Last Update : 31-December-2012, Monday

 

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં

- શરીરના દરેક અંગનું એક આકર્ષણ હોય છે. હોઠ, આંખ બાદ હવે પીઠનો ભાગ સુંદરતામાં વધારો કરે છે.

બેકલેસ ડ્રેસીસ અથવા પીઠ ખુલ્લી દેખાય તેવા વસ્ત્રો દિવસે દિવસે પસંદગી પામી રહ્યાં છે. ખુલ્લું ગળું, પેટ કે કમરનો ભાગ અને પગ એવી જગ્યા છે, જ્યાં લોકોનું ધ્યાન તો સરળતાથી જતું જ હોય છે. જો પીઠ પણ ખુલ્લી હોય તો સ્ત્રીની સુંદરતામાં એ થોડો વધારો જરૃર કરે છે.
પણ ડ્રેસમાં છબરડાં વળતાં અટકાવવાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પીઠ ખુલ્લી દેખાડવી હોય ત્યારે તમે કેવા પ્રકારના વસ્ત્રો પહેરો છો, તે અગત્યનું છે. જો આંતર વસ્ત્રોની ખોટી પસંદગી કરશો તો વસ્ત્રની સુંદરતા તો મરી જ જશે કારણ કે ડ્રેસ ટેકવવા માટે ખભા ઉપર કોઈ ટેકો રહેશે નહીં. તેથી બેકલેસ ડ્રેસ પહેરતી વખતે સારી ફિટીંગવાળી વાયર બ્રા ખરીદવી જોઈએ, જે પટ્ટા વગરની હોય અથવા હોલ્ટર નેક હોય. ક્યારેય પારદર્શક પટ્ટાવાળી બ્રા પણ પહેરવી નહીં કારણ કે તેને કારણે ખભાપર નિશાન પડી જાય છે.
આવા ડ્રેસ પહેરો ત્યારે સુવિધાનો અનુભવ થાય તે સૌથી વધુ અગત્યનું છે. વળી, એ ધ્યાન રાખવું કે બેકલેસ ડ્રેસનું ગળું પહોળું હોય નહીં. મોટું ગળું હશે તો ડ્રેસને પીઠ પાછળથી ટેકોનહીં મળવાને કારણે ડ્રેસ ફીટીંગ વગરનો દેખાશે. આ પછી, ડ્રેસ પીઠ ઉપર બરાબર બંધબેસતો હોવો જોઈએ. જો બેકલેસ ડ્રેસ પાછળથી પણ ખુલ્લો રહી જાય તો લોકોને શરીરના નીચેના ભાગનું 'પ્રદર્શન' થશે!
આજે બેકલેસ ગાઉન અને હોલ્ટર ટોપ ખૂબ પ્રસિધ્ધ થઈ રહ્યાં છે તો ભારતીય વસ્ત્રો સાડી અને બ્લાઉઝમાં પીઠ ખૂબ જ સુંદર રીતે દેખાડી શકાતી હોય છે. ભારતીય સ્ત્રીઓનું ફિગર સાડી માટે શ્રેષ્ઠ હોય છે. તેને હોલ્ટર અથવા પીઠ દેખાય તે રીતે બ્લાઉઝ પહેરવામાં આવે તો તે ખૂબ જ સુંદર દેખાય છે. ખુલ્લી પીઠ દર્શાવતાં ડ્રેસ અથવા સાડી યુવતીને સુંદર દેખાડવા ઉપરાંત પરંપરાગત પણ દર્શાવે છે. પણ દરેક સ્ત્રીને તે સારું લાગે તે જરૃરી નથી. સાથે, બેકલેસ ડ્રેસ પહેરતા પહેલાં પીઠ સ્વચ્છ દેખાય તેનું ધ્યાન પણ રાખવું જરૃરી છે. ત્વચા ઉપર ડાઘ કે ફોડકી હોવી જોઈએ નહીં. કુદરતી રીતે પીઠનો આકાર કેવો છે તે જોવું પણ જરૃરી છે. ગયા વર્ષ કેન્સ ફેસ્ટીવલમાં ઐશ્વર્યાએ બેકલેસ ડ્રેસ પહેર્યો ત્યારે તેમાંથી દેખાતી ચરબીની ખૂબ ટીકા થઈ હતી. તેનો ડ્રેસ સુંદર હોવા છતાં તેની ચરબી છૂપાવી શક્યો નહોતો. તેથી તેના જેવી ભૂલ આપણે કરીએ નહીં તે ધ્યાનમાં રાખવા સુંદર પીઠ હોય તો જ બેકલેસ ડ્રેસ કે બેકલેસ બ્લાઉઝ પહેરવાનો શોખ રાખવો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved