Last Update : 31-December-2012, Monday

 

પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

એબીવીપીના કાર્યકરોને કૂચની પરવાનગી ન અપાતા પોલીસ સાથે અથડામણ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
દિલ્હી સામૂહિક બળાત્કાર કેસના દોષિતોને વહેલામાં વહેલી તકે સજા આપવાની માંગ માટે જંતર મંતર ચાલી રહેલા દેખાવો દરમિયાન ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી.
જંતર મંતર પર શાંતિપૂર્ણ દેખાવો થઇ રહ્યા હતા. બપોરે એબીવીપીના સભ્યો ધ્વજ અને બેનરો લઇને જંતર મંતરથી કનાટ પેલેસ સુધી કેન્ડલ માર્ચ કાઢવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે પોલીસને આ કૂચને પરવાનગી આપી ન હતી અને તેમને રોકી લીધા હતાં. જેના પગલે એબીવીપીના સભ્યો અને પોલીસ વચ્ચે અથડામણ શરૃ થઇ હતી.
આ ઘટનાને પગલે એબીવીપીના કેટલાક સભ્યો સહિત પાંચ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે થોડાક સમય પછી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતાં અને છેલ્લા મળેલી માહિતી મુજબ સ્થિતિ અંકુશ હેઠળ હતી.
જંતર મંતર પર ૨૩ વર્ષની યુવતી પર કરવામાં આવેલા સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ તેના મૃત્યુની વિરુદ્ધ આક્રોશ વ્યકત કરવા માટે આજે સવારથી યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો એકત્ર થયા હતાં. કેટલાક દેખાવકારો એક દિવસની ભૂખ હડતાળ કરી રહ્યા હતાં તો કેટલાક પોતાના હાથમાં બેનરો લઇને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં.
ઇન્ડિયા ગેટ અને રાયસિના હિલ ખાતે આજે દેખાવકારો એકત્ર થયા ન હતાં કારણકે આ સ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં.
પોેલીસે જણાવ્યું હતું કે રાજપથ, વિજય ચોક અને ઇન્ડિયા ગેટ જનારા તમામ મુખ્ય માર્ગો આજે વાહનો માટે બંધ રાખવામાં આવ્યા હતાં. કમાલ અતાતુર્ક માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો હતો. યાત્રીઓને આ માર્ગો પરથી પસાર નહીં થવાની સલાહ આપવામાં આવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved