Last Update : 31-December-2012, Monday

 

ઘણાં લોકો અનેક સમસ્યાઓ વચ્ચે વિકલ્પ શોધીને ખીલી ઊઠે છે.
આમ આદમી ખરેખર શું ઇચ્છે છે

ઓનલાઇન - અરૃણ નહેરૃ

 

- ૨૩ વર્ષની યુવતી પર થયેલા સામુહિક બળાત્કારની ઘટનાથી દેશ હચમચી ગયો છે

- કોંગ્રેસના કાર્યકરોને કોઇ મોટા નૈતિક બૂસ્ટની જરૂર છે. કેમ કે સમાચાર માઘ્યમોમાં પક્ષ વિરૂઘ્ધનું સતત નેગેટીવ આવ્યા કરે છ

 

હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી પરિણામો હજુ હવામાં ગૂંજી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે અદ્‌ભૂત પરિણામો મેળવ્યા છે જયારે ગુજરાતમાં સફાયો થતા બચી ગઈ છે. હિમાચલ પ્રદેશ વિશે મારું અનુમાન એવું હતું કે કોંગ્રેસ પાતળી બહુમતીથી જીતશે પરંતુ તે ખોટું હતું. કોંગ્રેસ આસાન બહુમતીથી જીતી છે જેનો શ્રેય કોંગ્રેસ પ્રમુખને જાય છે. તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીર ભદ્રસંિહને ચૂંટણી કામગીરીનો હવાલો સોંપવાનો સમયસર નિર્ણય લીધો હતો. ગુજરાતમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસનીય દેખાવ કર્યો છે. એન્ટી-ઇન્કમબન્સી ટ્રેન્ડને હટાવીને તેમણે વિજય હેટ્રીક નોંધાવી હતી. આ બંને ચૂંટણીઓની અસર તાત્કાલીક રીતે ભવિષ્ય પર શું પડશે તે અંહી સમાવાયું છે.
હિમાચલ પ્રદેશમાં એન્ટી-ઇન્કમબન્સી ટ્રેન્ડનો સામનો ભાજપે કરવાનો હતો. આ ટ્રેન્ડનો સામનો ભાજપે મઘ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટકમાં કરવાનો છે. જયારે કોંગ્રેસે પણ આ ટ્રેન્ડનો સામનો રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં કરવો પડશે. હાલની સ્થિતિ જોતા મને નથી લાગતું કે લોકસભાની ચૂંટણીઓ વહેલી આવે. જેના કારણે વહેલી ચૂંટણી ઇચ્છતા તૃણમુલ કોંગ્રેસ, અન્નાડીએમકે અને અકાલી દળ જેવા પ્રાદેશિક પક્ષોને ફટકો વાગશે. આ પક્ષો વહેલી ચૂંટણી ઇચ્છે છે પરંતુ તેના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. મને લાગે છે કે પ્રજા કોંગ્રેસને સમજે છે. કોંગ્રેસના કાર્યકરોને કોઇ મોટા નૈતિક બૂસ્ટની જરૂર છે. કેમ કે સમાચાર માઘ્યમોમાં પક્ષ વિરૂઘ્ધનું સતત નેગેટીવ આવ્યા કરે છે પરંતુ હકીકતે એવું નથી. આ બધાની અસર જોડાણવાળા પક્ષોના ભાવિ પર થવાની છે. જેનો લાભ ભાજપ કરતા કોંગ્રેસને વઘુ થવાનો સંભવ છે.
જયારે હું આ આર્ટીકલ લખી રહ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ૩૬ બેઠકો અને ભાજપે ૨૬ બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતમાં ભાજપે ૧૧૫ બેઠકો મેળવી છે જયારે કોંગ્રેસે ૬૩ બેઠકો મેળવી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટી ઇન્કમબન્સી ટ્રેન્ડને ફગાવ્યો છે અને ૨૦૦૭ના ચૂંટણી પરિણામોવાળી કરી છે. જેના કારણે દિલ્હી ભાજપની ઓફિસ પણ સક્રિય બની છે. ભાજપનું નેતૃત્વ સંભાળવાની ક્ષમતા મોદીમાં છે. ભાજપ જો ૧૨૫ - ૧૩૫ બેઠકો લાવત તો રાજકીય ચિત્રમાં થોડો ફરક આવત. મને આશ્ચર્ય છે કે ભાજપની ટોચની નેતાગીરીના પ્રશ્ને વિવાદ હોવા છતાં હિમાચલ અને ગુજરાત ભાજપના પરિણામો પર તેની અસર પડી નથી.
ઘણીવાર એવું બને છે કે ઘણાં લોકો અનેક સમસ્યાઓ વચ્ચે વિકલ્પ શોધીને ખીલી ઊઠે છે. મને યાદ છે કે ઉપહાર સિનેમાની દુર્ઘટાનામાં ઘણાં લોકોએ જાન ગુમાવ્યા હતા. ન્યુયોર્કમાં ૯/૧૧ ના રોજ થયેલો હુમલો ટવીન ટાવર્સથી બહુ દુર નહોતો. મેં બીજું પ્લેન બિલ્ડીંગને ટકરાતું લાઇવ ટીવી પર જોયું હતું. ટવીન ટાવર્સ એક પછી એક તુટી ગયા હતા. ત્યારબાદ આપણે મુંબઈમાં ૨૬/૧૧નો હુમલો જોયો હતો. જેમાં સેંકડો માર્યા ગયા હતા. જેમાં પાકિસ્તાનથી આવેલા સશસ્ત્ર કમાન્ડોએ ઠંડે કલેજે લોકોની હત્યા કરી હતી.
અમેરિકાની સ્કૂલમાં ૬-૭ વર્ષનાં બાળકો પર ૨૦ વર્ષના યુવાને આડેધડ ગોળીઓ ચલાવી હતી. હુમલાખોરે રાઇફલ, બે હેન્ડગન અને યુદ્ધમાં ઉતર્યા હોય એવો યુનિફોર્મ પહેર્યો હતો.
અમેરિકામાં કંઈ સામુહિક હંિસાચારની આ પ્રથમ ઘટના નથી. આ વિશે ઘણું-ઘણું લખાયું છે, બોલાયું છે, નદીઓમાં ઘણાં આંસુ વહી ગયા છે. પરંતુ જેમના સ્વજનના મોત થયા છે તેમના કુટુંબીઓને શાંત્વન મળતું નથી. આપણે હંિસાચારનો અલગ પ્રકાર જોયો છે. ૨૩ વર્ષની યુવતી પર થયેલા સામુહિક બળાત્કારની ઘટનાથી દેશ હચમચી ગયો છે. પ્રથમ તો તે સાજી થઇ જાય તેની તેના કુટુંબને બળ મળે એવી પ્રાર્થના કરીએ.
પ્રજા શું ઇચ્છે છે તેની આપણને ખબર હોવાનો દાવો કરીએ છીએ પણ શું આમ આદમી ખરેખર શું ઇચ્છે છે તેની આપણને ખબર છે ખરી ?? અહીં કેટલીક ઘટનાઓ છે જેમ કે બાલ ઠાકરેનું અવસાન થયું ત્યારે બે થી ત્રણ મીલીયન લોકો મુંબઇના રોડ પર અંજલિ આપવા ઉમટી પડયા હતા. જેની સામે બે યુવતીઓએ ફેસબુક પર કોમેન્ટ કરતા ઉભા થયેલા ઉહાપોહે વિવાદ ઉભો કર્યો હતો. સમાચાર માઘ્યમોએ આ કેસની સામે જોરદાર વાંધો ઉઠાવતા કેસો પાછા ખેંચાયા હતા. શિવસેનાએ પણ તેની લડાયક ભાષાને મૌન કરી દેવી પડી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન આઇ.કે. ગુજરાલની અંતિમ વિધીના કારણે ઉભા કરાયેલા ટ્રાફીક નિયંત્રણે મોટો વિવાદ ઉભો થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઇ છે.
એક યુવતીને ઘાતકી રીતે મારવામાં આવી, તેના પર બળાત્કાર ગુજારાયો, ચાર થી છ જેટલા જંગલી યુવકોએ આચરેલા આ અધમ કૃત્યના કારણે યુવતી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ બધા જંગલીઓ કસ્ટડીમાં છે. બળાત્કાર, જાતીય-સતામણી, કાયદો અને વ્યવસ્થા દરેકની ઉપર આક્રોશ ઠલવાઈ રહ્યો છે. સમાનતાનો પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે. અહીં એ પણ હકીકત છે કે વસ્તિનો ૫૦ ટકા ભાગ મહિલાઓનો છે અને બાકીના ૫૦ ટકા મહિલામાંથી જ આવે છે !!
વાતાવરણમાં પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. વહિવટની ત્રણેય પાંખ સામે આંગળી ચીંધાય છે. સમગ્ર સમાજ પ્રશ્ન પૂછી રહ્યો છે કે શું આ પ્રકારના ઘાતકી બળાત્કારની ઘટના ગુડ-ગવર્નેસનો એક ભાગ છે ?
લોકસભાના અઘ્યક્ષ મીરાં કુમાર તાજેતરમાં હોસ્પિટલની મુલાકાતે ગયા ત્યારે બળાત્કારનો ભોગ બનેલ યુવતીના માતા-પિતા સાથે વાત કરીને તેમને હંિમત આપતા જોયા હતા. મીરાંકુમારે ઇચ્છા વ્યકત કરી છે કે કોઈ બીજી યુવતી સાથે આવું નરાધામ કૃત્ય ના થવું જોઈએ. મઘ્યમવર્ગમાંથી આવતું આ પરિવાર છે. તેમને બે પુત્રો છે. દિકરીને ડોકટર બનાવવા તેમણે જમીન વેચી દીધી હતી. આજે સ્થિતિ એ છે કે તે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 

 

 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved