Last Update : 31-December-2012, Monday

 

ટોની ગ્રેગ ઓસ્ટ્રેલિયન એટીટયૂડ ધરાવતા ઈંગ્લિશ ક્રિકેટર હતા ઃ બીલ લૌરી
'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી

ટોની ડાયનેમિક ક્રિકેટર, નિર્ભય વિચારક હતાઃ રિચી બેનો

સીડની,તા.૩૦
સાઉથ આફ્રિકામાં જન્મેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટોની ગ્રેગના નિધનને કારણે ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો હતો. ક્રિકેટ વિશ્વએ ટોની ગ્રેગને શ્રદ્ધાંજલી આપતાં તેમને 'આધુનિક ક્રિકેટના પિતામહ' તરીકે ઓળખાવ્યા હતા. ક્રિકેટમાં નવીનતાને અપાનાવવા માટે તેઓ સદા તત્પર રહેતા અને તે માટે નિર્ભયપણે પોતાના વિચારો પણ રજુ કરતાં. ટોની ગ્રેગને શ્રદ્ધાંજલી આપતાં 'ધ ઓસ્ટ્રેલિયન' અખબારમાં પીટર લાલોરે લખ્યું કે, તેઓ આધુનિક ક્રિકેટના પિતામહ હતા અને તેઓ માનતા કે ક્રિકેટ ચાહકોને મનોરંજન પુરુ પાડે તેવુ હોવું જોઇએ અને સાથે સાથે તેમાં કટ્ટર પ્રતિસ્પર્ધા હોવી જોઇએ. આજે ક્રિકેટ-વિશ્વએ એક દિગ્ગજને ગુમાવ્યા છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને જાણીતા કોમેન્ટેટર તેમજ ટોની ગ્રેગની સાથે કોમેન્ટ્રી કરી ચુકેલા રીચી બેનોએ કહ્યું કે, તેઓ એક ડાયનેમિક ક્રિકેટર હોવાની સાથે નિર્ભિક વિચારક અને એક એન્ટટેઇનર હતા. તેમનામાં ઉર્જાનો અખૂટ સ્ત્રોત હતો. તેમના જેવો મિત્ર ગુમાવીને હું ખુબ જ દુઃખી થયો છું. કેરી પેકરના પુત્ર જેમ્સે કહ્યું કે, જ્યારે ક્રિકેટના વિકાસ માટે પરિસ્થિત પ્રતિકૂળ હતી ત્યારે તેઓ મારા પિતાની સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા રહ્યા હતા. તેમણે ક્રિકેટના યુવા અને ભાવિ ચાહકો તેમજ ક્રિકેટરો માટે ઘણું બધુ કર્યું છે, જેના કારણે આજનો ક્રિકેટ ચાહક તેમનો ઋણી રહેશે.
ટોની ગ્રેગના એક સમયના તીવ્ર હરિફ અને ત્યાર બાદ કોમેન્ટેટર તરીકેની કારકિર્દીમાં તેમના ખાસ મિત્ર એવા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન બિલ લૌરીએ પણ તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. લૌરીએ કહ્યું હતુ કે, તેઓ ઓસ્ટ્રેલિયન એટીટયૂડ ધરાવતા ઈંગ્લિશ ક્રિકેટર હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું કે, મને તેમની સ્પર્ધાત્મકતા માટે હંમેશા માન રહ્યું છે પછી તે ક્રિકેટના મેદાન પરની હોય કે પછી કોમેન્ટ્રીની. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ક્લાર્કે કહ્યુ હતુ કે, મેં હજુ થોડા દિવસ પહેલા જ તેમની સાથે વાત કરી હતી. આ સમાચાર મારા માટે ખરેખર આંચકાજનક રહ્યા. તેમને સતત મારો સાથ આપતાં મને યોગ્ય સલાહ આપી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved