Last Update : 31-December-2012, Monday

 

ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ

- એપ્સની મદદથી શીંગ કે બદામ જેવા એલર્જી કરી શકે એવા ખાદ્યપદાર્થનું પ્રમાણ જાણી શકાશે.

આપણે ગુજરાતીઓએ ક્યારેય ખાવા-પીવામાં બાંધછોડ નથી કરી. વેજ જયપુરીમાં શું નાંખવામાં આવે છે અને કેટલું નાખવામાં આવે છે એના વિશે ખાનારાને કંઈ લાગતું-વળગતું નથી હોતું તેમ છતાં ખબર હોય છે કે કઈ હોટેલમાં એની ગુણવત્તા વધુ સારી છે. ખાવા-પીવાની શૈલીમાં મોટા ભાગે સમય સાથે ફેરફાર થતા પણ શરીર એને ખમી શકતું હોય છે. જોકે કંઈક ખાતા અમુક વખત એની પ્રતિક્રિયા તરત જ આવી જતી હોય છે. ઉલટી, પેટમાં દુખાવો, ચામડીમાં ખંજવાળ કે આંખ સોજી જવા જેવી પ્રતિક્રિયા આવી શકે છે. આનું કારણ ખાદ્યપદાર્થની એલર્જી છે. વિશ્વભરમાં આઠ ટકા બાળકો અને બે ટકા પુખ્ત વયના લોકોને ફૂડ એલર્જી હોય છે. એની અસર ઘણી વખત જીવને મુશ્કેલીમાં મૂકી શકે એવી હોય છે. ઘણી વખત ફૂડ એલર્જી જન્મથી જ હોય છે અને અમુક વખત એ ઉંમર વધતાની સાથે ડેવલપ થતી હોય છે. ખાદ્યપદાર્થમાં વ્યક્તિને જેની એલર્જી હોય એની હાજરી અને માત્રા જાણવા માટે બજારમાં અનેક પ્રોડક્ટ કે મશિન ઉપ્લબ્ધ છે, પણ એમાં પ્રક્રિયા ઘણી જટિલ છે અને ભારે સાધનોની જરૃર પડેે.
લોસ એન્જલસમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ એવી એપ્લિકેશન અને ગેજેટનો વિકાસ કર્યો છે જેની મદદથી ખાવાની ચીજવસ્તુમાં એલર્જી હોય એવા એલર્જનની હાજરી છે કે નહીં એની જાણકારી આપી શકે. આ ઉપરાંત એલર્જન કેટલા પ્રમાણમાં છે એ વિશેની જાણકારી પણ તમારા મોબાઇલમાં વાંચી શકાશે. સંશોધકોએ આઇટયુબ નામના સાધનનો વિકાસ કર્યો છે જે વજનમાં ખૂબ જ હલકું છે અને સ્માર્ટફોન સાથે જોડી દેતા એ એલર્જનની હાજરી અને માત્રા બન્ને વિશે જાણકારી આપી શકે છે. ટેસ્ટ-ટયુબના ઉપયોગથી થતા પ્રયોગને કલરીમેટ્રિક એસે તરીકે ઓળખવામાં આવે છે.
એલર્જનની હાજરીના પ્રયોગ માટે પહેલાં ખાવાની ચીજવસ્તુનો બારીક ભુક્કો કરી નાખવામાં આવે છે. કસનળીમાં ગરમ પાણી નાખી એમાં આ ભુક્કો ઉમેરવામાં આવે છે. ત્યાર પછી કેટલું પ્રમાણ છે એ ચોક્કસપણે જાણવા ઉપયોગી દ્રાવણને ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને થોડી મિનિટ ઠંડું પાડવામાં આવે છે. ત્યાર પછી આ મિશ્રણમાં જુદા-જુદા ખાદ્યપદાર્થોની એલર્જી માટેનું પરીક્ષણ કરતા પ્રવાહીને એમાં ઉમેરવામાં આવે છે. જ્યારે પ્રયોગનો નમુનો તૈયાર થઈ જાય ત્યારે આઇટયુબ સ્માર્ટફોનના કેમેરા અને એક એપ્લિકેશનની મદદથી જાણકારી મેળવી શકાશે. આઇટયુબમાં કેમેરા વડે લેવામાં આવેલી નમુનાની તસવીરોને ડિજીટલ સ્વરૃપમાં ફેરવવામાં આવે છે અને એમાં નમુનામાં કેટલું પ્રમાણ રહેલું છે એ માપવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved