Last Update : 24-August-2012,Friday

 

 

 

-મોડી રાત્રિથી વરસાદ ચાલુ

 

રવિવારની સવાર અમદાવાદીઓ માટે ઠંડકની સવાર બની રહી હતી. શનિવારે મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી, આ લખાય છે ત્યાં સુધી પડી રહ્યો છે. જેનાથી બફારામાંથી અમદાવાદીઓને રાહત મળી છે. લોકો પણ ઇચ્છી રહ્યાં છે કે સતત બે-ત્રણ દિવસ સુધી વરસાદ પડે, જેથી ઠંડકનો માહોલ જામે.

Read More...

 

 

-૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા

પુત્રીના લગ્ન માટે થોડાં થોડા કરીને એચ.ડી.એફ.સી. બેંકમાં ૧૦ લાખ રૃપિયા જમા કરાવનાર આઇ.ઓ.સી.ના અધિકારીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી સાઇબર ક્રીમીનલે ૯.૨૯ લાખ રૃપિયા ઉપાડી લીધાં હતાં. જે અલગ અલગ નવ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયેલાં તે એકાઉન્ટ બોગસ હોવાનું ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

 

-ઝાલાબોરડી ગામની ઘટના

આણંદ જિલ્લાના ઝાલાબોરડી ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી તથા તેના પુત્ર અને કોમ્પ્યુટર ક્લાર્કે ભેગા મળી દૂધ મંડળીમાંથી રૃા.૫.૪૦ લાખની ઉચાપત કર્યા બાદ તેના પર ઢાંકપીછોડો કરવા માટે દૂધ મંડળીમાં ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું. જેનો પર્દાફાશ થતાં જ નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ગામના સરપંચે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Read More...

 
કરોડો અપાવવાની લાલચે લાખોની ઠગાઇ

 

-બિલીમોરાનાં કહેવાતા તાંત્રિકે લૂંટ્યા

બીલીમોરા નજીકના બીગરી ગામના શખ્સે, તાંત્રિકવિધિ દ્વારા કરોડોરૃપિયાનો વરસાદ વરસાવી ત્રણ ગણા રૃપિયા આપવાની લાલચ આપી લાખ્ખો રૃપિયા પડાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ભોગ બનનારા બીલીમોરાના શખ્સે સુરત રેંજ આઇજીપીને કરતાં ચકચાર મચી છે. બીગરીના શખ્સે અનેક લોકોને લોભામણી લાલચો આપી લાખ્ખો રૃપિયા પડાવી લીધા હોવાનું

Read More...

 

 

-સ્ટાફે આખી રાતા પાણી ઉલેચ્યું

 

અમદાવાદમાં શનિવારે રાતથી શરૃ થયેલા વરસાદના કારણે ઓઢવ ફાયર સ્ટેશનમાં 3 ફૂટ પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે આખી રાત પાણી ઉલેચવું પડ્યું હતું. અમદાવાદમાં નરોડા,ઓઢવ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
ઓઢવ ફાયર બ્રિગેડ કચેરીમાં ગત્ મોડી રાત્રે પાણી

Read More...

 
બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત

 

-ડીસાના દામા ગામની ઘટના

ડીસામાં દામા ગામે એક બોગસ તબીબે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા એક વ્યક્તિને સામાન્ય તાવમાં વારંવાર હાઈડોઝ ઈન્જેક્સનો અને બાટલાઓનો મારો ચલાવી સારવાર કરતા આ શિક્ષકનું કરુણ મોત થયું હતું. દલીત પરિવારના શિક્ષિત યુવક ગુનાહીત મોત મામલાને દબાવી પાડવા મોડીરાત સુધી અનેક પ્રયત્નો થયા હતા. જોકે પોલીસને આ બાબતની જાણ થતા

Read More...

 

 

-પિતા-પુત્ર સામે ફરિયાદ

ગોતા સર્કલ નજીકની કરોડો રૃપિયાની જમીન એકવાર વેચી નાંખ્યા બાદ તેને ફરિવાર બિલ્ડર જયેશભાઇ કોટક અને તેમનાભાઇ પ્રવીણ કોટકને સમજૂતી કરારથી વેચવાના નામે ૯.૮૬ કરોડ વસૂલનારા પિતા-પુત્ર વિરૃધ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ નોંધાતાની સાથે જ ક્રાઇમબ્રાંચની ટીમે પ્રજ્ઞોશ પટેલ નામના જમીન દલાલની ધરપકડ કરી છે, જ્યારે તેના પિતાની શોધખોળ હાથ ધરી છે.

Read More...

 
ગુજરાતમાં જિનિંગ મિલો બંધ પડશે

 

-કપાસનો પાક નિષ્ફળ ગયો

 

અપુરતા વરસાદના લીધે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં કપાસનું વાવેતર નિષ્ફળ ગયું છે. જેના કારણે ખેડૂતોને તો મોટું નુકસાન થયું જ છે પરંતુ ૬પ૦ જેટલા જિનિંગ અને પ્રોસેસિંગ યુનિટ પણ સંકટમાં આવી ગયા છે. દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ખુલતાં તેના તાળાંચાલુ વર્ષે નહીં ખુલી શકે. કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે ગુજરાતમાં થતાં

Read More...

 

સુરતના અપહ્યુત ચાર વર્ષના બાળકની હત્યા

 

-મકાન માલિકાના દિકરાનું કારસ્તાન

સુરતમાં બે દિવસ પહેલાં ૪ વર્ષના દીપ અપહરણ કરાયું હતું જેની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મકાન માલિકના પુત્રએ દીપનું અપહરણ કરીને મકાનમાં ગોંદી રાખીને હત્યા કરવામાં આવી હતી. બાળકની હત્યા ખંડણી વસૂલવા કરી હોવાની શંકા સેવાઇ રહી છે.
સુરતના કાપોદ્રામાં યોગીચોક ખાતે શિવદર્શન સોસાયટી વિભાગ-૩ના મકાન એક ભાડાના મકાનમાં રહેતા

Read More...

 

જામનગરમાં નિવૃત્ત બેન્ક કર્મચારીની હત્યા

 

-ભેદી સંજોગોમાં હત્યા કરાઇ

 

જામનગરમાં એક નિવૃત્ત બેન્ક કર્મચારી વૃધની ભેદી સંજોગોમાં હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. પોતાના મકાનમાંથી તિક્ષ્ણહથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.પોલીસે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

જામનગરમાં બેકારીથી કંટાળી પેઇન્ટરનો આપઘાત

 

-બે દિકરીઓના લગ્નથી વ્યથિત હતો

જામનગરમાં એક પેઇન્ટરે બેકારીથી કંટાળીને પોતાના પરિવારજનોની નજર સામે શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપીને જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. મૃતક પેઇન્ટીગનો ધંધો કરતો હતો. પરંતુ ધંધો બરાબર ચાલતો નહી હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સતત સતાવતો હતો.

Read More...

 

વડોદરા શહેરમાં પોણા બે ઇંચ વરસાદ

 

-શિનોર તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ

 

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીનાં 24 કલાકમાં વડોદરા શહેરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

Read More...

 

અમદાવાદમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

 

-જોકે,પાંચ તાલુકામાં વરસાદ નહીં

 

શનિવારે રાત્રિથી શરૂ થયેલો વરસાદ અમદાવાદ શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો નોંધાયો છે. સવારે 10 વાગ્યા સુધીમાં 44 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારે પડેલા વરસાદથી શહેરીજનોમાં આનંદ વ્યાપી ગયો છે.

 

Read More...

 

સુરત:તોડ કરવા ગયેલી નકલી પોલીસ પકડાઇ

 

-ધમકી આપીને 8 લાખની માંગ

 

સુરતમાં રિંગરોડ પર ત્રણ શખ્સો ક્રાઇમબ્રાન્ચના નકલી પોલીસ કોન્સ્ટેબલનો સ્વાંગ રચીને એક વેપારીને ત્યાં જઇને ધાક ધમકી આપી હતી અને રૃપિયા 8 લાખની માંગણી કરી હતી. જો કે દુકાનના માલિકે સમયસૂચકતા વાપરીને પોલીસ કન્ટ્રોલરૃમને જાણ કરતાં અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા.

Read More...

 

ફટાકડાની દુકાનમાં આગ:માતા-પુત્ર ગંભીર

 

-અમદાવાદના કુબેરનગરની ઘટના

 

અમદાવાદમાં શનિવારે રાત્રે કુબનગર રેલ્વે ક્રોસીંગ પાસે આવેલી ફટાક઼ડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી.આગની લપેટમાં બાજુમાં આવેલી ત્રણ દુકાનો લપેટમાં આવી ગઇ હતી. આગમાં માતા તેમજ પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેટની ટીમે ઘટનાસ્થળે પહોચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Read More...

 

તો.. You Tubeનાં દરેક વિડીયોમાં CMમોદી દેખાશે

 

-200થી 500 કરોડનો ખર્ચ થવાની શક્યતા

 

એવું કહેવાઇ રહ્યું છે કે ભાગ્યે જ કોઇ એવું માધ્યમ હશે જ્યાં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન હોય. એવું જાણવા મળી રહ્યું છે કે જો બધુ યોગ્ય રીતે પાર ઉતરશે તો You Tubeનાં દરેક વિડીયોમાં CM મોદી દેખાશે. આ માટેનો સંભવિત ખર્ચ રૂ.200થી 500 કરોડની વચ્ચે રહી શકે છે.

Read More...

 

કળીયુગનાં શ્રવણે માતાની હત્યા કરી

 

-દાહોદ જિલ્લાની ચકચારી ઘટના

કળીયુગનાં શ્રવણે માતાને તલવારનાં ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ પુત્રએ માતાનો પગ કાપી નાંખ્યો હતો અને ત્યારબાદ શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં લીમડી ગામ પાસેનાં બોરસદ ફળીયામાં રહેતા 70 વર્ષીય સકુડીબેન ગજાભાઇ કલારાની તેમનાં જ

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved