Last Update : 24-August-2012,Friday

 

 

 

-વિદેશી બેંકોમાં 17 લાખ કરોડ ઃસ્વામી

 

દિલ્હીના રામલીલા મેદાન ખાતે કેન્દ્રની યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચાર અને કાળા નાંણા ના મુદે છેલ્લા 5 દિવસથી ઉપવાસ પર ઉતરેલા બાબા રામદેવ આજે તેમનાં હજારો સમર્થકો સાથે સંસદ ભવન આગળ ધરણાની તૈયારી કરી છે. બાબા રામદેવના મંચ પર આજે સુબ્રમણ્યમ સ્વામી આવી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતુ....

Read More...

 

 

- તંત્ર ઉઁઘતું ઝડપાયું

 

વડોદરામાં રેલવે ગોદી તેમજ સેન્ટ્રલ વેરહાઉસમાં સંગ્રહની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી એફસીઆઇ દ્વારા મંગાવવામાં આવેલો આશરે ૩૦ લાખ કિલો ઘઉંનો જથ્થો આજે પડેલા વરસાદના કારણે પલળી ગયો હતો. ગરીબોને આપવાનો આ પુરવઠો ખુલ્લા વરસાદમાં બિન્ધાસ્તથી પલળતો હતો તેમ છતા પણ એફસીઆઇ તેમજ અન્ય અધિકારીઓ ઉંઘતા રહ્યા હતાં.

Read More...

 

 

- પતિ દારૂનાં નશામાં હતો

 

જન્માષ્ટમીના દિવસે આઠમના સપ્તાહમાં દારૃ પીને આવેલા પતિને પત્નીએ ''દારૃ પીને કેમ આવ્યા ? આપણી શું ઇજ્જત રહેશે'' એમ કહેતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ગડદા-પાટુનો માર મારી જીવતી સળગાવી દેતાં વલસાડના ફલધરા ગામમાં ચકચાર મચી છે. શરીરે ૯૦ ટકા દાઝી ગયેલી પત્ની વલસાડ સિવિલમં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

Read More...

 
ઘાસચારાના અભાવે ખેડૂતો પશુધનને ત્યાગે છે

 

- છ ખેડૂતોએ આત્મહત્યા કરી

 

મટનની નિકાસમાં સબસિડી આપીને કેન્દ્ર સરકાર ગુલાબી ક્રાંતિ કરવા તરફ હોવાનું છાશવારે ઉચ્ચારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતમાં મોટાપાયે ગુલાબી ક્રાંતિ કરવા ભણી છે. દુષ્કાળની સ્થિતિમાં મોદી સરકારે સૌરાષ્ટ્રમાં ઘાસચારાની વ્યવસ્થા ન કરતાં ખેડૂતો તેમના પશુઓ રખડતાં કરી દેવા માંડયા છે.

Read More...

 

 

- અમદાવાદમાં પ્રારંભ થયો

 

બંધુબેલડી પૂ. આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સુરિશ્વરજી મ.સા. તથા પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સુરિશ્વરજી મ.સા. (અયોધ્યાપુરમ્)ની પ્રેરણાથી શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદ ખાતે ૩૬ લાખ મહામંત્ર આલેખન અનુષ્ઠાન આજે યોજાયું હતું. ૫૦૦૦ ઉપરાંત સાધકો વિધિપૂર્વક મંત્ર દીક્ષાથી આલેખન પોથીમાં ઘૂંટી હતી.

Read More...

 
IANT કમ્પ્યુટર ક્લાસનો શિક્ષક રેપ કેસમાં પકડાયો

 

- અમદાવાદની ચકચારી ઘટના

 

મણિનગર કૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલા આઇ.એ.એન.ટી કોમ્પ્યુટર ક્લાસીસમાં 'નેટવર્કિંગ પાથ'નો કોર્સ કરતી ૧૭ વર્ષની તરૃણીને લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે શિક્ષક મિતેષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે જમાલપુરનાં રિક્ષા ચાલક અને વેજલપુરના શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે....

Read More...

 

 

- વડોદરાની ઘટના

 

શહેરનાં કમાટી બાગની પાછળ આવેલા બાલભવન પાસેનાં મુખ્યમાર્ગ ઉપર ચોપડી આપવા બાબતે સ્કૂલનાં વિદ્યાર્થીઓમાં ઝઘડો થયો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ ભેંગા મળીને ધોરણ-૧૧નાં એક વિદ્યાર્થીને મારમાર્યો હતો. આ હુમલામાં ધોરણ-૧૧નાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Read More...

 
મનરેગામાં રૂપિયા ૩૫ લાખનો ભ્રષ્ટાચાર

 

- હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ

 

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરોજગાર યોજના (મનરેગા)માં વર્ષ ૨૦૧૦ સામે ભાવનગરનાં ગઢડા તાલુકાનાં લાખણકા ગામનાં લોકોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. અરજદાર મેઘજીભાઈ ડાંગરે પિટીશન દ્વારા એવી રજૂઆત કરી હતી કે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨ દરમિયાન લાખણકા અને તેની આજુબાજુનાં ગામોને જોડવા રસ્તો બનાવવાનું કામ મંજૂર થયું હતું.

Read More...

 

ભારે વરસાદના કારણે વડોદરામાં પૂર આવ્યું

 

- વિશ્વામિત્રી નદીમાં 15 ફૂટ પાણી

 

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 15 ફૂટ પાણીની સપાટી વધતાં વડોદરામાં પૂરની શક્યતા સેવાઇ રહી છે. મળતી મહિતી મુજબ આજવા ઉપર આવેલા પ્રતાપપુરા સરોવરમાં પાંચ ફૂટનું ગાબડુ પડ્યું હોવાથી પ્રતાપપુરા સરોવારનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું નદીની સપાટી 15 ફૂટ ઉપર જઇ રહી હોવાથી વડોદરામાં પૂર આવ્યું છે.

Read More...

 

ચાર ઈંચથી વધુ વરસાદથી વડોદરા તરબોળ

 

- શહેર-જિલ્લાનો કુલ વરસાદ 967 મી.મી.

 

વડોદરામાં શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ, સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત્ રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાનો છેલ્લા 24 કલાકનો કુલ વરસાદ, આ લખાય છે ત્યાં સુધીમાં 967 મીલીમીટર નોંધાયો છે. સાથે જ શહેરમાં છેલ્લા 24માં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાનાં પાવી જેતપુર તાલુકા ખાતે 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

Read More...

 

છૂટાછેડા લીધા બાદ વ્યથિત મહિલાનો આપઘાત

 

- લગ્ન બાદ એક જ મહિનામાં છૂટાપડ્યા

 

સુરતમાં છૂટાછેડા લીધા બાદ પતિનો વિયોગ સહન ન થતાં વ્યથિત મહિલાએ રવિવારે પોતાના ઘેર એકલતાનો લાભ લઇને
અપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં લગ્ન થયા બાદ એક જ મહિનાના સમયગાળામાં છૂટાછેડા લીધા હતા.ત્યારબાદ આ મહિલા સુમસામ રહેતી હતી.

Read More...

 

નવસારી ઃ 30 ફૂટ ઉંચાઇએથી પડતાં યુવકનું મોત

 

- ત્રણ બાળકો નિરાધાર બન્યા

 

નવસારી સરદાર કોલોની પાછળ રહેતા આધેડ રવિવારે બપોરે નવસારી જીઆઇડીસીમાં સીલ્કમીલમાં રિપેરીંગ કામ ચાલતું હોવાથી 30 ફૂટ ઉંચાઇ પર કામ કરતા હતા ત્યારે અચાનક પગ લપસતાં તેઓ નીચે પટકાયા હતા અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

ભાવનગરમાં રોગચાળો ઃ ડેન્ગ્યૂના બે પોઝીટીવ કેસ

 

- બે કિશોરીઓ સપડાઇ

 

ભાવનગર શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. બે કિશોરીને ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં એસએસસીમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓઓ આ સપડાઇ હોવાનું બહાર આવ્યું છે.બંન્ને કિશોરી ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

Read More...

 

સુરતમાં પાંચ માસની બાળકીનું અપહરણ

 

- સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરનો કિસ્સો

 

સુરતમાં સેન્ટ્ર્લ બસ સ્ટેન્ડ પરથી એક પાંચ મહિનાની માસૂમ બાળકીનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. બાળકી કેન્ટીન પાસે સૂતી હતી ત્યારે અજાણી વ્યકિતએ તેનું અપરહણ કર્યું હતું. આ અંગે મહિધરપુરા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

નવો ગીર-સોમનાથ જિલ્લો બનાવાશે ઃ મોદી

 

- મુખ્ય કચેરીઓ વેરાવળમાં બનશે

 

સૌષ્ટ્રમાં સોમનાથ ખાતે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરી સુધીમાં નવો જિલ્લો ગીર-સોમનાથ બનાવવાની જાહેરાત કરી હતી. આ જિલ્લાની કલેકટર પોલીસ અધિક્ષક સહિતની મહત્વની મુખ્ય કચેરીઓ વેરાવળમાં બનશે. હાલ ગીર-સોમનાથ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે.

Read More...

 

અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

 

- શહેરમાં મોસમનો 31.52 ટકા વરસાદ પડ્યો

 

ગુજરાતનાં અનેક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ શનિવારે મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સોમવાર સુધી એટલે કે સતત ત્રીજા દિવસે યથાવત્ રહ્યો હતો. સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ લખાય છે ત્યારે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Read More...

 

ગોધરામાં 33 વર્ષથી રહેતો પાકિસ્તાની પકડાયો

 

- બનાવટી દસ્તાવેજો મળી આવ્યા

 

ગોધરામાં છેલ્લા 33 વર્ષથી રહેતા પાકિસ્તાનનો નાગરિક પકડાયો છે અને તેની પાસેથી ભારત-પાકિસ્તાન એમ બંને દેશનાં પાસપોર્ટ સહિત અનેક બનાવટી દસ્તાવેજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તે પાકિસ્તાન કેટલી વાર ગયો વગેરે સહિતની તપાસ પણ હાથ ધરી છે.

 

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved