Last Update : 31-December-2012, Monday

 

ડેલ પોટ્રો આર્જેન્ટીના તરફથી પ્રથમ રાઉન્ડની મેચ નહીં રમે
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો

નડાલ ઇજાના કારણે રમવાનો નથી

મેડ્રીડ,તા.૩૦
આવતા વર્ષે ડેવિસ કપ જીતવાની સ્પેનની આશાને બેવડો ફટકો પહોંચ્યો છે. નડાલ ઇજાગ્રસ્ત છે અને તે સ્પેન અને કેનેડા વચ્ચે રમાનારી પ્રથમ રાઉન્ડની ટાઇમાં રમવાનો નથી. જે પછી હવે ફેરરે પણ આ ટાઇમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. કેનેડાની ટીમમાં બીગ સર્વર રાઓનિક હાજર હોવાથી સ્પેનીશ ટીમ દબાણ હેઠળ રહેશે. તેમાંય બે સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી તેમને પરેશાન કરી શકે છે.
ફેરરના એજન્ટ અલ્બર્ટ મોલીનાએ કહ્યું કે, ફેબુ્રઆરીમાં ૧ થી ૩ તારીખ દરમિયાન વાનકુવરમાં સ્પેન અને કેનેડા ટકરાવાના છે અને તેમાં ૩૦ વર્ષીય ફેરર ભાગ લેવાનો નથી. આ નિર્ણય તેને તેના વ્યસ્ત કાર્યક્રમને કારણે લેવો પડયો છે. તે દોહા અને ત્યાર બાદ ઓકલેન્ડમાં રમવાનો છે, જે પછી તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા જશે. આ પછી તે ડેવિસ કપમાં ભાગ લેવા માટે વાનકુવર જાય તેવી શક્યતા પણ સર્જાતી નથી.
તેણે ઊમેર્યું કે, તે માત્ર કેનેડા સામેની ટાઇમાં રમવા માંગતો નથી, કારણ કે ચાલુ વર્ષે તેણે માત્ર પાંચ જ દિવસની રજા લીધી હતી. આટલા વર્કલોડને કારણે તે હવે સાવચેતી સાથે આગળ વધવા માંગે છે.
પાંચ વખતનું ડેવિસ કપ ચેમ્પિયન સ્પેન આ વખતે ફાઇનલમાં ચેક રિપબ્લિક સામે હારી ગયું હતુ. જુન મહિનાથી નડાલને ઘુંટણની ઇજા સતાવી રહી છે અને તે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ રમવાનો નથી. ૧૧ વર્ષ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા નડાલનું ગલ્ફમાં યોજાયેલા એક્ઝીબીશન ટુર્નામેન્ટથી પુનરાગમન થવાનું હતુ. જો કે વાઇરસને કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનો નથી. નડાલ હવે ક્લે કોર્ટ સિઝનથી ટેનિસમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે.
દરમિયાનમાં આર્જન્ટીનાની પ્રથમ રાઉન્ડની ટાઇમાં સ્ટાર ખેલાડી ડેલ પોટ્રો વ્યસ્ત કાર્યક્રમને કારણે રમવાનો નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved