Last Update : 31-December-2012, Monday

 

ધૂમ્મસથી ૧૩૦ ફ્લાઇટોને અસર
ઉત્તર પ્રદેશમાં ઠંડીથી વધુ સાત મૃત્યુઃ કુલ મૃત્યુઆંક ૬૯ થયો

ઉત્તર ભારતની નદીઓ રાવી, સતલજ, બિઆસ, ચંદ્રભાગાના પાણી થીજી ગયા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
ઉત્તર પ્રદેશમાં ઠંડીની પક્કડ યથાવત જળવાઇ રહી છે. ઉત્તર પ્રદેશમાં ંઠંડીના કારણે વધુ સાત વ્યક્તિના મૃત્યુ નિપજતા ચાલુ શિયાળાનો મૃત્યુઆંક ૬૯ પર પહોંચ્યો છે. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું મોજુ યથાવત જળવાઇ રહ્યું હતું.
પાટનગર દિલ્હીમાં ત્રણચાર દિવસ બાદ ફરી ધુમ્મસવાળુ વાતાવરણ સર્જાતા દિવસ સામાન્ય અંધકારમય રહ્યો હતો. ત્યાં મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૭.૭ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. હવાઇ મથકના સુત્રોએ આપેલી માહિતી અનુસાર ધુમ્મસની હવાઇ પરિવહન પર અસર પડી હતી. ૧૩૦ જેટલી ફ્લાઇટનો સમય બદલાયો હતો અથવા રદ કરવામાં આવી હતી. જોકે હવામાન ખાતાએ પાટનગરનું હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરી છે.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં બે જ્યારે ગોંડા, ડેઓરીયા, બલીયા, બાંદા અને હમિરપુરમાં એક-એક એમ સાત મૃત્યુ નિપજતા ઉત્તર પ્રદેશમાં આ શિયાળામાં મૃત્યુ પામનારની સંખ્યા ૬૯ થઇ છે. ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન ૭ થી ૧૧ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૦.૭ ડિગ્રી આસપાસ રહ્યું હતું.
પંજાબ અને હરિયાણામાં ધુમ્મસને કારણે સામાન્ય વાહન વ્યવહારને અસર પડી હતી. ધુમ્મસને કારણે રેલવે અને માર્ગવાહન વ્યવહાર નહિવત જેવો રહ્યો હતો. ચંડીગઢ હવાઇ મથક પરથી હવાઇ પરિવહન મોટે ભાગે રદ્દ કરી દેવાયું હતું. પંજાબ હરિયાણાના મેદાની વિસ્તારમાં હિસ્સાર ખાતે સૌથી ઓછું ૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
રાજસ્થાનમાં પણ ઠંડીનું પ્રમાણ જળવાઇ રહ્યું હતુ. જેમાં ગંગાનગર ખાતે ૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ભારે ઠંડીનેને કારણે જળ સંસાધનો થીજી ગયા છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ સતલજ, રાવી, ચંદ્રભાગા અને બીઆસ જેવી નદીઓના થીજી જતા તેના જળપ્રવાહમાં ઘટાડો થતા તેની નીચેના વીજ કેન્દ્રોના વીજ ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved