Last Update : 31-December-2012, Monday

 

દિલ્હી ગેંગરેપનો શિકાર બની મૃત્યુ પામેલી
યુવતીના મિત્રે તેના મૃત્યુના આઘાતમાં ખાવાનું છોડી દીધું

૧૬ ડિસેમ્બરે પણ તે કામાંધ નરાધમો સામે ઝઝુમ્યો હતો પણ ઘવાઇને બેભાન થઇ ગયેલો

નવી દિલ્હી, તા. ૩૦
'તે ૧૬મી ડિસેમ્બરની રાત મને જીંદગીભર ખટકતી રહેશે. તે રાતે દિલ્હીમાં મને એવો જખ્મ મળ્યો જે મને જીંદગીભર સાલશે. માનવતાને શરમાવનારી એ ઘટના પ્રતિક્ષણ મારી આંખો સામે તર્યા કરશે' આ શબ્દો છે ગેંગરેપ પિડીતાના મિત્રના. તેણે બહાદુરીપૂર્વક, હેવાનોનો સામનો કરવા પ્રયત્ન કર્યો હતો પણ એટલા બધા સામે એકલો લાંબી ટક્કર લઇ શક્યો ન હતો. ગેંગ રેપ કરનારાઓએ તેને પણ મરણતોલ માર મારીને બેભાન અવસ્થામાં છોકરીની સાથે જ ફેંકી દીધો હતો.
તે યુવાન એન્જીનીયરના પરિવારજનોનું કહેવું છે કે જ્યારથી છોકરીના મૃત્યુના સમાચાર તેને મળ્યા ત્યારથી તેની હાલત ખરાબ છે. તે રોઇ-રોઇને અર્ધો થઇ ગયો છે. અને ખાવાનું પણ બંધ કરી દીધું છે. આ યુવાનને તે લોકોએ એવો માર્યો હતો કે તેના માથામાં સાત ટાંકા આવ્યા છે અને પગમાં ફ્રેકચર થયું છે.
છોકરો ફરી સામાન્ય બને તે માટે તેની સાથે તેના પિતા, મામા અને એક દોસ્ત સતત સાથે રહે છે. તેને કંઇપણ કહેવામાં આવે તો તે રોઇ પડે છે. તેને વારંવાર પોતાની ઉપર ગુસ્સો આવે છે. તેને એ બાબતનો અફસોસ છે કે તે પોતાની મિત્રને બચાવી શક્યો નહીં. તેને પસ્તાવો છે કે જો તે દિવસે ડી.ટી.સી.ની ૭૬૪ નંબરની બસ આવી ગઇ હોત કે ઓટોરીક્ષાવાળાએ હા પાડી હોત તો આ દુર્ઘટના બની ન હોત.
યુવકના પરિવારજનોના મત અનુસાર યુવકે પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. આરોપીઓની ઓળખ પરેડ થઇ ત્યાં સુધી રોજ તે સવારે આઠ વાગે વસંત વિહાર પોલીસ મથકે પહોંચી જતો હતો અને પોલીસને ઝીણામાં ઝીણી વિગતો પૂરી પાડી હતી. તેના કારણે જ પોલીસ આટલી ઝડપથી આરોપીઓને ઝડપી લેવામાં સફળ થઇ હતી. કુટુંબીઓના મતે તે બચપણથી જ શરમાળ છે. બહુ ઓછું બોલવા ટેવાયેલો છે. પણ ખપ પડયે મક્કમતા ધારણ કરવી તે તેમનો સ્વભાવ છે. ૧૬મી ડિસેમ્બરની રાતે પણ તેને મક્કમતાનો પરીચય આપ્યો હતો. પણ આટલા કામાંધ નરાધમો સામે ટકવું શક્ય બન્યું નહોતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved