Last Update : 31-December-2012, Monday

 

સિંગાપોર મોકલાયા પહેલાં જ પીડિતા અવસાન પામી હતી ઃ મેનકા ગાંધી

પીડિતાના અંતિમ સંસ્કાર તાબડતોબ કરવા અંગે પણ ભાજપે શંકા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ૩૦
ગેંગરેપ પીડિતાનો મૃતદેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. ૨૩ વર્ષીય યુવતી હવે હયાત નથી પણ તેની આસપાસ કેટલાક સવાલો આજેય જવાબની રાહમાં છે. જેમાં પહેલી શંકાસ્પદ બાબત એ છે કે તેને સારવાર માટે અથવા સારવારના બહાને સિંગાપોર શા માટે ખસેડાઈ અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ. ભાજપના સાંસદ મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે પીડિતા ભારતમાં જ અવસાન પામી હતી પણ સરકારે તેની રમતના ભાગ રૃપે પીડિતાને સિંગાપોર મોકલી હતી. સરકારના આ નિર્ણય સામે કેટલાક તબીબોએ પણ વાંધો ઉઠાવ્યો છે.
પીડિતાના મુદ્દે સંસદના વિશેષ સત્રની માગણી કરનારા મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે પીડિતા તો ભારતમાં જ અવસાન પામી હતી છતાં પણ સરકારે તેને સારવાર માટે સિંગાપોર મોકલી. કોંગ્રેસ તરફથી હવે કોઈ આશા નથી અને મહિલાઓ સામેના અપરાધો ડામવાની કોંગ્રેસની નીતિ ટીકાપાત્ર છે.
આજે તાબડતોબ કરાયેલા પીડિતાના અંતિમ સંસ્કાર સામે પણ ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ગેંગરેપનો વિરોધ કરી રહેલા લોકો સામે 'કટોકટી જેવા' નિયંત્રણો લાદવાની સરકારના નિર્ણયની ટીકા કરતા ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદ જણાવ્યું હતું કે, મહિલાઓ સામેના ગુનાઓમાં કાયદા કડક બનાવવાના મુદ્દે વિરોધપક્ષ સરકારને સહકાર આપવા તૈયાર છે. પણ તેના માટે સરકારે યોગ્ય માળખા સાથે ઝડપથી આગળ આવવું પડશે.
દેખાવો થતાં અટકાવવા માટે સરકારે દિલ્હીને છાવણીમાં ફેરવી દીધું છે. અને મેટ્રો બંધ થવાથી લોકોને હાલાકી ભોગવવી પડી હોવાનો આક્ષેપ પણ તેમણે મુક્યો હતો. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે પીડિતાને સિંગાપોર મોકલી દેવાનો નિર્ણય તબીબી દ્રષ્ટિકોણથી લેવાયો ન હોતો પણ સરકારના સર્વોચ્ય પદેથી આવેલા આદેશના કારણે પીડિતાને સારવાર માટે સિંગાપોર મોકલી દેવાઈ હતી. તબીબના કહ્યા મુજબ પીડિતાને સિંગાપોર રવાના કરાયાના ૨૨ કલાક પહેલાં જ તેના મગજમાં ઈજા થઈ હતી અને આ ઈજા સારવાર થઈ ન શકે તેટલી ગંભીર હતી. પીડિતાને બે હાર્ટ એટેક પણ આવ્યા હતા.
પીડિતા ફેબુ્ર.માં તેના મિત્ર સાથે લગ્ન કરવાની હતી
નવી દિલ્હી, તા. ૩૦
દિલ્હી ગેંગરેપની પીડિતાના અવસાનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આજે પીડિતાના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ત્યારે અંતિમ વિધિમાં હાજર રહેલાં તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે પીડિતા તેના મિત્ર સાથે ફેબુ્રઆરી મહિનામાં લગ્ન કરવાની હતી. ઉલ્લેખનીય છે કે ૧૬મી ડિસેમ્બરના રોજ પીડિતાની સાથે તેના આ મિત્ર પર પણ હુમલો થયો હતો.
પીડિતા સાથે લગ્નની ખરીદી કરી ચૂકેલી તેની પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે પીડિતાના પરિવારે લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી હતી અને લગ્નની પાર્ટી દિલ્હીમાં યોજવાનું પણ નક્કી કર્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved