Last Update : 31-December-2012, Monday

 

મનમોહન - સોનિયાએ મૃતદેહ સ્વીકાર્યા બાદ
પીડિતાના નશ્વરદેહને અશ્રુભીની શ્રદ્ધાંજલી સાથે અંતિમ સંસ્કાર

શીલા અને ગૃહ રાજ્યમંત્રી હાજરઃ પિતા ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા ઃ માતા બેભાન થતાં સારવાર અપાઇ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
ગેંગરેપ પીડિતાનો મૃતદેહ આજે પરોઢીયે ૩.૩૦ કલાકે સિંગાપોરથી નવી દિલ્હી લવાયા બાદ સવારે ૭.૩૦ કલાકે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. દિલ્હીપોલીસ સહિતના સલામતી દળોની કડક સલામતી બંદોબસ્ત વચ્ચે થયેલા અંતિમ સંસ્કારમાં પીડિતાના માતા-પિતા, ભાઇ અને અન્ય સગા-સંબંધીઓ ઉપરાંત દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દિક્ષિત અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન ગૃહપ્રધાન આર.પી.એન. સિંહ સહિતના જુજ નેતાઓ હાજર રહ્યા હતા. મૃતદેહ નવી દિલ્હી લવાયો ત્યારથી માંડીને તેના અંતિમ સસ્કાર સુધીની તમામ પ્રક્રિયાથી માધ્યમોને સદંતરપણે દૂર રખાયા હતા. આ અગાઉ પરોઢિયે વિમાન સિંગાપોરથી મૃતદેહ અને પીડિતાના પરિવારને લઇને આવ્યું ત્યારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંદી હાજર રહ્યા હતા. પરોઢનું વાતાવરણ ઘુમ્મસ અને તીવ્ર ઠંડીવાળું હતું.
પીડિતા દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં રહેતી હતી. તેના ઘરે અંતિમવિધિ પૂરી થયા બાદ દ્વારકા ખાતેના સ્મશાનમાં તેને અગ્નિદાહ અપાયો હતો. મૃતદેહને દિલ્હી પોલીસ, બીએસએફ અને આરપીએફની ચુસ્ત સલામતી વચ્ચે એરપોર્ટથી તેના ઘરે લઇ જવાયો હતો. ભીડ એકઠી થઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ન કથળાવે તેનું પોલીસે ગઇ સાંજથી ધ્યાન રાખ્યું હતું.
ગઇરાત્રે મૃતદેહ અને પરિવારના સભ્યો સાથેનું વિમાન સિંગાપોરથી ભારત આવવા રવાના થયું પછી નવી દિલ્હીમાં સત્તાવાળાઓએ વહેલી સવારે પીડિતાના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહને સૂચના આપી હતી. અધિકારીઓ અંતિમ સંસ્કાર સવારે ૬.૩૦ વાગ્યે કરાવવા માગતા હતા પણ હિંદુ પરંપરા મુજબ સૂર્યોદય પહેલા અગ્નિદાહ અપાતો ન હોવાથી પીડિતાના પરિવારે ૭.૩૦ વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. અંતિમ સંસ્કાર પૂરા થયા ત્યાં સુધી સલામતીનો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. અંતિમ સંસ્કાર વખતે પિડીતાના પિતા ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા હતા જ્યારે તેની માતા બેભાન થઇ જતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં.
પોલીસે ગઇકાલે સરકારનો સંપર્ક કરીને પીડિતાનો મૃતદેહ સીધો ઉત્તર પ્રદેશના બલિયા જીલ્લામાં આવેલા તેના ગામે લઇ જવાની વિનંતી કરી હતી પણ સરકારે આ પ્રસ્તાવથી વિપરિત મૃતદેહને દિલ્હી ખાતેના તેના નિવાસસ્થાને લાવવાનું નક્કી કર્યું હતું. આજે પણ નવી દિલ્હીમાં હજારો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે દેખાવો એકંદરે શાંતિપૂર્ણ રહ્યા હતા. અગાઉ ગઇરાત્રે કડકડતી ઠંડીમાં પણ લોલે કેન્ડલ માર્ચ સહિતના સ્વયંભૂ આયોજનોમાં જોડાયા હતા. જેમાં બોલિવૂડના કલાકારો અને સામાજિક કાર્યકરોનો પણ સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે ૧૬ ડિસેમ્બરના રોજ ગેંગરેપની ઘટના બાદ પિડીતાને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી અને બુધવારે તેને વધુ સારવાર માટે સિંગાપોરની માઉન્ટ એલીઝાબેથ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેના તબીબો પણ ૨૩ વર્ષીય પીડિતાને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ગઇકાલે પરોઢીયે ૨.૧૫ કલાકે તેણે અંતિમશ્વાસ લીધા હતા.

 

પીડિતાની અંતિમ વિધિ બાદ તેના વતનમાં શોેકમય વાતાવરણ
(પીટીઆઇ) બલિયા, તા. ૩૦
દિલ્હી સામૂહિક બળાત્કારની પીડિતાના આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેના મૂળ વતન મંડવરા કલાં ગામનાં લોકો ધુ્રસકે ધુ્રસકે રડી પડયા હતાં. ગામના અગ્રણી શિવમંદિર સિંહે જણાવ્યું હતું કે ગ્રામીણોને આશા હતી કે યુવતીનાં અંતિમ સંસ્કાર ગામમાં કરવામાં આવશે.
આરોપી અક્ષય ઠાકુરનાં માતાપિતા ભયના માર્યા ઘરમાં પૂરાઇ ગયાં
દિલ્હી સામૂહિક બળાત્કારના આરોપી અક્ષય ઠાકુરના માતા-પિતાએ પોતાને ધરમાં બંધ કરી દીધા છે. તેમના ઘરની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓએ જણાવ્યું હતું કે પીડિતાના મૃત્યુ પછી અંદરથી બંધ કરવામાં આવેલા ઘરમાંથી સરયુગ સિંહ અને તેમની પત્નીના રડવાના અવાજ સંભળાય છે.
આ અગાઉ આરોપીના પિતા સરયુગ સિંહે જણાવ્યું હતું કે જો તે અપરાધી હશે તો ભગવાન તેને સજા આપશે. તેમના પડોશમાં રહેતા બબલુ પાંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ગામના છોકરાની સંડોવણી સપાટી પર આવવાથી ગામના લોકો શરમ અનુભવી રહ્યા છે.
પીડિતાના કાકા સુરેશ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં અંતિમ સંસ્કાર ભલે કરવામાં આવ્યા હોય બાકીની તમામ વિધિઓ ગામમાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પીડિતાના પરિવારજનો બે ત્રણ દિવસમાં દીલ્હીથી પરત આવી જશે.

પીડિતા ફેબુ્ર.માં તેના મિત્ર સાથે લગ્ન કરવાની હતી
નવી દિલ્હી, તા. ૩૦
દિલ્હી ગેંગરેપની પીડિતાના અવસાનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આજે પીડિતાના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ત્યારે અંતિમ વિધિમાં હાજર રહેલાં તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે પીડિતા તેના મિત્ર સાથે ફેબુ્રઆરી મહિનામાં લગ્ન કરવાની હતી. ઉલ્લેખનીય છે કે ૧૬મી ડિસેમ્બરના રોજ પીડિતાની સાથે તેના આ મિત્ર પર પણ હુમલો થયો હતો. પીડિતા સાથે લગ્નની ખરીદી કરી ચૂકેલી તેની પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે પીડિતાના પરિવારે લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી હતી અને લગ્નની પાર્ટી દિલ્હીમાં યોજવાનું પણ નક્કી કર્યું હતું.

 

મૃતદેહ સ્વીકારવા વડાપ્રધાન અને સોનિયા એરપોર્ટે હાજર રહ્યાં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
૨૩ વર્ષીય ગેંગરેપ પીડિતાનો મૃતદેહ અને તેના પરિવારજનો સાથે વિમાન પરોઢીયે ૩.૩૦ કલાકે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચ્યું હતું. આ સમયે બીએસએફ, દિલ્હી પોલીસ અને આરએએફના જવાનોની કડક સલામતી વચ્ચે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ હાજર રહ્યાં હતાં.
સિંહ અને ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે એરપોર્ટના પાલમ ટેકનિકલ વિસ્તારમાં હાજર હતાં. મૃતદેહને લઇને આવેલું એર ઈન્ડિયાનું વિમાન એરપોર્ટના આ વિસ્તારમાં લવાયું હતું.
પરોઢના સમયે ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ જાણે પીડિતાના અવસાન બાદ સમગ્ર દેશમાં ઊભી થયેલું દુઃખ અને પીડાની પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડતું હતું. સિંહ અને સોનિયાએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી હતી.

 

જગદીશ શેટ્ટારે બળાત્કારીઓને ફાંસીની તરફેણ કરી
(પીટીઆઇ) બેંગ્લોર, તા. ૩૦
દિલ્હીની ૨૩ વર્ષીય પીડિતાના બળાત્કારીઓને ફાંસી આપવાની તેમજ આ સંદર્ભે કાયદો અમલમાં મુકવાની કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે તરફેણ કરી છે.
કર્ણાટકના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બળાત્કારીઓને ફાંસીની સજા આપતા કાયદાને અમલમાં મુકવાના સંદર્ભે કર્ણાટકની સરકાર શક્ય તમામ સહકાર આપશે. તેમણે કર્ણાટક પત્રકાર અત્યાચારી સોસાયટી લી. (કેજસીએસ)ના સભ્યોને સ્વાસ્થ્ય યોજના માટે રૃ. પાંચ કરોડ અને સોસાયટીને રૃા. ૧૦ કરોડની લોન આપવાની ખાતરી પણ આપી હતી.
કટોકટીના સમયમાં પત્રકારોને આપેલા ફાળા અને સહકારને કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન કે. એસ. ઇશ્વરપ્પાએ યાદ કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved