજરોજ તેનું કુદરતી રીતે મોત નીપજયું હતું.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved