Last Update : 31-December-2012, Monday

 

ગુડ ન્યુઝ... બેડ ન્યુઝ...

- મન્નુ શેખચલ્લી


આજના સૌથી મોટા ગુડ ન્યુઝ એ છે કે આખરે ૨૦૧૨નું વરસ પૂરું થશે અને પ્રલય નહિ થાય! પરંતુ બેડ ન્યુઝ એ છે કે ૨૦૧૩માં આ દુનિયા સાલી, એની એ જ રહેવાની છે!
છાપાંઓમાં ગુડ ન્યુઝ બેડ ન્યુઝનો સિલસિલો આખું વરસ ચાલતો જ હોય છે. પણ ક્યારેક ક્યારેક જ આપણું ધ્યાન પડે છે! જુઓ...
* * *
ગુડ ન્યુઝ ઃ ભારતે પાકિસ્તાનને ટી-ટ્વેન્ટીમાં હરાવીને બે મેચની સિરીઝ ૧-૧થી સરભર કરી.
બેડ ન્યુઝ ઃ ભારત-પાકિસ્તાનની વન-ડે સિરીઝ બે મેચની નહિ, ત્રણ મેચની છે !
* * *
ગુડ ન્યુઝ ઃ આ વરસે બોલીવૂડની છ ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુ રૃપિયાનો ધંધો કર્યો.
બેડ ન્યુઝ ઃ છતાં ભારતના નેતાઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ પરવા નથી. કારણ કે ૧ લાખ ૮૬ હજાર કરોડની રકમ સામે ૬૦૦ કરોડની રકમ નેતાઓને ચણામમરા જેવી લાગે છે !
* * *
ગુડ ન્યુઝ ઃ દિલ્હીથી આવીને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે આપણા મુખ્યમંત્રીના મોંફાટ વખાણ કર્યાં.
બેડ ન્યુઝ ઃ મુખ્યમંત્રી હવે દિલ્હી ક્યારે જાય એની અહીં રાહ જોવાનું શરૃ થઈ ગયું છે!
* * *
ગુડ ન્યુઝ ઃ દિલ્હીમાં સોમવારથી ૧૦૯ નંબરવાળી રેપ-હેલ્પલાઈન શરૃ થઈ જશે.
બેડ ન્યુઝ ઃ દિલ્હીના અમુક જડથા જુવાનો હજી એમ સમજે છે કે રેપ-હેલ્પલાઈનમાં ફોન કરવાથી એમને 'રેપ' કરવામાં 'હેલ્પ' મળશે!
* * *
બેડ ન્યુઝ ઃ પ્રાયવેટ બસોમાં હવે કાચ ઉપર કાળી ફિલ્મ નહિ લગાડી શકાય, પરદા પણ નહિ પાડી શકાય જેના કારણે ઉનાળામાં પેસેન્જરોને ભારે ત્રાસ થવાનો છે.
ગુડ ન્યુઝ ઃ સારું થયું કે કોઈ જાહેર સુલભ શૌચાલયમાં આવો બળાત્કાર કેસ નહોતો બન્યો !
* * *
ગુડ ન્યુઝ ઃ આજે આપણે 'થર્ટી ફર્સ્ટ નાઈટ'ની ધમાકેદાર ઉજવણીઓ કરીશું...
બેડ ન્યુઝ ઃ કાલે સવારે આપણે ઓફીસો અને કોલેજોમાં જવું પડશે...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved