Last Update : 31-December-2012, Monday

 

જયાં સુધી પચીસ-પચાસ બળાત્કારીઓને ફાંસી પર લટકાવવામાં નહીં આવે ત્યાં સુધી આપણા દેશમાં બળાત્કાર ઓછા નહી થાય

- બળાત્કારીઓનો કેસ લડનાર વકીલનો બહિષ્કાર કરો
- ફાસ્ટટ્રેક કોર્ટને પણ બે દિવસમાં ચુકાદો આપવાનો કાયદો કરો.
- બળાત્કારીઓને ફાંસી પર લટકાવવામાં દયાની અરજી પણ આડે ન આવે એવો કાયદો કરો.
- કાયદો કડક કરવા વિતંડાવાદ કરનારનો બહિષ્કાર કરો
- આપણા દેશમાં ૧ મિનિટે ૧ કરતાં વઘુ બળાત્કારના બનાવ બને છે પણ પોલિસને ચોપડે બધા નથી નોંધાતા

દિલ્લીમાં ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) નો બનાવ બન્યો એણે આખા દેશને જગાડીને ઊભો કરી દીધો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે દિલ્હીની ફરતા પ્રદેશો તો જાગે જ પણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળ, વગેરે પ્રદેશો માંથી પણ એક જ અવાજ ઉઠ્યો છે કે ‘‘એમને ફાંસી આપો..’’ ‘‘ફાંસીથી કંઇ જ ઓછું નહી..’’
દિલ્હી હાઇકોર્ટ પણ સુઓ મોટોનો ઉપયોગ કરીને ૨૩ વર્ષની મેડીકલની વિદ્યાર્થીની ઉપર થયેલા સામુહિક બળાત્કારના બનાવ અંગે દિલ્હીના પોલિસ કમિશ્નર નિરજ કુમારનો બે દિવસમાં એ અંગેનો રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું. હાઇકોર્ટ ટીકા કરતાં કહેલું કે, ‘‘આ શહેરમાં કોઇ સલામત નથી.’’
ન્યાયાધિશોએ એવી પણ ટકોર કરી હતી કે, જે બસમાં મહિલા ઉપર બળાત્કાર થતો હતો એ બસ પોલિસના ચેક પોઇન્ટ ઉપરથી પસાર થઇ તો પણ એણે કોઇએ અટકાવેલી નહી.
કોર્ટમાં એક પીટીશન પણ થઇ છે કે બળાત્કારીઓ અંગેના કાયદામાં સરકાર ફેરફાર કરે અને આવા કેસો ન થાય એ માટે સખતમાં સખત સજા કરવામાં આવે. આ પીટીશન ઉપર દિલ્હીમાં બે જ દિવસમાં ૯૨,૯૦૫ નાગરિકોએ સહી કરી હતી.
કોલકતામાં પણ નાગરિકોએ કડક કાયદો કરવાની અને બળાત્કારીઓને ફાંસીએ લટકાવવાની માંગણી કરવામાં આવી હતી.
બેંગલોરમાં પણ જુદી જુદી સામાજીક સંસ્થાઓએ બ્રિગેડ રોડ ઉપર કેન્ડલ લાઇટમાં વિરોધ પ્રદર્શિત કરવા સાથે કાયદામાં ફેરફાર કરવાની સરકાર સમક્ષ માંગણી કરી હતી.
એવું લાગે છે કે હેવાનીયતનું આપણાં દેશમાં પ્રમાણ વધી રહ્યું છે, સમાજ કે કાયદાને કોઇનો ડર નથી રહ્યો. સમાજ પણ નિર્માલ્ય છે અને કાયદો તો વેચાતો મળે છે.
દિલ્હીના સામુહિક બળાત્કાર સામેના દેશભરમાં જે આંદોલનો ચાલતા હતા ત્યારે જ એટલે કે ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે દિલ્હીની જ એક અદાલતે આવો જ સામુહિક બળાત્કારનો જે બનાવ બે વર્ષ પહેલા બનેલો એનો ચુકાદો આપ્યો જેમાં સગીર વયની એક કિશોરીનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કરનારે ત્રણ ગુનેગારને દસ દસ વર્ષની કારાવાસની સજા અને પચાસ પચાસ હજાર રૂપિયાના દંડની સજા કરી.
જેને ગુનો જ કરવો છે, બીજાએ કરેલા ગુના ઉપરથી શીખવું છે, ગુનાના કારણે થયેલી સજા જેના ઘ્યાનમાં છે, એ સજા ભોગવ્યા પછી ઉલટાનું ગુનો ફરી કરવાનું જેને ચાનક છે... એને આવી સજા શું અસર કરવાની?
આવા ગુનેગારોને તો એવી સજા હોવી જોઇએ કે એ જોઇને બીજો કોઇ ફફડી જાય અને કોઇ એવો ગુનો કરવાની હંિમત ન કરે.
દા.ત. દુબઇમાં બળાત્કાર કરનારને કાં તો ફાંસીની સીધી સજા જ થાય છે. અથવા તો સ્ત્રી સામે સીસોટી વગાડનારને સીધી છ મહિનાની જેલ થાય છે... છ મહિના પછી જ કેસ ચાલે! એવી જ રીતે, ભેળસેળ કરનારને સીધો લટકાવવામાં જ આવે છે.
જ્યારે આપણે ત્યાં? બે વર્ષ પછી ચુકાદો આવ્યો અને ફક્ત દસ દસ વર્ષની જેલની સજા જ થઇ! બળાત્કારના કેસમાં આવી સજાનો શું અર્થ છે? હજી એ ગુનેગાર પાછો બીજી કોર્ટમાં પોતાનો કેસ દાખલ કરી શકે છે અને દસ વર્ષની સજા ભોગવ્યા પછી એ ફરી એનો એ જ બળાત્કારનો ગુનો નહી કરે એની શું ખાતરી?
આપણા દેશમાં દરરોજ ૧ મિનિટે એક કરતાં વધારે બળાત્કારના બનાવ બને છે પણ પોલિસમાં એની નોંધ નથી કરાતી. કાં તો પોલિસ ખાતું એની નોંધ નથી લેતું અથવા બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રી કે એના કુટુંબીઓ બનાવને દબાવી રાખવા પોલિસમાં નથી જતું. પોલિસ પણ લાંચ લેવામાં જ રસ રાખે છે.
રાષ્ટ્રીય ગુનાખોરી બ્યુરોએ જે તથ્ય જાહેર કર્યા છે એનો આધાર પોલિસમાં નોંધાયેલી ફરિયાદ છે. એ મુજબ દેશમાં દરરોજ ૫૦ કરતાં વઘુ બળાત્કાર થાય છે. બળાત્કારની બે ઘટનાઓ વચ્ચે ૨૨-૨૩ મિનિટનું અંતર હોય છે.
કોર્ટ અને પોલિસની સમગ્ર પ્રક્રિયા જ બળાત્કારના બનાવો વધારનારી છે સૌ પહેલા તો પોલિસ જે રીતની પૂછપરછ કરે છે એ જ બળાત્કારીને બચાવે એવી હોય છે. એ પછી ડોક્ટરી તપાસ. ત્યાં પણ લાંચ કામ કરતી હોય છે. એ પછી કોર્ટમાં વકીલો દ્વારા કરાતી પૂછપરછ.. એ બઘું બળાત્કારીઓને જાણે બચાવવા માટે હોય એવું લાગે.
હમણાં દિલ્લીમાં બસમાં જે ગેંગ રેપ થયો એ વખતે કોંગ્રેેસના વડા અને કેન્દ્ર સરકાર ઉપર અંકુશ રાખનાર સોનિયા ગાંધીએ દિલ્લીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષિતને અને કેન્દ્રના ગૃહ પ્રધાન સુશીલ કુમાર શંિદેને સુચના આપી કે, બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં એવા બનાવ ન બને એ માટેના અસરકારક પગલા લેવામાં આવે.
એ જ સોનિયા ગાંધીએ છ મહિના પહેલા હરિયાણામાં એક જ મહિનામાં બળાત્કારના ૧૯ બનાવ બનેલા ત્યારે હરિયાણાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સંિહ હુડ્ડાનો બચાવ કરતાં કહેલું કે, આખા દેશમાં બળાત્કારની બનાવો વઘ્યા છે... (એનો અર્થ એ થયો કે ... બળાત્કારના બનાવો હરિયાણામાં વઘ્યા એમાં ત્યાંના મુખ્યપ્રધાનનો શું વાંક?
બળાત્કારની બાબતમાં આપણા આખા દેશમાં દિલ્હીનો નંબર પહેલો છે. નેશનલ ક્રાઇમ બ્યુરો નામની સરકારી સંસ્થાના જણાવ્યા પ્રમાણે મુંબઇ કરતા દિલ્હી બળાત્કારની બાબતમાં ૨૫૦ ગણું, ચેન્નઇથી ૪૫૦ ગણું અને કોલકાતાથી ૩૫૦ ટકા વઘુ છે.
દિલ્હી પોલિસે મહિલાઓ ફરિયાદ કરી શકે એટલા માટે ટેલિફોન નંબર ૧૦૬૧ આપ્યો છે. દિલ્લી પોલિસ એ અંગે જણાવે છે કે ... આપ અમને આ નંબર પર જણાવો કે કોણ, ક્યાં તમને હેરાન કરી રહ્યું છે. તો અમે એની વિરૂદ્ધ પગલાં લઇશું.
પરંતુ બહુ ઓછી મહિલાઓ પોલિસે આપેલી એ હેલ્પ લાઇનનો ઉપયોગ કરે છે કારણ કે એક તો, પોલિસ ખાતાની મથરાવટી જ મેલી છે અને બીજુ, ટેલિફોન કરવામાં આવે તો કાં તો એ ઉપડતો નથી.. રીંગો વાગ્યા કરે અથવા સતત એન્ગેજ આવ્યા કરે.
કેટલીક સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બન્યા પછી જાતે જ આપઘાત પણ કરે છે. ટી.વી. ચેનલ ‘‘સાવધાન ઇન્ડીયા’’ માં આવા બળાત્કારના કિસ્સા અવારનવાર સત્ય ઘટના તરીકે દેખાડાય છે.
બે વર્ષ પહેલા અલ્હાબાદના એક મદરસામાં ભણતી અને ત્યાંના જ છાત્રાલયમાં રહેતી બે કિશોરીઓને અડધી રાતે છાત્રાલયની દિવાલો કુદીને કેટલાક છોકરા ઉપાડી ગયેલા અને પછી એમની સાથે સામૂહિક બળાત્કાર કરેલો.
એ પછી ત્યાંના કેટલાંક કાર્યકરોએ એ કિશોરીઓને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. તો એમનું મેડીકલ ચેક અપ કરાવવાનું આવ્યું ત્યારે એ કિશોરીઓને વઘુ પીડા થઇ. એમનું અપહરણ થયું અને બળાત્કાર થયો ત્યારે એ કિશોરીઓ રડી નહી હોય એ કરતાં વઘુ એ મેડીકલ ચેકઅપ વખતે રડી.
એક બીજી મહિલા જણાવે છે કે, મને જ્યારે જાણ થઇ કે હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે મારા એક મામાએ મારી સાથે બળાત્કાર કર્યો છે. ત્યાર થી હું અરીસામાં મારું મોં જોઇ શક્તી નથી. મને મારા પ્રત્યે જ ધૃણા થાય છે.
બીજી એક છોકરી એટલા માટે લગ્ન કરવા નહોતી ઇચ્છતી કે એ નાની હતી ત્યારે એની ઉપર બળાત્કાર થયો હતો.
આ પરિસ્થિતિનો એક જ ઉપાય છે કાયદો અને દુબઇ જેવો કાયદો.
- ગુણવંત છો. શાહ
***
બોનાન્ઝા
દરરોજ અડધો કલાક આંટા મારવાથી હાર્ટ એટેક દૂર રહે છે
હમણાં અમેરિકા અને જર્મનીમાં થયેલા સંશોધનોએ આપણે જે જાણીએ છીએ અને ઘણા જેનો અમલ પણ વર્ષોથી કરે છે એ હકીકત સાબિત કરી કે, દરરોજ અડધો કલાક બહાર બગીચામાં, રસ્તા પર કે ઘરમાં આંટા મારવાથી હાર્ટ એટેકને દૂર રાખી શકાય છે. એન્જિયોપ્લાસ્ટી જેવા મોંઘા ઉપચાર કરતાં આ મફતમાં ઉપચાર છે.
આ નવા સંશોધન પ્રમાણે કાર્ડિયોલોજીસ્ટ એ વિષે ગંભીરતાથી વિચારે છે. કેટલાક હોંશિયાર ચિકિત્સકોએ તો એન્જિયોપ્લાસ્ટીના બદલે ચાલવાનો આ વ્યાયામ પોતાના દર્દીઓમાં અજમાવવાનો શરૂ કરી દીધો છે.
કાર્ડિયોલોજીસ્ટના બાઈબલ તરીકે જાણીતા ‘જર્નરલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’ના હમણાંના એક અંકમાં છપાયેલા આ લાંબા લેખે ખળભળાટ મચાવી દીધો છે. ‘રેન્ડમ ઈન્ટરવેન્શન ટ્રીટમેન્ટ ઓફ ઈન્જાઈના-રીટા-૨’ નામના આ સંશોધન પાછળ સાત વર્ષ લાગ્યા છે અને હજી સંશોધન ચાલુ જ છે.
લગભગ ૧૦૦૦ કરતાં વઘુ હાર્ટપેશન્ટ ઉપર એન્જિયોપ્લાસ્ટી, દવાઓની અસર તથા બીજા વૈકલ્પિક ઉપાયોની અસરનો લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવેલો. એથી એમાં જણાયું કે વ્યાયામ અને ચાલવાની કસરત જેવા વૈકલ્પિક ઉપાયોની પણ એટલી અસર થાય છે જેટલી એન્જિયોપ્લાસ્ટી જેવી શુદ્ધ આઘુનિક ચિકિત્સાની.
એક ચોંકાવનારું સંશોધન એ પણ જણાયું કે, વ્યાયામ જેવો ઉપાય કરનાર હાર્ટ પેશન્ટને મોતનું જોખમ ટળે છે જ્યારે એન્જિયોપ્લાસ્ટી એવી કોઈ ખાતરી નથી આપતી.
જર્મનીમાં પણ આ દિશામાં જે સંશોધન ચાલતું હતું એમાં પણ આવા જ પરિણામ જણાયા.
જર્મનીના લીયજંિગ હાર્ટ સેન્ટરમાં થયેલા સંશોધનમાં જણાયું કે કોરોનરી આર્ટરી ડીસીઝમાં સ્ટેન્ટ એન્જીયોપ્લાસ્ટી કરતાં દૈનિક વ્યાયામ વઘુ સારો વિકલ્પ છે. (દાકતરને સર્જરીમાં મોટી રકમ... લગભગ લાખ બે લાખ રૂપિયા મળે એટલે એ આવા વિકલ્પ નથી બતાવતા અને ભય તથા જોખમનું જણાવીને સર્જરી કરી નાંખે છે.)
હૃદયરોગના દર્દીઓને દસ દસ મિનિટના ત્રણ ભાગમાં કાં તો વ્યાયામ કરવો જરૂરી છે અથવા ઝડપથી ચાલવાનું જરૂરી છે. વચ્ચે પાંચ પાંચ મિનિટનો આરામ પણ જરૂરી છે.
આ સંશોધનોએ અત્યારના દુનિયાભરના કાર્ડિયોલોજીસ્ટોની માન્યતાઓ અને ઉપચારના હાલના ઉપાયો વિષે વિચાર કરતા કરી દીધા છે.
વ્યાયામ અને ચાલવાથી હૃદય રોગીને લાભ છે એ તો બહુ જાણીતી વાત છે પણ એનાથી એન્જિઓપ્લાસ્ટીની સ્થિતિમાં આવેલા દર્દી પણ બચી જાય છે એ નવું સંશોધન અમેરિકા અને જર્મનીએ કર્યું છે. આર્ટરી બ્લોકેજની છેલ્લી સ્થિતિમાં આ પણ ફાયદાકારક થઈ શકે છે.
***
કોફી ટેબલ
આ ચૂંટણી ગુજરાતની જનતાને રૂપિયા ૧,૫૦,૦૦,૦૦,૦૦૦માં પડી !
‘‘લોકશાહીના પર્વ’’ તરીકે નવાજવામાં આવેલી હમણાં પૂરી થયેલી ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતાને રૂપિયા ૧ અબજ ૫૦ કરોડમાં પડી એટલે લગભગ ગુજરાતીઓના માથા દીઠ ૩૦ રૂપિયામાં પડી.
ગુજરાતમાં ૧૯૯૦માં જે ચૂંટણી થયેલી એનો કુલ ખર્ચ સરકારને ફક્ત (એટલે આપણને જનતાને) ૧૪ કરોડ રૂપિયા જ આવેલો.
એ પછી ૧૯૯૫માં એ ખર્ચ વધીને ફક્ત રૂપિયા ૧૮ કરોડ જ આવેલો.
૨૦૦૨માં જે ચૂંટણી થયેલી એનો ખર્ચ જનતાને (સરકારને એટલે જનતાને જ) ૪૪ કરોડમાં પડેલો. એ પછી ૨૦૦૭માં રૂપિયા ૭૫ કરોડ અને ૨૦૧૨માં રૂપિયા ૧૫૦ કરોડ કરતાં વઘુ.
આ સાથે ઉમેદવારનો ખર્ચ ગણીએ તો એક ઉમેદવાર દીઠ રૂપિયા ૮૦ કરોડ કરતાં વઘુ ખર્ચ થતો હોય છે. ચૂંટણી પંચે ઘણો અંકુશ રાખ્યો છે છતાં ઉમેદવાર દીઠ આટલો ખર્ચ આવે એવી રીત રસમ થઈ ગઈ છે.
આપણને પોષાય કે ન પોષાય પણ આ લોકશાહી છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved