Last Update : 31-December-2012, Monday

 

બળવાખોરીના દસ ‘ઝેરીલા’ નુસખા !

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- સૂત્રો પોકારીને કે યાદી બાળીને શું મળશે ? બળવાખોરી તો એવી ખતરનાક રીતે કરો કે...

 

ચૂંટણીઓ માથે આવી ગઈ છે. ઉમેદવારોની યાદીઓ જાહેર થઈ ગઈ છે પણ ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને માટે બળવાખોરોની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. બધા મોટા મોટા નેતાઓ વિચારી રહ્યા છે કે આ બળવાખોરોનું કરવું શું ?
પણ અમે ઊંધું વિચારી રહ્યા છીએ.
અમે એમ વિચારી રહ્યા છીએ કે બળવાખોરોએ બળવો શી રીતે કરવો જોઈએ ? કારણકે માત્ર ઉમેદવાર-યાદી બાળવી કે સૂત્રો પોકારવાથી કશું થવાનું નથી ! હકીકતમાં તો તમારે પક્ષના મોવડીઓ અને અસલી ઉમેદવારોની એવી વાટ લગાડવી જોઈએ કે બેટમજીઓને જીંદગીભર યાદ રહે !
તો પ્રસ્તુત છે થોડા બળવાખોરીના ઓરીજીનલ નુસખા...
* * *
(૧) બ્લેન્ક કોલ્સ કરાવો ઃ
જુદા જુદા ૧૦૦-૧૫૦ માણસો પાસે (તમારા એટલા તો ટેકેદારો હોય ને ?) એમના ઓળખીતા-પાળખીતાના મોબાઈલ નંબરો પરથી ધમકીના ફોનો કરાવો ‘‘બેટમજી...ટિકીટ તો લીધી છે...પણ જીતે છે કેવી રીતે ?...ખબર પડશે !’’
* * *
(૨) ધમકીભર્યા પત્રો મોકલાવો ઃ
‘‘ઘરમાંથી પ્રચાર કરવા બહાર નીકળ્યો છે તો ટાંટિયો ભાંગી નાંખીશ !’’ એવી ધમકીઓ લખેલા લેટર તો મોકલવાના....પણ બીજા બે ડમી ઉમેદવારોના નામે !
છો અંદરોઅંદર લડ્યા કરતા !
* * *
(૩) ધમકીભર્યાં નિમંત્રણો મોકલાવો
જે ઉમેદવારને ટિકીટ મળી હોય તેના સૌથી ફેવરેબલ વિસ્તારમાંથી જ ધમકીભર્યા નિમંત્રણ મોકલાવો કે ‘‘સાહેબ, જ્યાં સુધી અમારા એરિયામાં તૂટેલી-ફૂટેલી સડક રીપેર નહિ કરાવો અને ઉભરાતી ગટર સરખી ના કરાવો ત્યાં લગી અહીં વોટ માગવા આવતા જ નહિ....હા, એ પછી જરૂરથી આવજો ! તમારું હાર્દિક સ્વાગત છે.’’
* * *
(૪) પક્ષમાં રહીને જ નુકસાન કરો
બળવો કરવા માટે પક્ષ સાથે છેડો ફાડવાની જરૂર જ ક્યાં છે ? પક્ષમાં જ રહો ! ખૂબ વફાદારી બતાડો ! ઉમેદવારની વાહવાહ કરો ! અને પછી....
- જ્યાં જ્યાં ધાબળા વહેંચવાના હોય ત્યાં ચાદરો વહેંચી આવો !
- જ્યાં જ્યાં દારૂની બોતલો વહેંચવાની હોય ત્યાં દૂધની કોથળીઓ પહોંચાડો !
- અને જ્યાં રોકડા રૂપિયા વહેંચવાના હોય ત્યાં એ કામ અંધારામાં કરો અને અંધારાનો લાભ લઈને પેલી સાવ છોકરાંઓને રમવા માટે મળે છે એવી નકલી નોટો વહેંચાવડાવો !
...સરવાળે મતદારો જ બળવો કરશે !
* * *
(૫) જવાબદારીપૂર્વક વર્તો !
પક્ષમાં જ રહીને, વિશ્વાસ કેળવીને પહેલાં તો જવાબદારીઓ લો ! પછી કામો એવી રીતે પાર પાડો કે...
- ઉમેદવારનાં વાહનોની જવાબદારી લીધી હોય તો એકસામટાં છ વાહનોમાં પંચર પડવાં જોઇએ !
- જાહેરસભામાં બોલાવેલી મેદની માટે નાસ્તાની જવાબદારી લીધી હોય તો એ બધાને નાસ્તો કર્યા પછી ઝાડા છૂટી જવા જોઇએ !
- જાહેરસભામાં માઈક અને લાઉડસ્પીકરોની જવાબદારી લીધી હોય તો બરોબર નેતાજી બોલવા ઊભા થાય ત્યારે જ સાઉન્ડ કટ થઇ જવો જોઇએ ! (હવે સમજ પડીને, કે મુખ્યમંત્રીજીના થ્રી-ડી પ્રસારણમાં અવાજ કોણ કટ કરાવતું હશે !)
* * *
(૬) ખુલાસા કરતી પત્રિકાઓ છપાવો
રાતોરાત વીસ-પચ્ચીસ હજાર પત્રિકાઓ છપાવીને મતદારોમાં વહેંચી મારો, જેમાં તમારા ઉમેદવારનો એવો ખુલાસો છપાયો હોય કે ‘‘અમુક અખબારોમાં જે સમાચાર છપાયા છે કે હું ફલાણી ફલાણી બાઈ સાથે રંગરેલિયાં મનાવતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને રોજ રાત્રે મારા ફાર્મ હાઉસમાં રૂપવંતી સ્ત્રીઓની અવરજવર હોય છે, એ સમાચાર સાવ ખોટ્ટા છે.’’
(હકીકતમાં આવા કોઈ સમાચાર ક્યાંય છપાયા જ ના હોય ! પણ તમે આવો ખુલાસો કરતી પત્રિકાઓ વહેંચો એટલે પબ્લિક એમ જ માને કે બેટમજી ખરેખર ચાલુ માણસ હશે !)
* * *
(૭) મતદારોને ગીફટ મોકલાવો
અમુક ઉમેદવારો પોતાના મહિલા મતદારોને ગીફટ તરીકે સાડી વગેરે મોકલતા હોય છે. આ ટાઈપની ગીફટમાં થોડો ખર્ચ કરીને એક જ આઈટમ ઉમેરો....મહિલા મતદારોને સાડી જોડે ‘બ્રા’ પણ મોકલાવો !
- પછી જુઓ મઝા !
* * *
(૮) લેન્ડલાઈનથી ઝનૂની પ્રચાર કરો
ફોનથી પ્રચાર કરવા માટે લેન્ડલાઇન ફોન બહુ સારો પડે છે. કારણ કે એક તો ડાયરેક્ટ ઘરમાં વાત પહોંચે છે અને બીજું, તમારો લેન્ડલાઈન નંબર ટ્રેસ કરવો મુશ્કેલ છે !
હવે કરવાનું શું, કે પ્રચાર તો તમારા પોતાના જ પક્ષના ઉમેદવારનો કરવાનો છે, પણ કેવી રીતે કરવાનો ?...ગાળાગાળી કરીને ! ‘‘સાલા હરામખોર, નાલાયક નીંભર, હલકટ ! એક વાત કાન ખોલીને સાંભળી લે, અમારા ફલાણાફલાણા ભાઈને જ વોટ આપવાનો છે. બીજા કોઇને આપવાનો વિચાર સુઘ્ધાં કર્યો છે તો ટાંગ તોડી નાંખીશું !’’
- બસ, જેટલા ફોન કરશો એટલા વોટનું ગાબડું !
* * *
(૯) ચૂંટણીના દિવસે ‘મહેનત’ કરો
યાદ રાખો, પક્ષમાં જ રહીને પક્ષની જ પથારી ફેરવવાનું કામ છેલ્લી ઘડી સુધી કરવાનું છે !
- મતદારોને આપવાની સ્લીપમાં મતદાન મથકનું નામ ખોટું જ લખો ! (જેથી મતદાનના દિવસે મતદાર ધક્કા ખાઇ ખાઇને કંટાળી જાય.)
- મતદાન બુથની બહાર ટેબલ નાંખીને બેઠા હો ત્યારે નામ શોધી આપવામાં ગોટાળા કરો, વાર લગાડો, ધક્કા ખવડાવો, ખોટા બુથમાં ધકેલો અને કારણ વિનાના સત્તર સવાલો પૂછ્‌યા કરો.
મતદારો બુથ તરફ જતા હોય ત્યારે રતનપોળના સાડી સેલ્સમેનોની જેમ એમનો જીવ ખાઈ જાવ ઃ ‘‘ભાભી ભાજપનો આપજો હો ? ભાભી ભાજપ હોં ? ભૂલાય નહિ ! કાકી, ભાજપ એટલે બેસ્ટ ! આન્ટી ભાજપ ભાજપ ભાજપ ! બેબી ભાજપમાં જ મજા છે હોં ! દાદી ભાજપ ! સાંભળ્યું ? મોટેથી કહું છું ભાઆઆ જઅઅઅ પઅઅઅ...કમળ કમળ કમળ કમળ....’’
(ટૂંકમાં એટલો ત્રાસ કરી નાંખો કે એ લોકો તમને વોટ આપવાના હોય તોય હરગિઝ ના આપે !)
* * *
(૧૦) છેલ્લે, ખરખરો કરો
છેવટે પરિણામો આવે અને તમારો ‘પ્રિય’ ઉમેદવાર હારે ત્યારે કોઇ સ્વજનનું મૃત્યુ થઇ ગયું હોય એવું સોગિયું ડાચું કરીને ખરખરો કરતાં કહો કે ‘‘સાલા, આ બળવાખોરોને કારણે જ તમે હાર્યા....બાકી તો....’’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 

 

 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved