Last Update : 31-July-2012, Tuesday

 

 

-૧૫ ટન સોનુ વેચાવા અંદાજ

સામાન્ય રીતે અક્ષય તૃતિયાને લગ્ન માટે શુભ મૂહુર્ત માનવામાં આવે છે પરંતુ આશ્ચર્ય જનક રીતે આવતીકાલે લગ્ન યોજાશે નહીં. બીજી તરફ સોનાના ભાવ આસમાને ગયા હોવા છતાં સોનાની ખરીદીમાં જબ્બર વધારો થવાના અણસાર છે. દેશભરમાં અંદાજે ૧૫ ટન સોનું વેચાવા સંભવ છે.
સામાન્ય રીતે અક્ષય તૃતીયા-અખાત્રીજને લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણાય છે.

Read More...

 

 

-તસ્કર CCTVનું રેકોર્ડર ચોરી ગયા

 

શનિવાર અને રવિવારની રજામાં શટર તોડીને ચોરીના બનાવ આંબાવાડી અને સેટેલાઈટ વિસ્તારમાં બન્યાં છે. આંબાવાડીમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૧.૭૦ લાખની કિંમતના ચાંદીના ૨૬ાા કિલો દાગીના ચોરી જવાયાની ફરિયાદ થઈ છે.
પાલડીમાં રહેતા સુમતીભાઈ ત્રિભોવનદાસ શાહ આંબાવાડીમાં જીરાવાલા ગોલ્ડ પેલેસ નામે જ્વેલરી શોપ ધરાવે છે.

Read More...

 

 

-ચિલ્ડ્રન હોમમાંથી ભાગી હતી

ઓઢવનાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી મૂળ બિહારની એક નવ વર્ષની બાળકી ભેદી રીતે ગુમ થતા ચકચાર મચી ગઇ છે. ચિલ્ડ્રન હોમનાં કર્મચારીઓનું કહેવું છે કે ત્રણ મહિના પહેલા કાળુપુર રેલવે સ્ટેશનથી મળેલી બિહારની છાયા પંદર દિવસ પહેલાં સાંજે બારીની ગ્રીલમાંથી સરકીને ભાગી ગઇ છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઇને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. બીજી તરફ બાળકી ગુમ થવાની ફરિયાદ નોંધી ઓઢવ પોલીસ માત્ર કાગળ પરજ તપાસનાં ઘોડા દોડાવી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે

Read More...

 

 

-તુષાર ચૌધરીના મોદી પર પ્રહાર

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભલે એવો હુંકાર કરતા હોય કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ હકીકતમાં મોદી એવું કહે છે કે હું એક કરોડથી નીચે ખાતો નથી અને ગરીબોને બે ટંક જમવા દેતો નથી.
અંકલેશ્વર ખાતે જનસંપર્ક યાત્રા દરમિયાન યોજાયેલી જાહેરસભામાં કેન્દ્રીય રાજ્ય માર્ગ મંત્રી ડો. તુષાર ચૌધરીએ ઉક્ત પ્રહાર કરતા એવું પણ કહયું હતું કે કેન્દ્ર સરકાર કે તેના મંત્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ક્યારેય કોઈ ખોટો જશ લેવામાં આવતો.....

Read More...

 

 

-ભગવાનને ચંદનનાં વાઘાંનો શણગાર

તા.૨૪મી એપ્રિલના રોજ અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ મુહૂર્ત નથી.
આ દિવસે થતાં વર્ષી તપનાં પારણાનું મહત્ત્વ સમજાવતા જૈન સાધુ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આદિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ૧૩ માસ અને ૧૦ દિવસ સુધી.....

Read More...

 

 

-કમાણી માટે વેપારીનાં સાગરિતો સક્રિય

અમદાવાદમાં રાતના સમયે ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડતી બાઈકર્સ ગેંગ ફરી સક્રિય થતાં કારમાલિકોમાં ચિંતા પ્રસરી છે. બોડકદેવ અને વસ્ત્રાપુર પછી નવરંગપુરાના હિન્દુ કોલોની રોડ ઉપર ત્રણ સવારી બાઈકસવારો પથ્થર ફેંકી કારના કાચ તોડી નાસી જતા હોવાની ફરિયાદો ઉઠી છે. કાચ તોડવાનો સિલસિલો ફરી ચાલુ થતાં એવીપણ ચર્ચા છે કે, કાચ બદલીને આસાન.....

Read More...

 

 

- ધો.૫માં ભણતો નયન ચારણીયા

દીવ પાસે દસથી બાર કૂતરાંએ હુમલો કરતા બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
દીવના સાઉડીવાડી ગામે અંધારવાડી વિસ્તારમાં રહેતો અને ધો.૫માં ભણતો નયન દામજી ચારણીયા (ઉ.વ.૧૧) પોતાની માતા જેટી ઉપર ફીશીંગના કામે ગઇ હોવાથી તેની માતા પાસે એકલો જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને દસથી બાર કૂતરાંએ ઘેરી લઇ હુમલો કરી બટકાં ભરતા ઇજાગ્રસ્ત બાળકને રાજકોટ ખસેડતી વખતે રસ્તામાં બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.

Read More...

 

 

- પ્રથમવાર કોમર્શિયલ પ્રોજેક્ટ સ્વીકાર્યો

બોલીવુડનાં સ્ટાર શાહરૂખ ખાનની પત્ની, ગૌરી ખાનને સૌપ્રથમવાર ઇન્ટીરીયર ડિઝાઇન માટેનો કોમર્શિયલ પ્રોજેક્ટ મળ્યો છે. ગૌરી ખાન મહારાષ્ટ્રનાં પૂણે ખાતે પ્રથમ તબક્કે 6 પેન્ટહાઉસની High Class ડિઝાઇન તૈયાર કરશે.
ઉલ્લેખનીય છે કે ગૌરી ખાન બેસ્ટ ઇન્ટીરીયર ડિઝાઇનર છે અને તેણે પોતાના બંગલા - મન્નતનું પણ આકર્ષક રીતે ઇન્ટીરીયર સજાવ્યું હતું.

Read More...

 

 

- ભરૂચ જિલ્લાના એક ગામનું પ્રેમ-પ્રકરણ

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના એક ગામમાં ગઇકાલે બપોરે અનોખી ઘટના બની હતી. જેમાં 17 વર્ષની સગીરાએ સાડીના છેડાનો ફંદો બનાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઇ હતી. ત્યારબાજ એક જ કલાકનાં સમયગાળામાં આ જ ગામનાં સીમમાં વૃક્ષ ઉપર એક 20 વર્ષીય યુવકે પણ આત્મહત્યા કરી લીધી છે.

Read More...

 

 

-વેરાવળના ટોબરા ગામ થયેલી જૂથ અથડામણ

જૂનાગઢ જિલ્લાના ટોબરા ગામે સેમવારે સાંજે ધાર્મિક પ્રસંગમાં વિઠ્ઠલ કાકડિયાના કરતૂતોનો પર્દાફાસ કરવા સાધુ સંતો એઠા થયા હતા ત્યારે ગામજનો અને સંતો વચ્ચે તકરાર થતાં સામસામે મારામારી થઇ હતી જેમાં ભારતીબાપુ, ઇન્દ્રભારતી સહિત૧૫ જેટલી વ્યકિતને ઇજા થવા પામી હતી.

Read More...

 

 

-૫૦ હજારની રસોઇ અને સાત હજાર લોકો આવ્યા

સુરતના પૂણાયોગી ચોક ખાતે આજે સમસ્ત દક્ષિણ ગુજરાતના બ્રહ્મણો દ્વારા બ્રહ્મ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે દિવસ પહેલા ફરત થયેલા એસએમએસના પગલે લોકોએ સંમેલનમાં આવવનું ટાળ્યું હતું જેના કારણે આયોજકો દ્વારા ૫૦ હજાર વ્યક્તિની સરોઇ તૈયાર કરી હતી પરંતુ આજના સંમેલમાં માત્ર સાત હજાર લોકો હાજર રહેતા સંમેલનનો ફિયાસ્કો થયો હતો.

Read More...

 

 

- લોડેડ પિસ્તોલ સાથે રમતા હતા

 

શહેરનાં તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરનાં ૭૮૬ નંબરનાં મકાનમાં નવ વર્ષની બાળકી તથા તેનો નાનો ભાઈ પિતાની લાયસન્સ વાળી લોડેડ પિસ્તોલ સાથે રમત રમતા હતા. તે સમયે અચાનક ટ્રિગર દબાઈ જતા તેમાંથી ધડાકાભેંર વછૂટેલી ગોળી બાળકીનાં લમણામાં ઘુસી ગઈ હતી. આ સાથે બાળકી લોહિલુહાણ થઈને ઢળી પડી હતી અને તેનું પ્રાણપંખેરૃ ઉડી ગયુ હતુ. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.

Read More...

 

 

- મળ્યુ કુદરતી મૃત્યુ

સજયલીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારીશ'માં ઇચ્છા મૃત્યુની માંગ કરતાં ઋત્વિક રોશનના પાત્ર જેવી જ કરૃણતા રજૂ કરતો એક કિસ્સો શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી એક રોડ અકસ્માતને લીધે 'સ્પાઇનલ ઇન્જરી'નો ભોગ બનનારા સોફટવેર એન્જિનીયરે અંતિમ દિવસોમાં પરિવારજનો સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી પરંતુ કદાચ કુદરતે તેની અરજ સ્વીકારી લેતાં આજરોજ તેનું કુદરતી રીતે મોત નીપજયું હતું.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved