Last Update : 24-August-2012,Friday

 

 

 

- સુરેન્દ્રનગરનો કિસ્સો

સુરેન્દ્રનગર જિલ્લામાં આઠમના મેળામાં મોતના કૂવામાં બાઇક ચલાવતા યુવકે બાઇક પરનો કાબૂ ગુમાવી બેસતાં ત્રણ લોકેને ઇજા થવા પામી હતી. આ ઘટનાના પગલે મેળામાં દોડધામ મચી જવા પામી હતી.અમદાવાદમાં મેળામાં બાળક મર્યો બાદ મેળા પર તવાઇ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા ખાતે આઠમના મેળામાં ભારે ભીડ જામી હતી ત્યાં મોતને કૂવામાં

Read More...

 

 

-લાંબા સમયથી બીમાર હતા

રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક વિજેતા, ગુજરાતી ભાષાનાં ખ્યાતનામ કવિ સુરેશ દલાલનું મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને રાત્રે 9 કલાકે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓનાં અવસાનનાં સમાચાર વાયુ વેગે ફેલાતા સાહિત્ય જગતમાં ઊંડા શોકની લાગણી ફેલાઇ છે.
ડો.સુરેશ દલાલનો જન્મ તા.11મી ઓક્ટોબર, 1932નાં રોજ મુંબઇ ખાતે થયો હતો. તેમણે એમ.એ., પીએચ.ડી.

Read More...

 

 

-અમદાવાદ નદીમાંથી લાશ મળી

અમદાવાદના ગાંધીબ્રિજ નીચે નદીમાંથી ફાયરબ્રિગેડે એક પોલીસ કોન્સ્ટેબલની કોહલાયેલી હાલતમાં લાશ કાઢી હતી. મૃતક અને તેનો ંમિત્ર પૂર ઝડપે કાર લઇને જતાા હતા ત્યારે બાઇક ચાલકને ટકકર મારતાં ટોળાથી બચાવ બે મિત્રોએ નદીમાં ઝંપલાવ્યું હતું જેમાં સુરેન્દ્ર દાતણીયાનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર તરીને બહાર જતો રહ્યો હતો.

Read More...

 
સુરત:ચાર વર્ષના બાળકનું અપરહણથી ચકચાર

 

- દિપ ઘર આગળ રમાતો હતો

 

સુરતમાં નોમના દિવસે એક ચાર વર્ષના માસૂમ બાળકનું ભર બપોરે અપહરણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સુરત પોલીસે બાળકની શોધખોળ કરવા ચક્રોગતિમના કર્યો છે.

Read More...

 

 

- ગાંધીનગરનો બનાવ

 

ગાંધીનગર એસ.ટી.ડેપોમાં આજે બપોર મીની લકઝરી બસ અચાનક સળગતાં એસટીડેપોમાં અફડાતફડી મચી જવા પામી હતી. જ્યાં બસ સળગી હતી ત્યાં નજીકમાં સીએનજી અને ડિઝલ પંપ આવેલા હતા જોકે ફાયરબ્રિગેડ તુંરત ઘટનાસ્થળે પહોચતાં મોટી જાનહાની ટળી હતી
ગાંધીનગર પથિકાશ્રમ એસટીડેપોમાં આજે બપોરે

Read More...

 
અમદાવાદથી વિમાનનું અપરહણ થઇ શકે છે

 

-આતંકવાદીમાં મહિલા પણ સામેલ

 

અમદાવાદ સહિત દેશના કોઇ પણ વિમાની મથક પરથી વિમાન હાઇજેક કરવાની આતંકીવાદીઓની ધમકીના પગલે અમદાવાદ સહિત ભારતના તમામ વિમાની મથકોને જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવ્યો છે. ધમકી ભર્યો પત્રમાં વિમાનનું અપરહણ કરવામાં પ્રવાસી તરીકે મહિલા આતંકવાદીનો ઉપયોગ કરવાની પણ શંકા સેવાઇ રહી છે

Read More...

 

 

- પાંચ લાખનો મુદ્દામાલ કબજે

 

સુરતમાં પોલીસે ૨૦ સ્થળે દરોડા પાડીને જાહેરમાં શ્રાવણીઓ જુગાર રમતા ૧૨૫થી વધું જુગારીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. જુગારીઓ પાસેથી પાંચ લાખનોે મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરતમાં પોલીસે કતારગામ, પોન્ડેસરા, વરાછા, કાપોદરા,ઉધના સહિતના વિસ્તારોેમાં જાહેરમાં લોકો જુગાર રમતા પકડાયા હતા.

Read More...

 
અંકલેશ્વર:સોનીનાં ઘરમાં ઘૂસી ગોળી મારી,શખ્સો ફરાર

 

-ચાર બુકાનીધારીઓ કારમાં આવ્યા

 

અંકલેશ્વર ખાતે જ્વેલર્સની દુકાન ધરાવતા સોનીનાં ઘરે ચાર બુકાનીધારીઓ પહોંચ્યા હતા અને તેની પત્નીને પકડી લીધી હતી અને પતિએ તેને બચાવવાનો પ્રયત્ન કરતાં તેનાં પગમાં ગોળી મારીને આ શખ્સો ફરાર થઇ ગયા હતા.
લોહીલુહાણ થયેલા પતિને તાત્કાલિક સ્થાનિકો હોસ્પીટલમાં લઇ ગયા હતા અને અત્યારે તે સારવાર હેઠળ

Read More...

 

સુરેશ દલાલે MSUનું VCપદ 8 માસમાં ફગાવ્યું હતું

 

-શિક્ષણમંત્રી સાથે વિવાદ થયો હતો

ગુજરાતી ભાષાનાં ખ્યાતનામ કવિ સુરેશ દલાલનું મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને ગઇકાલે રાત્રે 9 કલાકે નિધન થયું હતું. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે.

તેઓએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે આઠ માસ સુધી કુલપતિ તરીકે કાર્ય કર્યુ હતું અને તત્કાલિન શિક્ષણમંત્રી સાથે થયેલા વિવાદને કારણે તેમણે રાજીનામુ આપી દીધું હતું.

Read More...

 

જન્માષ્ટમીએ મટકી ફોડવા જતાં હાડકા ભાંગ્યા

 

-વડોદરાનાં મટકી ફોડનો કાર્યક્રમ

જન્માષ્ટીની શુક્રવારે વડોદરા શહેરમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં સલાટવાડા વિસ્તારમાં એક મટકી ફોડનો કાર્યક્રમ અકસ્માતમાં પરિણમ્યો હતો.

જેમાં મટકીફોડ માટે 30 ફૂટ ઊંચે દહીં-માખણ ભરેલી મટકી(હાંડી) રાખવામાં આવી હતી. માનવશ્રૃંખલા દરમિયાન અનેક ગોવિંદાઓ ઘાયલ થયા હતા પરંતુ એક

Read More...

 

બે વિદ્યાર્થિનીઓનું કેનાલમાં પડવાથી મોત

 

-વડોદરાની કરુણ ઘટના

જન્માષ્ટમીનો આનંદનો તહેવાર વડોદરા શહેરથી નજીક આવેલા ભીમપુરા ગામ માટે શોકપૂર્ણ બની રહ્યો. આ ગામની બે વિદ્યાર્થિનીઓ નર્મદા કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાથી નજીક આવેલા ભીમપુરા નજીકની નર્મદા કેનાલ પાસે રાધિકા પરમાર અને પારુલ રાઠોડ નામની બે કિશોરીઓ ઉભી હતી અને તે દરમિયાન અચાનક બંને નર્મદા કેનાલમાં પડી જતાં

Read More...

 

અમદાવાદ:કારમાંથી ગૌમાંસ પકડાયું

 

-લોકોએ કારનાં કાચ ફોડતા જાણવા મળ્યું

 

અમદાવાદમાં લોકોએ એક કારને આંતરીને ગૌમાંસ શોધી કાઢ્યું છે અને પોલીસને જાણ કરી હતી. જેમાં એક ડાર્ક ફિલ્મ લગાડેલી સેન્ટ્રો કારમાં શંકાસ્પદ જણાતા લોકોએ તે કારને અટકાવી હતી.

Read More...

 

વડોદરા:બાળકીનાં મગજનું વધારાનું પાણી બહાર કાઢ્યું

 

-અસહ્ય માથાનો દુઃખાવો હતો

વડોદરામાં એક નાની બાળકી ઉપર જવલ્લે જ થતી સર્જરી કરવામાં આવી હતી. જેમાં તેને સતત માથામાં અસહ્ય દુઃખાવો રહેતો હતો અને આંખે પણ ઝાંખપ આવી ગઇ હતી. ડોકટરો નિદાન કરીને મગજમાં વધારાનું પાણી ભરાઇ ગયું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે આ બાળકીની ન્યૂરો એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. સિનિયર ડોકટરોની ઉપસ્થિતિમાં તે બાળકીનાં મગજમાં

Read More...

 

MSU:વિદ્યાર્થી નેતા બનવા કોલેજીયનોનો ધસારો

 

-વિદ્યાર્થી સંઘની ચૂંટણી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં કોલેજીયનોનો વિદ્યાર્થી નેતા બનવાનો ધસારો જોવા મળી રહ્યો છે.
તા.14મી ઓગસ્ટનાં રોજ આ ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે તે પહેલા આજે ફેકલ્ટી રિપ્રેઝન્ટેટીવ તરીકેની 22 પોસ્ટ છે, તેને માટે 160 ઉમેદવારી ફોર્મ અત્યાર સુધીમાં વહેંચાઇ ચૂક્યા છે અને જી.એસ. તથા વાઇસ પ્રેસિડેન્ટ માટેની ગણતરીની

Read More...

 

ગોચર મુદ્દે રક્ષા શક્તિ યુનિ.ની ઓફિસ સળગાવી

 

-દહેગામનાં લવાડ ગામની ઘટના

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાનાં લવાડ ગામ ખાતે ગોચરની જમીન રક્ષા શક્તિ યુનિવર્સિટીને ફાળવવાનાં મુદ્દે લવાડ ગામ ગૌચર બચાવો સમિતિ દ્વારા ગુરુવારે રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આ રેલી તોફાની બનતા કામચલાઉ શેડ ઉપર બાંધવામાં આવેલી ઓફિસમાં તોડફોડ કરી હતી અને છેલ્લે તેને સળગાવી પણ કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ અણ્ણાનાં અરવિંદ કેઝરીવાલે પણ

Read More...

 

ત્રણ રૃપિયા માટે જીવ ગુમાવ્યો

 

-અમદાવાદના સાત ટોલટેક્સ કર્મીની હડતાળ

અમદાવાદ જિલ્લાના રણાસણ ગામ ટોલનાકા પર ગત રાત્રે રાજસ્થાનના ટ્રક ચાલકે ૩ રૃપિયા ઓછા આપતાં થયેલી તકરારમાં ટ્રક ક્લીનરે ટોલટેક્સ કર્મચારીને લાત મારતાં તેનું ટાયર નીચે કચડાતાં મોેત થયું હતું. આ ઘટનાના પગલે અમદાવાદના સાત ટોલટેક્સ ર્ક્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં તમામ ટોેલટેક્સ પરથી આજે વાહનો મફત જઇ રહયા છે.

Read More...

 

કળીયુગનાં શ્રવણે માતાની હત્યા કરી

 

-દાહોદ જિલ્લાની ચકચારી ઘટના

કળીયુગનાં શ્રવણે માતાને તલવારનાં ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ પુત્રએ માતાનો પગ કાપી નાંખ્યો હતો અને ત્યારબાદ શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં લીમડી ગામ પાસેનાં બોરસદ ફળીયામાં રહેતા 70 વર્ષીય સકુડીબેન ગજાભાઇ કલારાની તેમનાં જ

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved