Last Update : 31-December-2012, Monday

 
દિલ્હીની વાત
 

જાતીય સંવેદના સર્જન માટે ઢંઢોળતો ઘંટનાદ
નવીદિલ્હી,તા.૨૯
વર્ષ હતાશાસર્જક બનાવ સાથે પૂરું થઈ રહ્યું છે. સિંગાપોરની માઉન્ટ એબિઝાબેથ મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયા છતાં દિલ્હીની ગેંગરેપની ભોગ બનેલી યુવતીને બચાવી શકાઈ નહિં. પાટનગરે બળાત્કારની ઘટનાનો શાંત વિરોધ કર્યો. વડાપ્રધાન, સોનિયા ગાંદી અને ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થિનીના મૃત્યુ બદલ ખેદ વ્યક્ત કર્યો. ઉપરાષ્ટ્રપતિએ ઘટનામાંથી સમાજસુરક્ષાનો માર્ગ મળી આવવાનો આશાવાદ સેવ્યો છે. સોનિયાએ દોષિતોને સખતસજાની ખાતરી આપી છે. અલબત્ત, જેનો ઉત્તર શોધાઈ રહ્યો છે એ પ્રશ્ન છે ઃ સ્ત્રી જાતિ પ્રત્યેની અસંવેદનશીલતાનો અંત આવે એ માટે આ કમનસીબ બનાવના પગલે રાષ્ટ્રીય જાગૃતિ ઊભી થશે ? પીડીતા મોત સામે ઝઝૂમી રહી હતી, સરકાર પર ચોમેરથી તડી પડી રહી હારી ત્યારે માત્ર બળાત્કારના સમાચાર જ નહિં, રાષ્ટ્રપતિના કોંગી સાંસદપુત્ર અભિજીત અને એક ટીએમસી નેતા સહિતના રાજકારણીઓની જાતીયતા સંબંધી ટિપ્પણીઓ અખબારોના મથાળાઓમાં ચમકી રહી હતી. એના મૃત્યુના એક દિવસ અગાઉ જ અલીગઢ, હિસ્સાર, ભટિબ્દા, દહેરાદૂન, બારમેર અને મોરાદાબાદમાં બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. બહાર નહિ આવેલી બળાત્કારની ઘટનાઓ ચોક્કસપણે વધુ હોઈ શકે. આ વિષયમાં છેલ્લામાં છેલ્લો ઘટસ્ફોટ એ છે કે, દેશમાં સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ જ્યાં નોંધાય છે એ સ્થળ દિલ્હી નથી, પરંતુ મધ્યપ્રદેશ છે. આ રાજ્ય બાળસંબંધી ગુન્હાઓમાં પણ સહુથી અગ્રેસર છે.
લાંબુ ચાલનારી લડત
મહિલા કાર્યકરોના મતે જાતીયતા સંબંધી અસંવેદનશીલતા દૂર કરવા માટેની લડત લાંબી ચાલશે અને આવશ્યક છે. આ જંગ, ઘર અને નોકરી - વ્યવસાયના સ્થળોએથી શરૃ કરવો પડે. દેશનું સત્તાકેન્દ્ર રાયસિના હિલ્સ અને ઇન્ડિયા ગેટ ખાતે થયેલા વિરોધી દેખાવોમાં જોવા મળેલો ગુસ્સો, માત્ર આ કેસ પુરતો મર્યાદીત નહોતો,પરંતુ એ સ્ત્રી સલામતી બાબતે અસંવદનશીલ અને બે ધ્યાન સરકાર વિરોધી ગુસ્સાનું પ્રતિબિંબ હતો. ગેંગરેપની પીડીતાનું બલિદાનદેશને સ્ત્રી સલામતી અને સ્ત્રી સન્માન પ્રતિ દોરી જાય એવી આશા રહે છે.
પૂર્વ મુખ્ય સચિવ દ્વારા શીલાની તરફેણ
દિલ્હીના મુખ્ય પ્રધાન શીલાદિક્ષિતે દિલ્હીપોલીસને પોતાની સરકારના હાથ નીચે રાખવાની માંગણી દોહરાવી છે. જયારે એમના કોંગી સાંસદ પુત્ર સંદીપે પોલીસ કમિશનરની હાકલપટ્ટીની માંગણી કરી રહ્યાં છે. માત્ર શીલા જ નહિ, છેલ્લા બે દાયકામાંંદિલ્હીના મુખ્ય પ્રધાનપદે આવેલા તમામ નેતાઓ દિલ્હી પર એમનો નહિ, પરંતુ કેન્દ્રના ગૃહ મંત્રાલયનો અંકુશ રહેતો હોવાસામે ગુસ્સો વ્યક્ત કરતા રહ્યાં છે. જોકે હવે કશું નક્કર કરવાનો સમય આવી ગયો છે. એમ દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ શૈલજા ચંદ્રાએ જણાવ્યું. લોકોને વીજળી, પાણી, જાહેર પરિવહન, શિક્ષણ અને સ્વાસ્થ્યસંબંધી સેવા પુરી પાડતી સરકારનો પોલીસ પર પણ અંકુશ હોવો જોઇએ, એમ એમણે ઉમેર્યું.
કેટલાક શુભ સંકેત
દિલ્હી પોલીસ દિલ્હી સરકાર સાથે ભૂંડી લડાઇમાં વ્યસ્ત હતી. ત્યારે લોક જુવાળને પગલે કેટલાક સારા નિર્ણયો લેવાઇ ગયા છે. આ નિર્ણયો અનુસાર પોલીસ મથકોમાં પોલીસ અધિકારીઓની સંખ્યા વધારાશે. સ્ત્રીઓની અવમાનના દર્શક કેસો સાથે કામ પાર પાડવા માટે એને તાલીમ પણ અપાશે. દિલ્હીના પોલીસ મથકોમાં સ્ત્રી પોલીસ અધિકારીનું મહેકમ મંજુર ૬૪૬ના સ્થાને ૯૭૪ જેટલુ છે. એક સચ્ચાઇ છે કે સારી એવી સંખ્યામાં મહિલા પોલીસ અધિકારીઓને બિન- પોલીસ મથકોમાં ગોઠવવામાં આવ્યા છે.
ઘ્ભ બસમાં હોમ ગાર્ડ
દિલ્હી સરકાર ડીટીસી બસમાં બપોરે ૩ થી રાતના ૧૧ દરમિયાન હોમ ગાર્ડ ગોઠવવાનું વિચારી રહી છે. દિલ્હી પોલીસથી ઉલટુ, હોમગાર્ડ દિલ્હી સરકારના હાથમાં છે. કામકાજના કલાકો દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોવાથી સ્ત્રીઓની તમામ પ્રકારની સતામણી અને છેડતી પણ થવાની તકો રહે છે. હોમગાર્ડને બંદુકો અપાશે નહિ, પરંતુ એમની પાસે સતસવીર ઓળખ બેજ રહેશે અને એ રૃટ પર આવતા પોલીસ મથકોની માહિતી રહેશે, એમ દિલ્હીના પરિવહન પ્રધાન રમાકાંત ગોસ્વામીએ જણાવ્યું છે.
બંદીવાનો પણ બળાત્કારીને ધિક્કારે છે
એક સારો સંકેત એ છે કે ગેંગરેપના આરોપીઓને માત્ર આમ જનતા જ નહિ, તિહાર જેલના બંદીવાનો પણ એને ધિક્કારે છે. તિહાર જેલના અહેવાલો અનુસાર, જેલમાં રહેલા અન્ય કેદીઓથી બળાત્કારીને સુરક્ષિત રાખવાનું કામ જેલ સત્તાવાળાઓ માટે અઘરૃ હતું. અન્ય બંદીવાનોએ એમના પર શારીરિક હલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો. એમને એકથી બીજા સ્થળે લઇ જવાતા ત્યારે અન્ય બંદીવાનો એમના વિરૃધ્ધ ટીકાત્મક ટિપ્પણીઓ કરતા હતા. જેલમાં વખતો વખત બળાત્કારીઓ આવતા રહેતા હોવા છતાં, આવુ પ્રથમ વાર બની રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે પાંચમાંથી બે બળાત્કારીઓએ જણાવ્યું છે કે જો એમને છોડી દેવાશે તો તેઓ જીવનભર પીડીતાની સેવાસુશ્રુષા કરતા રહેશે.
તોમર કેસના પગલે બીજા કેસને જીવતદાન
ગેંગરેપ વિરોધી દેખાવો દરમિયાન ઇન્ડિયા ગેટ ખાતે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સુભાષ તોમરનું મોત થતા એના પરિવારને વળતર આપવાના કરાયેલો નિર્ણયથી આ પ્રકારના અગાઉના કેસ પણ પુનર્જિવિત થયા છે. ગત વર્ષની તા.૫ જુને બાબા રામદેવના રામલીલા મેદાન ખાતે આંદોલન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જમાં મારી ગયેલી નાગરિક રાજબાલાનુ પરિવાર હજી મદદ માટે પોકારી રહ્યું છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved