Last Update : 24-August-2012,Friday

 

 

 

-કોંગ્રેસ સૌથી ભ્રષ્ટ પક્ષ છે

 

પહેલા આપણે કહેતા કે ભ્રષ્ટાચાર મિટાવો, દેશ બચાવો, કાળુ નાણુ લાવો, દેશ બચાવો પરંતુ હવે એક નવું સૂત્ર આપવું પડશે કે કોંગ્રેસ હટાવો, દેશ બચાવો. આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે કોંગ્રેસનો એકપણ સંસદમાં ન પહોંચવો જોઇએ. જે કાળુ નાણુ લાવે, તેને સત્તા લાવો. ભ્રષ્ટાચારમાં કોંગ્રેસ પ્રથમ આવે છે. દેશ-દુનિયાની સૌથી વધુ ભ્રષ્ટ પાર્ટી કોંગ્રેસ છે.

Read More...

 

 

-પત્નીને વિદેશ લઇ જવા

નવસારી મહિલા પોલીસમાં આજરોજ બે અલગ અલગ નોંધાયેલી ફરિયાદમાં એક દશક પહેલાં ભાગી જઇને પ્રેમલગ્ન કરનાર, અને હવે પારકી સ્ત્રીના પ્રેમમાં આંધળા બની જઇ બળ જબરીથી પત્ની પાસેથી છુટાછેડા લેવા ત્રાસ આપતાં પતિ વિરૃધ્ધ ભોગ બનનારી પત્નીએ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં લગ્નનાં પાંચ વર્ષ વીતી ગયા બાદ વિદેશ લઇ જવા માટે રૃ।.૧૦ લાખની માંગણી કરતાં એન.આર.આઇ. પતિ સહીત ચાર

Read More...

 

 

-અછત છતાં જૂનાગઢમાં મહોત્સવ

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો તથા મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં કોંગ્રેસ પક્ષના નેતાઓની બેઠક મળી હતી. દરેક જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકને સંબોધતાં અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ૧૫૨ તાલુકાઓમાં અછતની પરિસ્થિતિ જાહેર કર્યા બાદ મુખ્યમંત્રી

Read More...

 
વલસાડની હાઇસ્કૂલમાં બોમ્બ મુકાયાનો કોલ

 

-આપકી સ્કૂલ મેં બોમ્બ રખા હૈ

 

''આપ કી સ્કુલ મેં બોમ્બ રખા હૈ'' વલસાડ હાલર રોડ સ્થિત બાઇ આવાબાઇ હાઇસ્કુલમાં મહિલાએ કરેલા ફોનથી દોડધામ મચી ગઇ હતી. સલામતી ખાતર શાળામાં રજા આપી દેવાયા બાદ પોલીસે આખી સ્કૂલ ખૂંદી કાઢી હતી. પરંતુ કંઇ નહીં મળતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ટીખળખોર મહિલાએ શાળાની બહાર આવેલા કોઇનબોક્ષ પરથી જ ફોન કર્યો હતો.

Read More...

 

 

-કરમસદ એકાંતવાસની ઘટના

 

દિલ્હીમાં બાબા રામદેવના ઉપવાસ સ્થળની મુલાકાત લઈ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ આજે રામદેવના આંદોલનને ભાજપ વતી ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો છે તેની પાછળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાબા રામદેવ વચ્ચે થયેલી સમજુતી કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. રામદેવ જયારે કરમસદ ખાતે એકાંતવાસ ગાળવા આવ્યા ત્યારે મોદીએ તેમના

Read More...

 
અમદાવાદની ફ્લાઈટોનું શિડયુલ ખોરવાયું

 

-વરસાદી માહોલ કારણભૂત

 

વરસાદી માહોલ તેમજ બદલાયેલા વાતાવરણને કારણે અમદાવાદ આવતી-જતી ફ્લાઇટોનું શિડયુઅલ બીજા દિવસે પણ ખોરવાયેલું રહ્યું છે.
સોમવારે ચાર ફ્લાઇટો ૩૦ મિનિટથી માંડીને દોઢ કલાક સુદી મોડી આવી હતી. સ્પાઈસ જેટની ગોવા-અમદાવાદ દોઢ કલાક, સ્પાઈસ જેટની

Read More...

 

 

-અમદાવાદમાં ૪૨ ઉપાશ્રયો

 

તા.૧૪મી ઓગસ્ટથી સ્થાનકવાસી જૈન સમાજનાં પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઇ રહ્યો છે. અમદાવાદનાં ૪૨ સ્થાનવાસી જૈન ઉપાશ્રયો ખાતે બિરાજિત ૧૫ સાધુ ભગવંતો અને ૧૬૫ સાધ્વીજી ભગવંતોનાં તપ-જ્ઞાાનનો લાભ પણ સ્થાનવાસી જૈન શ્રાવક-શ્રાવિકાઓ લેશે. સાથે જ અઠ્ઠઇ સહિત તપની આરાધનાઓ પણ કરવામાં આવશે.

Read More...

 
ધાડપાડું ટોળકીનો આતંક:ગોળીબારમાં ૧નું મોત

 

-વલસાડના પારડીનો કિસ્સો

 

વલસાડ જિલ્લાના પારડી ખાતે સોમવારે મધરાતે શસસ્ત્ર ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી. આ અંગેની જાણ થતાં ગામના લોકોએઓ સામનો કરતાં ટોળકીએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. લોકો સાથેની અથડામણમાં એક આરોપીનું મોત થયું હતું. જો કે અન્ય પાંચ શખ્સો પકડાઇ ગયા હતા.

Read More...

 

સાબરમતીમાં ડૂબી જતાં બે માસૂમ ભાઇનાં મોત

 

-ગાંધીનગરના બોરિજનો કિસ્સો

 

ગાંધીનગરના બારીજે ગામના બે પિતરાઇ ભાઇ સાબરમતી નદીમાં ન્હાવા પડયા હતા અને પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગઇ કાલે સાંજે ફાયરબ્રિગેડે શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા. જ્યારે આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવતાં સમગ્ર ગામમાં શોક છવાઇ ગયો હતો.

 

Read More...

 

બે વ્યકિત પર હુમલો કરનાર દીપડાને મારી કાઢ્યો

 

- અમરેલીનો કિસ્સો

 

અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ ગામમાં આવીને નાગરિકોને પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. સોમવારે રાત્રે દીપડાએ ગામમાં આવીને બે વ્યકિતને બચકાં ભર્યો હતા. આ અંગેની જાણ થતાં એકઠા થયેલા ગામનો લોકોએ દિપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

Read More...

 

પૂરક પરિક્ષામાં પાસને BBA-BCAમાં પ્રવેશ મળશે

 

- ધોરાણ ૧૨ની પૂરક પરિક્ષા

HSCની પૂરક પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને હવે બીબીએ-બીસીએમાં પ્રવેશ આપવાનો નિર્ણય આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ૪૫ ટકા હોવા જરૃરી છે.

બીબીએ અને બીસીએમાં ૧૦૫૪ બેઠકો ખાલી રહી હોવાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે

 

Read More...

 

જેલમાંથી અડધો ડઝન મોબાઇલ મળ્યા !

 

- અમરેલીની સબ જેલનો કિસ્સો

અમરેલી જિલ્લાની સબ જેલમાં મોબાઇલ પર કેદીઓ બિન્દાસ વાત ચીત કરતા હોવાની માહિતી આધારે પોલીસે જેલમાં દરોડો પાડતાં બેરેકમાંથી ૬ મોબાઇલ મળી આવતાં પેાલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમરેલી સબ જેલમાં એલબી પોલીસે સર્ચઓપરેશન હાથ ધરીને જેલની બેરેકો ચેક કરતાં ૬ મોબાઇલ તેમજ ચાર્જર અને કેટલાક સીમકાર્ડ મળી આવ્યા હતા.

Read More...

 

સુરત:તસ્કરોએ 5.18 લાખનાં TV ચોર્યા

 

-LED, LCD, Plasma Tvની ઉઠાંતરી

 

સુરતમાં ટીવીનાં શો-રૂમમાંથી તસ્કરોએ 5.18 લાખ રૂપિયાનાં ટી.વી. ચોરી ગયા હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ અદ્યતન શો-રૂમમાં સીસીટીવી નહોતા, જો હોત તો તસ્કરોની ફૂટેજને આધારે તેઓને શોધવાનું કામ સરળ બની જાત.

 

Read More...

 

ઉકાઇ ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડાયું

 

-18 દરવાજા ખોલવામાં આવ્યા

 

સુરત જિલ્લાનાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધી જતાં, ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સારો વરસાદ થયો હતો. જોકે, હજુ સુધી તાપી નદી બંને કાંઠે થઇ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે પાણીની આવક ડેમમાં વધતા કુલ 36માંથી ડેમનાં 18 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

Read More...

 

આજે વીર નર્મદ યુનિ.નું સેનેટ ચૂંટણી પરિણામ

 

-ડોનર બેઠકનું પરિણામ જાહેર

સુરત ખાતે આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની 25 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થઇ જશે. આ માટેની વિવિધ ફેકલ્ટી દીઠ મતગણતરી ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડોનર માટેની બે બેઠકો હોય છે. તેનું પરિણામ આ લખાય છે ત્યાં સુધીમાં જાહેર થઇ ગયું છે.

Read More...

 

માંડવી:આંબાનાં ઝાડ ઉપરથી પડતાં યુવાનનું મોત

 

-માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી

 

કેરીનાં ઝાડ ઉપર કેરી તોડવા માટે એક યુવાન ચઢ્યો હતો પરંતુ અચાનક બેલેન્સ ગુમાવી દેતા તે ઘણી ઊંચાઇથી નીચે પટકાયો હતો અને માથા તથા કરોડ રજ્જુ ખાતે ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટના બાદ તેને સુરત નવી સિવિલ હોસ્પીટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે.

Read More...

 

વડોદરાની આસપાસનાં 50ગામ એલર્ટ કરાયા

 

-પ્રતાપપુરા સરોવરમાં 25 ફૂટનું ગાબડુ

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધતાં આજવા ઉપર આવેલા પ્રતાપપુરા સરોવરમાં ગઇકાલે પાંચ ફૂટનું ગાબડુ આજે વધીને 25 ફૂટ પહોળું બનતા વડોદરાની આસપાસનાં 50 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ પાણી પુરવઠા મંત્રી, નીતિન પટેલે પણ સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું અને સંબંધિતોને ઝડપથી

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved