Last Update : 31-December-2012, Monday

 
 

ધોનીની અણનમ ૧૧૩ રનની બ્રેવ-હાર્ટ ઇનિંગ ઃ જુનેદ ખાનની ચાર વિકેટ
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

૨૨૮ના પડકારને પાકિસ્તાને ૪ વિકેટે ૪૮.૧ ઓવરમાં ઝીલ્યો એક તબક્કે ૨૯/૫ની આઘાતજનક પરિસ્થિતીમાંથી ધોનીએ ભારતને ઉગાર્યું
ધોનીની અશ્વિન સાથે ૧૨૫*ની અને રૈના સાથે ૭૩ રનની ભાગીદારી જમશેદના ૧૦૧* ઃ હવે ૩જી જાન્યુઆરીએ બીજી વન ડે

ચેન્નઇ,તા.૩૦
ટોપ ઓર્ડરના ફ્લોપ શો બાદની અત્યંત તનાવભરી સ્થિતીમાં ધોનીની ૮મી સદી સાથેની ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેની ૧૨૫ બોલમાં અણનમ ૧૧૩ રનની કેપ્ટન ઇનિંગ છતાં ભારતનો પાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં છ વિકેટથી પરાજય થયો હતો. શરૃઆતમાં ૨૯ રનમાં પાંચ વિકેટ ગુમાવવાના આઘાતમાંથી ભારતને ઉગારતાં ધોનીએ અશ્વિન(૩૧*)ની સાથે અણનમ ૧૨૫ અને રૈના (૪૩*)ની સાથે ૭૩ રનની ભાગીદારી કરતાં ટીમના સ્કોરને ૬ વિકેટે ૨૨૭ રન સુધી પહોંચાડયું હતુ. જો કે પાકિસ્તાને જમશેદના અણનમ ૧૦૧ અને યુનુસની ૫૮ રનની ઇનિંગને સહારે ૧૧ બોલ બાકી હતા ત્યારે છ વિકેટથી વિજય મેળવી લીધો હતો.ત્રણ ટેસ્ટની શ્રેણીમાં પાકિસ્તાને ૧-૦થી સરસાઇ મેળવી હતી, હવે બીજી મેચ ૩જી જાન્યુઆરીએ રમાશે.
પાકિસ્તાને ટોસ જીતીને ચેન્નઇના વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવવા માટે પહેલા બોલિંગ પસંદ કરી હતી. ફાસ્ટ બોલરોને અનુકૂળ પરિસ્થિતીમાં ભારતીય બેટ્સમેનો પીચ પર ટકવામાં નિષ્ફળ રહ્યા હતા. સેહવાગ ૪, ગંભીર ૮, કોહલી ૦, યુવરાજ ૨ અને રોહિત શર્મા ૪ રને આઉટ થતાં ભારતીય ચાહકો અને ડ્રેસિંગરૃમ હતપ્રભ થઇ ગયો હતો. ટોપ ઓર્ડરે પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનેદ ખાન સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.મોહમ્મદ ઇરફાને ગંભીરની વિકેટ ઝડપી હતી. આ તબક્કે ભારતનો સ્કોર ૨૯ રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. આ તબક્કે ભારત માંડ ૧૦૦ રન કરી શકશે તેમ લાગતું હતું ત્યારે ધોનીએ કમાન સંભાળી હતી.
ધોનીએ રૈના સાથે ૨૩.૪ ઓવરમાં ૭૩ રનની ભાગીદારી કરી હતી. ધોનીએ બે વર્ષ બાદ સદી ફટકારતાં ૩ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે ૧૨૫ બોલમાં ૧૧૩-રન અણનમ રહીને નોંધાવ્યા હતા. રૈનાએ ૮૮ બોલમાં ૨ ચોગ્ગા સાથે ૪૩ અને અશ્વિને ૩૯ બોલમાં ૨ ચોગ્ગા સાથે અણનમ ૩૧ રન કર્યા હતા. જુનેદ ખાને ૪૩ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
આસાન લાગતાં પડકારને ઝીલવા મેદાન પર ઉતરેલા પાકિસ્તાનના બેટ્સમેનોને પણ ભારતીય ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરવો પડયો હતો. જો કે ભારતનો કોઇ બોલર પાકિસ્તાનના જુનેદની જેમ છવાઇ ગયો નહતો. બી.કુમારે તેની વન ડે કારકિર્દીની પ્રથમ મેચના પહેલા જ બોલ પર પાકિસ્તાનના ઇન ફોર્મ કેપ્ટન હાફિઝને ક્લિન બોલ્ડ કર્યો હતો. જો કે જમશેદે આસાન લાગતા પડકારને ઝીલવા ધીરજથી બેટિંગ કરતાં ૧૩૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૧૦૧ રન નોંધાવ્યા હતા. જ્યારે યુનુસે ૫૮ તેમજ શોએબ મલિકે અણનમ ૩૪ રન કર્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ૨૭ રનમાં બે વિકેટ ઝડપી હતી.
ભારત

-

રન

બોલ

ગંભીર બો.ઇરફાન

૦૮

૧૭

સેહવાગ બો.જુનેદ

૦૪

૧૧

કોેહલી બો.જુનેદ

૦૦

૦૫

યુવરાજ બો.જુનેદ

૦૨

૦૩

રોહિત કો.હાફિઝ બો.જુનેદ

૦૪

૧૪

રૈના બો.હાફિઝ

૪૩

૮૮

ધોની અણનમ

૧૧૩

૧૨૫

અશ્વિન અણનમ

૩૧

૩૯

વધારાના (લેગબાય ૧૧,

 

 

 

 

વાઇડ ૯, નોબોલ ૨)

૨૨

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૬ વિકેટે

૨૨૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૭ (સેહવાગ ૩.૫), ૨/૧૭ (ગંભીર ૪.૪), ૩/૧૯ (કોહલી ૫.૪), ૪/૨૦ (યુવરાજ ૫.૬), ૫/૨૯ (રોહિત ૯.૪), ૬/૧૦૨ (રૈના ૩૩.૨).બોલિંગ ઃ એમ.ઇરફાન ૯-૨-૫૮-૧, જુનેદ ૯-૧-૪૩-૪, ગુલ ૮-૦-૩૮-૦, અજમલ ૧૦-૧-૪૨-૦, હાફિઝ ૧૦-૨-૨૬-૧, મલિક ૪-૦-૯-૦.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ બો.બી.કુમાર

૦૦

૦૧

જમશેદ અણનમ

૧૦૧

૧૩૨

એ.અલી કો.રોહિત બો.બી.કુમાર

૦૯

૩૮

યુનુસ કો.અશ્વિન બો.ડિન્ડા

૫૮

૬૦

મિસ્બાહ બો.ઇશાંત

૧૬

૨૪

મલિક  અણનમ

૩૪

૩૫

વધારાના (લેગબાય ૬,

 

 

 

 

 વાઇડ ૩, નોબોલ ૧)

૧૦

 

 

 

કુલ ૪૮.૧ ઓવરમાં ૪ વિકેટે

૨૨૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૦ (હાફિઝ ૦.૧), ૨/૨૧(એ.અલી ૧૦.૨), ૩/૧૩૩ (યુનુસ ૩૦.૩), ૪/૧૭૨ (મિસબાહ ૩૮.૨).
બોલિંગ ઃ બી.કુમાર ૯-૩-૨૭-૨, ઇશાંત ૧૦-૦-૩૯-૧, ડિન્ડા ૯.૧-૦-૪૫-૧, અશ્વિન ૧૦-૦-૩૪-૦,યુવરાજ ૫-૦-૩૩-૦, રૈના ૨.૧-૦-૨૩-૦, કોહલી ૨.૫-૦-૨૧-૦.

 

 

૭ નંબરની ટી-શર્ટ ઃ ૭,૦૦૦ રન પુરા કર્યા
ધોનીની યાદગાર ઇનિંગમાં લકી નંબર '૭'નું વિશેષ મહત્વ

ચેન્નઇ,તા.૩૦
કેપ્ટન ધોનીએ ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ભારતીય ટીમને ઉગારતાં કારકિર્દીની આઠમી સદી ફટકારતાં અણનમ ૧૧૩ રન નોંધાવ્યા હતા અને ટીમને પાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં શરમજનક સ્થિતીમાં ઉગારતાં ૨૨૭ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું હતુ. ધોનીની આ ઇનિંગમાં લકી નંબર '૭'નું વિશેષ મહત્વ રહ્યું હતુ. તેનો જન્મ ૭ જુલાઇ, ૧૯૮૧ના રોજ રાંચીમાં થયો હતો.
ધોની આજની મેચમાં સાત નંબરની ટી શર્ટ પહેરીને ઉતર્યો હતો. તે બેટિંગમાં પણ સાતમા ક્રમે જ આવ્યો હતો. તેણે આજની ઉપયોગી અને યાદગાર ઇનિંગની મદદથી વન ડે ક્રિકેટમાં ૭,૦૦૦ રન પુરા કર્યા હતા. આ સાથે તે વન ડેમાં ૭,૦૦૦ કે તેથી વધુ રન ફટકારનારો સાતમો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
તેણે સાતમી વિકેટ માટે અશ્વિનસાથે અણનમ ૧૨૫ રનની ભાગીદારી નોંધાવી હતી અને આજની તેની ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા ફટકાર્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved