Last Update : 31-December-2012, Monday

 

વન મિનિટ... પ્લીઝ

 

રાષ્ટ્રીય
૧) પંજાબના લુધિયાણા જિલ્લાના રેલવે સ્ટેશન પર મુસાફરોના માલસામાન ઊંચકીને લઈ જતી એક મહિલાને જોઈને લોકો દંગ રહી જાય છે. માયા નામની આ ૪૦ વર્ષીય વિધવાએ પતિનું અવસાન થતા તેનો જ કુલીનો વ્યવસાય અપનાવી લીધો છે. ૧૨ વર્ષના દીકરાને ભણાવી ગણાવીને મોટો કરવાની જવાબદારી માથે આવી પડતાં માયાએ હિંમતભેર આ વ્યવસાય અપનાવ્યો છે. નારીશક્તિને સલામ!
૨) જાન્યુઆરીમાં અલ્લાહાબાદમાં યોજાનારા મહાકુંભમેળાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દર બાર વર્ષે યોજાતા આ મેળા માટે ૧૯૩૬.૫૬ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે ૩૦ પોલીસ ચોકીઓ ઉપરાંત ૧૨,૪૬૧ પોલીસ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવશે. સમગ્ર ક્ષેત્રની ગતિવિધિ પર દેખરેખ રાખવા ૮૫ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.
૩) એરલાઈન્સોએ હવાઈભાડું વધારવા કાર્ટેલ રચી રહી છે તેવા ભારતમાં હવાઈ મુસાફરી સસ્તી બનાવવામાં મુખ્ય ફાળો આપનાર કેપ્ટન ગોપીનાથના આક્ષેપના પગલે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના ચેરમેન અશોક ચાવલાએ જણાવ્યું છે કે હવાઈ ભાડામાં વધારો કાર્ટેલ રચાવાના કારણે નહીં પરંતુ કિંગફિશર એરલાઈન્સની કામગીરી ખોરંભાવાના કારણે થયો છે.
૪) છેલ્લે થયેલા મંત્રીમંડળના ફેરફારમાં પેટ્રોલિયમ જેવું મહત્વનું મંત્રાલય ખૂંચવી લઈને સાયન્સ અને ટેકનોલોજી જેવું ઓછા મહત્વવાળું ખાતું સોંપાતા ધૂંધવાઈ રહેલા એસ જયપાલ રેડ્ડી હવે તેલંગાણા ચળવળની આગેવાની લેવા મંત્રીમંડળને તિલાંજલિ આપે એવા અણસાર છે. ઉપરાંત તેલંગાણા ચળવળ સાથે સંકળાયેલા તમામ કોંગ્રેસી સાંસદો પણ પોતપોતાના હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દેવા વિચારી રહ્યાં છે.

 

આંતરરાષ્ટ્રીય
૧) આધુનિક જીવનશૈલીથી કંટાળી ગયેલી બ્રિટનની એમાં ઓરબેચ નામની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલી મહિલા છેલ્લા ૧૩ વર્ષથી બ્રિટનના વેલ્શ હિલના જંગલમાં માટીની ઝુંપડીમાં રહે છે. એમાના સાથીદારોમાં છે ત્રણ બકરી, સાત મરઘી અને બે ઘોડા, આદિકાળના માનવોની જેમ જીવન વ્યતિત કરતી એમાને આધુનિક ટેકનોલોજીથી એટલી નફરત છે કે લંડનમાં રહેતા તેના સંતાનો ક્યારેક તેને મળવા આવે ત્યારે પણ મોબાઇલ, લેપટોપ કે અન્ય કોઇ આધુનિક ઉપકરણો સાથે લાવી શકતા નથી.
૨) હવે તમારું આયુષ્ય જાણવા જ્યોતિષ પાસે જવાની જરૃર નથી. તમારો એક બ્લડ ટેસ્ટ તમારું બાકી રહેલું આયુષ્ય જણાવી દેશે. બ્રિટનના સંશોધકોએ એવો બ્લડ ટેસ્ટ વિકસાવ્યાનો દાવો કર્યો છે જેનાથી વ્યક્તિના આયુષ્ય વિશે જાણી શકાશે. આ બ્લડ ટેસ્ટનું નામ 'લાઇફ સ્પાન' રાખવામાં આવ્યું છે. સંશોધકોને આશા છે કે આવનારા વર્ષોમાં દુનિયાભરના લાખો લોકો આ ટેસ્ટ કરાવીને પોતાનું આયુષ્ય જાણી શકશે.
૩) ચીનના નવા કમ્યુનિસ્ટ પાર્ટી નેતાજી જિનપિંગ આગામી માર્ચમાં વિધિવત રીતે પ્રમુખનો હોદ્દો સંભાળશે. ગયા મહિને ચીનમાં યોજાયેલ કોંગ્રેસમાં ૫૯ વર્ષીય જિનપિંગ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હોવાથી પ્રમુખ પદે તેમની વરણી માત્ર ઔપચારિક્તા બની રહી છે. હાલ પ્રમુખપદે જવાબદારીઓ તો અગાઉથી સોંપી દીધી છે.
૪) અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ.ડબલ્યુ.બુશની હ્યુસ્ટનની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ તેમની તબિયત વિશે સત્તાવાળાઓ મગનું નામ મરી પાડતા નથી. ૮૮ વર્ષીય બુશ અમેરિકાના જીવિત હોય એવા સૌથી વૃદ્ધ ભૂતપૂર્વ પ્રમુખ છે. છેલ્લા એક મહિનાથી યે વધુ સમય પહેલા બ્રોન્કાઇટિસ અને અન્ય બિમારીઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બુશ હજુ પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર લઇ રહ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved