Last Update : 14-September-2012,Friday

 

 

 

- ગેરકાયદે કતલખાનું બહાર આવ્યું

ભાવનગરમાં ગેરકાદેસર ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડીને અંદરથી 300 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કરીને 2 કસાઇઓની ધપરકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે જીવદયાપ્રેમીઓએ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ભાવનગર જિલ્લાના પાવથી ગામ ખાતે ગેરકાયદેસ કતલખાનામાં ગાયોની હત્યા કરવામાં આવતી હોવાની માહિતી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

Read More...

 

 

- સારંગપુરનો કિસ્સો

 

અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આજે સવારે એક ત્રણ માળનું મકાન ધરાશયી થતાં તેના કાટમાળ નીચે પાંચ બાળકો સહિત આઠ વ્યકિત દટાયા હતા.જેમાં હરાવી મુકેશભાઇ કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને કાટમાળ હટાવીને લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી.જો કે કોઇ જાનહાની થયેલ નથી.

Read More...

 

 

- અમદાવાદનો કિસ્સો

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક પ્રચલીત મલ્ટીપ્લેક્સ થિયેટરમાં મોર્નિંગ શોમાં પિક્ચર જોવા ગયેલી એક યુવતીની કેટલાક યુવકો દ્વારા જાહેરમાં છેડતી કરાઇ રહી હોવાની માહિતી આધારેર સેટેલાઇટ પોલીસે એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સેટેલાઇટ વિસ્તારના સિનેમેક્સ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં મોર્નિંગ શોમાં પિક્ચર જોવા ગયેલી એક

Read More...

 
રાજકોટ:પોસ્ટ ઓફિસમાં બેકારોનો હંગામો

 

-પોસ્ટલ ઓફિસરની ભરતીના ફોર્મ માટે

 

પોસ્ટ એફિસમાં ભરતી બાબતના ફોર્મ વહેચવા બાબતે રાજકોટની જનરલ પોસ્ટ ઓફિસમાં આજે સવારે બેકારોએ હંગામો મચાવીને તોડફોડ કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટલ ઓફિસર સહિતની ભરતી માટે તારીખ 24 ઓગસ્ટના રોજ ફોર્મ વહેચવાની જાહેર કરવામાં આવી હતી.

Read More...

 

 

-ઘાસચારાની ચિંતામાં આપઘાત

 

સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળની સ્થિતી સર્જાઇ છે ત્યારે તંત્ર દ્વારા ઘાસચારા વિતરણની જાહેરાતો પોકળ સાબિત થઇ રહી છે. દુષ્કાળના કારણે પશુઓના ઘાસચારા માટેનું શું થશે ? એવી ચિંતામાં વંથલી તાલુકાના ધણફુલીયા ગામના એક વૃધ્ધ ખેડુતે ગઇકાલે ઝેરી ટીકડા ખાઇ લેતા તેને રાજકોટ ખસેડાયા હતા.

Read More...

 
સંજય જોષીનો ગુજરાત પ્રવાસ વિવાદ સર્જશે?

 

- 26-27 ઓગસ્ટ ગુજરાતમાં રહેશે

 

ભાજપના રાષ્ટ્રીય નેતા અને સંઘના પ્રચારક સંજય જોષી થોડા સમય પહેલા વાપી અને સેલવાસનો પ્રવાસ કર્યા બાદ હવે તા. ૨૬ અને ૨૭ ઓગસ્ટના રોજ વડોદરા અને નર્મદા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મુંબઇથી દિલ્હીનો રેલવે પ્રવાસ મુખ્યમંત્રીએ રદ કરાવ્યા પછીનો ગુજરાતનો તેમનો આ પ્રથમ પ્રવાસ છે.

Read More...

 

 

- ૨ ડૉકટર-સ્ટુડન્ટ ડેન્ગ્યુની ઝપટમાં

 

અમદાવાદમાં ઝરમરિયા વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરનો ઉપદ્રવ અને મેલેરિયાનો પ્રકોપ વધતો જાય છે. આજે મ્યુનિ. ચોપડે જ મેલેરિયાના નવા ૮૩, ફાલ્સીપેરમના ૧૪ અને ડેન્ગ્યુના ૧૪ કેસો નોંધાયા છે. સિવિલ કેમ્પસમાં વધુ ૨ ડોકટરો અને સ્ટુડન્ટને ડેન્ગ્યુ થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. દરમ્યાનમાં મેલેરિયા ખાતાના બે ઇન્સ્પેકટરોને તેમની કામગીરીમાં

Read More...

 
'આસામ હિંસાનું પુનરાવર્તન મિઝોરમમાં થઇ શકે'

 

-આસામનાં પૂર્વ DGP વડોદરામાં

 

આસામ હિંસાનું પુનરાવર્તન મિઝોરમ અને નાગાલેન્ડ ખાતે થઇ શકે છે, એમ બીએસએફનાં પૂર્વ ડાયરેક્ટર જનરલ અને આસામનાં પૂર્વ DGPએ વડોદરા ખાતેનાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આસામ હિંસાનુ એ રાજકીય પક્ષોની ઉપેક્ષાનું પરિણામ છે. છેલ્લા કેટલાય વર્ષોથી

Read More...

 

twitter પરનાં નિયંત્રણ અંગે મોદીનો વિરોધ

 

-મોદીએ કહ્યું સબકો સન્મતિ દે ભગવાન

આસામમાં થયેલી હિંસાઓની ઘટના પછી સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલા નિયંત્રણોનો CM નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો છે. પોતાના twitter એકાઉન્ટ પર સરકારના આ નિર્ણય અંગે મોદીએ twit કરતાં લખ્યું હતું કે, "એક સામાન્ય માણસ તરીકે વાણી સ્વાતંત્ર્ય પર મુકાયેલા નિયંત્રણનો હું પણ વિરોધ કરૂં છું અને તેના ભાગરૂપે મારી તસવીર બદલું છું. સબકો સન્મતિ દે ભગવાન."

Read More...

 

MSU: યુનિ.સત્તાધીશોએ આશ્ચર્ય કેમ સર્જ્યુ?

 

- 350 મતો અમાન્ય થયા હતા

 

એમ.એસ.યુનિવર્સિટીનાં સત્તાધીશોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણીનાં એક બેઠક અંગેનાં રિકાઉન્ટિંગનો નિર્ણય નહીં આપીને આશ્ચર્ય સર્જ્યુ છે. જેમાં પુનઃ મતગણતરીની એન.એસ.યુ.આઇ.ની માગણી ફગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સી.એસ.ની ચૂંટણીમાં એબીવીપીનાં ઉમેદવારનો એનએસયુઆઇનાં ઉમેદવાર સામે માત્ર 51 મતે વિજય થયો હતો.

Read More...

 

MSU: GSની ચૂંટણી મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી

 

- હેપ્પી ક્લબે રિકાઉન્ટિંગની માગ કરી હતી

 

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી જીએસની ચૂંટણીમાં પુનઃમતદાનની માગ લઇને બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. જેને કારણે શિક્ષણકાર્ય ખોરવાઇ ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કોમર્સ ફેકલ્ટીની જીએસની ચૂંટણીમાં એનએસયુઆઇનાં ઉમેદવારનો વિજય થયો હતો. જેને કારણે હેપ્પી ક્લબે રિકાઉન્ટિંગની માગણી કરી હતી.

Read More...

 

ભાજપની યાત્રાનાં વિરોધમાં કોંગી નેતાઓની અટક

 

- જામનગરનાં લાખાબાવળ ગામની ઘટના

 

જામનગર તાલુકાનાં લાખાબાવળ ગામ ખાતે ભાજપની વિકાસની વણથંભી યાત્રાનો વિરોધ કરતાં કોંગ્રેસનાં આઠ અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગી અગ્રણીઓએ જણાવ્યું હતું કે પાણી-ઘાસચારાનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે ભાજપ આવી યાત્રા કાઢી રહ્યો છે.

Read More...

 

PG ડેન્ટલ કોલેજોએ ભરેલી 50% બેઠકો નામંજૂર થઇ

 

-કોર્ટે 75% બેઠકો મેરિટને આધારે ભરવા જણાવ્યું

PG ડેન્ટલ કોલેજોએ ભરેલી 50% બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં ભરી દીધી હતી, તેને કોર્ટે નામંજૂર કરી છે. સાથે જ એવો આદેશ આપ્યો છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 75 ટકા બેઠકો મેરિટને આધારે ભરવી. પ્રાપ્ત વિગતો અનુસાર બે ડેન્ટલ કોલેજોએ પીજી ડેન્ટલમાં વિદ્યાર્થીઓ પાસે રૂ.40 લાખ ઉઘરાવીને 50 ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં ભરી દીધી હતી.

Read More...

 

બીઆરટીએસે બાઇકને ટક્કર મારતાં બસની તોડફોડ

 

- નવા વાડજનો કિસ્સો

 

અમદાવાદમાં નવા વાડજમાં વ્યાસવાડી પાસે બીઆરટીએસે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકને સામાન્ય ઇજા થઇ હતી જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરીને બસની તોડફોડ કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોચ્યો હતો અને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી.

Read More...

 

વટવાની કેનાલમાં બાળક ડૂબ્યો...

 

-શુક્રવારે સાંજે ચાર વાગે પડયો હતો

 

અમદાવાદમાં વટવા કેનાલમાં શુક્રવારે સાંજે ચાર કલાકે બાળક પડયું હોવાના મેસેજ આધારે ફાયરબ્રિગેડની ટીમે મોડી રાત સુધી શોધખોળ કરી હતી. પરંતુ બાળકનો કોઇ પત્તો લાગ્યો ન હતો ેજેના કારણે આજે સવારથી ફરીથી બાળકની શોધખોળ હાથ ધરી છે.
વટવા કેનાલમાં કોઇક અજાણ્યુ બાળક ડૂબી ગયું હોવાના સમાચાર સ્થાનિક વ્યકિતએ ફાયરબ્રિગેડને આપ્યા હતા.

Read More...

 

ખૂનની હોળી ખેલાઇ:પુત્રએ માતા બહેનની હત્યા કરી

 

- પોરબંદરનો ચકચારી કિસ્સો

 

પોરબંદરમાં ખૂનની હોળી ખેલાઇ હતી જેમાં યુવાન પુત્રએ કોઇક અગમ્ય કારણોસર પોતાની માતા અને બહેનની હત્યા કર્યો બાદ પોતે પણ ચાકુ વડે ગળાના ભાગે ઇજા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Read More...

 

ઇમ્પેક્ટ ફીની મુદ્દત વઘુ છ માસ લંબાવાઇ

 

- ચૂંટણીમાં લાભ ખાટવાનો નિર્ણય

 

ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા અમલી બનાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના કાયદાને મળેલા નબળા પ્રતિસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ ફીના દરોમાં ઘટાડો કરી વહીવટી પ્રક્રિયા વઘુ સરળ કરવામાં આવી હતી.

 

Read More...

 
Top
More News
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved