Last Update : 31-December-2012, Monday

 

જમશેદ અને યુનુસને નોટઆઉટ જાહેર કરવાનો નિર્ણય વિવાદિત
નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

અમ્પાયર એસ.રવિના નિર્ણયથી ભારતની મુશ્કેલી વધી

ચેન્નઇ,તા.૩૦
ભારતનો પાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં છ વિકેટથી પરાજય થયો હતો, જે માટે ભારતની નબળી બેટિંગની સાથે સાથે કંગાળ અમ્પાયરિંગને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમ્પાયર એસ.રવિના પાકિસ્તાનની બેટિંગ વખતના કેટલાક નિર્ણયો ભારતની વિરૃદ્ધમાં ગયા હતા અને તેના કારણે પાકિસ્તાનને ફાયદો થયો હતો. જેના કારણે ચાહકોમાં ચર્ચા ચાલી હતી કે, જો અમ્પાયરના તે નિર્ણયો યોગ્ય રહ્યા હોત તો મેચ વધુ રોમાંચક બનત અને પરિણાંમ ગમે તે ટીમની તરફેણમાં આવી શકે તેમ હતું.
પાકિસ્તાનની ઇનિંગની ૧૮મી ઓવરમાં અશ્વિનની બોલિંગ હતી ત્યારે અણનમ સદી ફટકારનારો જમશે માત્ર ૨૪ રને રમતો હતો.પહેલા જ બોલ પર જમશેદ થાપ ખાઈ ગયો હતો અને બોલ અંદરના પેડને ટકરાઇને સ્લિપમાં સેહવાગ પાસે પહોંચ્યો હતો. જ્યાં સેહવાગે તેને આબાદ ઝીલી લીધો હતો. ભારતે આ માટે પહેલા કેચ આઉટની અને ત્યાર બાદ લેગબિફોરની અપીલ કરી હતી પણ અમ્પાયર એસ.રવિએ બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો.
આ પછી ૨૮મી ઓવરમાં પણ અશ્વિનની બોલિંગમાં જ યુનુસને લેગબિફોર આઉટ આપવાની ભારતની આત્મવિશ્વાસભરી અપીલને રવિએ ઠુકરાવી દીધી હતી. યુનુસ ત્યારે ૪૬ રને હતો અને સ્વિપ મારવા જતાં તે બોલને મીસ કરી ગયો હતો. ભારતને જમશેદ અને યુનુસે ૧૧૨ રનની ભાગીદારી કરતાં હાર તરફ ધકેલ્યું હતુ.

 

 

ધોનીની સદી મુશ્કેલ પરિસ્થિતીમાં નોંધાઇ ઃ મિસબાહ
પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં પાછુ ફરવું શક્ય નહતું ઃધોની

ચેન્નઇ,તા.૩૦
પાકિસ્તન સામેની પ્રથમ વન ડેમાં પરાજય બાદ કેપ્ટન ધોનીએ કહ્યું કે, પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં પરત ફરવું મુશ્કેલ હતું. મેં પીચ પર ટકીને સંઘર્ષ કર્યો. શરૃઆતમાં સસ્તામાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં પાછુ ફરવું શક્ય હોતું નથી. જો કે અમે ટીમને અત્યંત નાલેશીભરી સ્થિતીમાં ઉગારવામાં સફળ થયાં અને ૨૨૭ના સ્કોર સુધી પહોંચાડી પણ આખરે તો આ સ્કોર જીતવા માટે પુરતો નહતો.
અંહીની મુશ્કેલ પીચ પર ટોસ ની હાર પણ નિર્ણાયક રહી અને ત્યાર બાદ પાકિસ્તાનના બોલરોએ અસરકારક બોલિંગ કરી. પાકિસ્તાનના કેપ્ટન મિસબાહે ભારતીય કેપ્ટન ધોનીની ઇનિંગને બિરદાવતા કહ્યું કે, તેની ઇનિંગ ખરેખર અત્યંત મુશ્કેલ પરિસ્થિતીમાં નોંધાઇ હતી. તેણે જોરદાર સંઘર્ષ કર્યો હતો. તેણે એકલા હાથે અમારી પાસેથી મેચ આંચકી લેવાનો પ્રયાસ કર્યો, જો કે આખરે જમશેદ સારૃ રમ્યો અને અમે જીત્યા. તેણે ફાસ્ટ બોલરો જુનેદ અને ઇરફાનના વખાણ કર્યા. ધોનીની અણનમ સદી બાદ પાકિસ્તાનના કેપ્ટન સહિતના ખેલાડીઓએ તેની સાથે હાથ મિલાવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved