Last Update : 31-December-2012, Monday

 

ઠંડીમાં અમૃતસમ 'ઘી'

- શિયાળામાં જ્યારે આબોહવા ઠંડી હોય ત્યારે ઘી આપણા શરીરને જરૃરી ઉર્જા પૂરી પાડે છે.ઘી સ્મૃતિવર્ધક ગણાય છે.ગ્રહણ ક્ષમતા વધે છે.

આજની ફેશનેબલ કન્યાઓ પાતળી દેખાવા તેલ, ઘી, માખણ જેવા પદાર્થો ખાવાનું ટાળે છે. તેમાંય 'ઘી'ના નામે તેઓ એવું મોઢું મચકોડે છે જાણે તેમની સામે કોઈએ કડવા કારેલાની પ્લેટ ધરી દીધી હોય. પણ નિષ્ણાતો કહે છે કે જો તમારી મમ્મી તમારા ભોેજનમાં એક ચમચી વધુ ઘી નાખે તોે તેને અમૃત સમજીને ખાઈ જાઓ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં. અલબત્ત, ઘીમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આમ છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. તેમાં રહેલા ફેટી એસિડ સરળતાથી પચે છે અને તેનું ઝડપથી ઉર્જામાં રૃપાંતર થાય છે. શિયાળામાં જ્યારે આબોહવા ઠંડી હોય ત્યારે ઘી આપણા શરીરને જરૃરી ઉર્જા પૂરી પાડે છે. ઘી સ્મૃતિવર્ધક ગણાય છે. તેનાથી ગ્રહણ ક્ષમતા વધે છે, જે લોકોને લેક્ટોઝ ન ફાવતું હોય તેઓ દૂધને બદલે ઘી લે તો દૂધમાં રહેલા બધા જ વિટામીન તેને ઘીમાંથી મળી રહે, આમ છતાં તે દૂધમાં રહેલું લેક્ટોઝ લેવાનું ટાળી શકે.
હા, ઉનાળાની મોસમમાં બાહ્ય વાતાવરણ ગરમ હોય અને તમને ભૂખ ઓછી લાગતી હોય ત્યારે ઘી પચાવવાનું થોડું ભારે પડે ખરૃ. પરંતુ ઠંડીના દિવસોમાં ભૂખ ઉઘડે ત્યારે ઘી સ્વાસ્થ્ય માટે લાભદાયક પુરવાર થાય છે.
તબીબો કહે છે કે ઠંડીના દિવસોમાં ઘી રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરે છે. ઘીને તમે ઉર્જાનું ઘટ્ટ સ્વરૃપ કહી શકો. તે અલ્પ પ્રમાણમાં લેવામાં આવે તોય તેમાંથી પૂરતી માત્રામાં એનર્જી અને કેલેરી મળી રહે છે. શિયાળામાં તમે કસરત ન કરો તોય એક ટેબલસ્પૂન જેટલું ઘી તમારા હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ અથવા સારું કોલેસ્ટરોલ)ના સ્તરને જાળવી રાખે છે. શિયાળામાં ઘીને કારણે પેદા થતી રોગપ્રતિકારક શક્તિને કારણે તાવ જેવી વ્યાધિથી દૂર રહી શકાય છે. તેનાથી ગળું સુંવાળુ રહે છે. એટલું જ નહીં, શરીરના સાંધાને ઘી ઉંજણ પૂરું પાડે છે, તેથી ઠંડીમાં સાંધાની પીડામાંથી બચી શકાય છે. તે ઓસ્ટિઓ-આર્થરાઈટીસ કે રૃમેટોઈડ આર્થરાઈટીસના દરદીઓ માટે અત્યંત લાભદાયક છે. તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને ઘૂંટણની પીડામાં પણ રાહત આપે છે. માત્ર શિયાળામાં જ નહીં, આખું વર્ષ પ્રમાણસર ઘીનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે ફાયદાકારક પુરવાર થાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved