Last Update : 24-August-2012,Friday

 

 

 

-તમામ ગામમાં બે માલધારી જાગશે

 

અમદાવાદ આસપાસના ૨૧ ગામોમાંથી ગૌવંશની ચોરી કરી જતાં કસાઈઓને પકડી પાડવા આજે માલધારીઓએ વિશાળ સંખ્યામાં એકત્ર થઈ અમદાવાદ રૃરલ એસ.પી.ને રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસના ૩૭ પોઈન્ટ અને હથિયારી પોલીસના પેટ્રોલીંગના એક્શન પ્લાન સાથે દરેક ગામમાં બે-બે માલધારી દ્વારા રખેવાળી સાથે સામુહિક પેટ્રોલીંગ શરૃ કરાયું છે.

Read More...

 

 

-સોલામાંથી જુગારખાનું પકડાયું

સોલામાં ભાગવત વિદ્યાપીઠ પાછળ બે વર્ષ પહેલા 'કલગી'ના જુગારખાનાનું સંચાલન કરતા પકડાયેલા 'કલગી'ના સાગરિત મૌલિક ઉર્ફે ભૂરિયાએ પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરી સોલા ગામની સીમમાં જ ચાલુ કરેલા જુગારખાના ઉપર ઝોન-૧ અને સોલા પોલીસે દરોડો પાડયો હતો. ફૂલપ્રુફ આયોજન વચ્ચે ચાલતા જુગારખાનામાં પોલીસ આવ્યાની જાણ થતાં જ જુગારીઓમાં નાસભાગ મચી હતી.

Read More...

 

 

-૩ જિલ્લામાં વિતરણ શરૃ

 

ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજય સરકારે અછત જાહેર કરી દેતાં કેન્દ્રમાંથી અછતને લગતાં કામો માટે વધુ ફંડ મેળવી શકાશે તેમ જણાવી સરકારના સૂત્રોએ ઉમેર્યું હતું કે હાલ પીવાના પાણી અને ઘાસચારાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં દરેક પશુપાલકને પશુની સંખ્યાના પ્રમાણમાં મહત્તમ ર૦ કિ.ગ્રા. ઘાસ આપવામાં આવશે.

Read More...

 
તો.. પેટ્રોલમાં સબસીડી, વિનામૂલ્યે દવાઓ

 

-કેશુભાઇ પટેલનું લોકોને વચન

ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે આજે પ્રજાલક્ષી રાહતોનું પેકેજ જાહેર કર્યું હતું. તેમનો પક્ષ સત્તામાં આવતાં રાજ્યને સલામતિ અને સુરક્ષીત ગુજરાત બનાવવાની ખાતરી આપી છે. મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત આપવા રાંધણ ગેસમાં સબસીડી, વીજળીના બીલમાં રાહત, એસ.ટી. બસના ભાડામાં ઘટાડો, શુધ્ધ પીવાનું પાણી, ખેડૂતોને રાહત માટે પેકેજ તથા ગુજરાત સરકારના કર્મચારીઓને ન્યાય,

Read More...

 

 

-એસ.જી.હાઇવેની ઘટના

 

ગાંધીનગર નજીક એસજી હાઈવે ઉપર આવેલી સાંજાચૂલા હોટલમાં ગઈકાલે રાત્રે અમદાવાદનો પરિવાર જમવા માટે આવ્યો હતો તે દરમ્યાન જમવામાં મીઠું વધારે પડવાની બાબતમાં પરિવારે ફરિયાદ કરતાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હોટલના માલિક સહિત બાર શખ્સોએ આ પરિવારના સભ્યોને ધોકાવ્યા હતા. જેમાં છ વ્યકિતને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવી

Read More...

 
દારૃનો નાશ કરતા રોલરની બ્રેક ફેઇલ થતાં..

 

-પોલીસ સહિતનાં અધિકારીઓ દોડ્યા

વાધોડિયા તાલુકાના પોલીસ ફાયરીંગ બટ વિસ્તારમાં દારૃની લાખો રૃપિયાની બોટલોનો નાશ કરતી વેળાએ રોલરની બ્રેક અચાનક ફેઇલ થઇ જતા સામે ઉભેલા ડે.ક્લેક્ટરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના દશ જેટલા વાહનો તરફ રોલર ઘસી ગયુ હતુ જો કે સામે ઉભેલા બધા સરકારી અધિકારીઓ ભાગતા તમામનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક મહિલા પીએસઆઇ જીપમાંથી કુદી પડયા હતા

Read More...

 

 

-યાત્રાધામ ડાકોરની ઘટના

યાત્રાધામ ડાકોરમાં ગોમતીધાટ ઉપર મંડપની એંગલો પડવાથી સર્જાયેલી દુર્ધટનાના કિસ્સામાં જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ ખુલ્લો પડયો છે.આ કિસ્સામાં કોઈ અગમ્ય કારણોસર મંડપના કોન્ટ્રાક્ટર પ્રધાન ડેકોરેટર્સને બચાવી ભીનું સંકેલવાના પ્રયનો થઈ રહ્યા છે.આ દુર્ધટના સંદર્ભ કલેકટર કચેરી ધ્વારા એવું નિવેદન જાહેર કરાયું છે. કે મંડપનું કામ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર ધ્વારા પૂર્ણ થયા બાદ માર્ગ

Read More...

 
એક જ મિલકત સાત બેંકમાં ગીરવે મુકી

 

-કરોડોની લોન લેવાનું કૌભાંડ

 

નવસારીનાં એક દંપતિએ આઠ વર્ષ અગાઉ પોતાની એક જ મિલકત શહેરની અલગ અલગ સાત બેંકોમાં ગીરવે મુકી તેના પર કરોડો રૃપિયાની લોન લેવાનું કૌભાંડ આચર્યું હતું. આ કિસ્સામાં ટાઉન પોલીસે આજરોજ લોન કૌભાંડ આચારનાર દંપતિ સહિત તેમને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપનારા બેંકના પેનલ વકીલો, ''નો-ઓબ્જેકશન સર્ટીફીકેટસ'' લખી આપનારા જમાલપોર

Read More...

 

વડોદરા:બાઇક ચાલુ કરવા જતાં સાપે ડંખ માર્યો

 

-યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો

 

વડોદરામાં ગઇકાલે રાત્રે યુવાનને એક સાપ અચાનક ડંખ મારતા, તેને એસ.એસ.જી.હોસ્પીટલ ખાતે દાખલ કરવો પડ્યો હતો અને તે ડોકટરોની દેખરેખ હેઠળ અત્યારે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં કોટા વિસ્તારમાં રાત્રે પોતાનાં ઘરેથી નીકળીને નીચે પડેલું પોતાનું બાઇક ચાલુ કરવા ગયો ત્યારે મીટર ઉપર રહેલા સાપે તેને ડંખ માર્યો હતો. જેને કારણે યુવાને ચીસ પાડી હતી

Read More...

 

સુરત:પતિએ ઠપકો આપતા પત્નીએ આત્મહત્યા કરી

 

-સાસુ સાથે બોલચાલ થઇ હતી

લગ્નનાં માત્ર બે મહિનાનાં જ સમયગાળામાં પત્નીએ પતિનાં ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ગળે ફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લીધું હતું. જેના લીધે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં પાંડેસરા, ભેસ્તાન ખાતેની પ્રિયંકા ગોલ્ડ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય સીમા બબલુકુમાર પાંડેને તેના સાસુ સાથે કોઇ બાબતે તકરાર થઇ હતી. જેના કારણે ડ્રાઇવરનું કામ કરતાં

Read More...

 

કોંગી કાર્યકર્તાઓનાં ક્રાંતિ દિનનાં કાર્યક્રમનો ફિયાસ્કો

 

-સુરતમાં ભાજપ ગાદી છોડેના સૂત્રોચ્ચાર થયા

સુરતમાં ઓગસ્ટ ક્રાંતિ દિનની ઉજવણીનો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો પરંતુ વરસાદી માહોલ કે અન્ય કારણ પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો થઇ ગયો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો આવવાને બદલે માત્ર ગણ્યા-ગાંઠ્યા 40થી 50 કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યકરોએ સુરતનાં ચોક બજાર ખાતે આવેલી

Read More...

 

અમદાવાદ:કારમાંથી ગૌમાંસ પકડાયું

 

-લોકોએ કારનાં કાચ ફોડતા જાણવા મળ્યું

 

અમદાવાદમાં લોકોએ એક કારને આંતરીને ગૌમાંસ શોધી કાઢ્યું છે અને પોલીસને જાણ કરી હતી. જેમાં એક ડાર્ક ફિલ્મ લગાડેલી સેન્ટ્રો કારમાં શંકાસ્પદ જણાતા લોકોએ તે કારને અટકાવી હતી.

Read More...

 

વડોદરા:બાળકીનાં મગજનું વધારાનું પાણી બહાર કાઢ્યું

 

-અસહ્ય માથાનો દુઃખાવો હતો

વડોદરામાં એક નાની બાળકી ઉપર જવલ્લે જ થતી સર્જરી કરવામાં આવી હતી. જેમાં તેને સતત માથામાં અસહ્ય દુઃખાવો રહેતો હતો અને આંખે પણ ઝાંખપ આવી ગઇ હતી. ડોકટરો નિદાન કરીને મગજમાં વધારાનું પાણી ભરાઇ ગયું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે આ બાળકીની ન્યૂરો એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. સિનિયર ડોકટરોની ઉપસ્થિતિમાં તે બાળકીનાં મગજમાં

Read More...

 

MSU:વિદ્યાર્થી નેતા બનવા કોલેજીયનોનો ધસારો

 

-વિદ્યાર્થી સંઘની ચૂંટણી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં કોલેજીયનોનો વિદ્યાર્થી નેતા બનવાનો ધસારો જોવા મળી રહ્યો છે.
તા.14મી ઓગસ્ટનાં રોજ આ ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે તે પહેલા આજે ફેકલ્ટી રિપ્રેઝન્ટેટીવ તરીકેની 22 પોસ્ટ છે, તેને માટે 160 ઉમેદવારી ફોર્મ અત્યાર સુધીમાં વહેંચાઇ ચૂક્યા છે અને જી.એસ. તથા વાઇસ પ્રેસિડેન્ટ માટેની ગણતરીની

Read More...

 

ગોચર મુદ્દે રક્ષા શક્તિ યુનિ.ની ઓફિસ સળગાવી

 

-દહેગામનાં લવાડ ગામની ઘટના

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાનાં લવાડ ગામ ખાતે ગોચરની જમીન રક્ષા શક્તિ યુનિવર્સિટીને ફાળવવાનાં મુદ્દે લવાડ ગામ ગૌચર બચાવો સમિતિ દ્વારા ગુરુવારે રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આ રેલી તોફાની બનતા કામચલાઉ શેડ ઉપર બાંધવામાં આવેલી ઓફિસમાં તોડફોડ કરી હતી અને છેલ્લે તેને સળગાવી પણ કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ અણ્ણાનાં અરવિંદ કેઝરીવાલે પણ

Read More...

 

ત્રણ રૃપિયા માટે જીવ ગુમાવ્યો

 

-અમદાવાદના સાત ટોલટેક્સ કર્મીની હડતાળ

અમદાવાદ જિલ્લાના રણાસણ ગામ ટોલનાકા પર ગત રાત્રે રાજસ્થાનના ટ્રક ચાલકે ૩ રૃપિયા ઓછા આપતાં થયેલી તકરારમાં ટ્રક ક્લીનરે ટોલટેક્સ કર્મચારીને લાત મારતાં તેનું ટાયર નીચે કચડાતાં મોેત થયું હતું. આ ઘટનાના પગલે અમદાવાદના સાત ટોલટેક્સ ર્ક્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં તમામ ટોેલટેક્સ પરથી આજે વાહનો મફત જઇ રહયા છે.

Read More...

 

કળીયુગનાં શ્રવણે માતાની હત્યા કરી

 

-દાહોદ જિલ્લાની ચકચારી ઘટના

કળીયુગનાં શ્રવણે માતાને તલવારનાં ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ પુત્રએ માતાનો પગ કાપી નાંખ્યો હતો અને ત્યારબાદ શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં લીમડી ગામ પાસેનાં બોરસદ ફળીયામાં રહેતા 70 વર્ષીય સકુડીબેન ગજાભાઇ કલારાની તેમનાં જ

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved