Last Update : 30-December-2012, Sunday

 

સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો

 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા અને પેજ થ્રીની લોકપ્રિય હસ્તીઓ નવા વરસને વધાવવા માટે પોત પોતાના મન પસંદ સ્થળ પર જતા રહે એ પહેલા જ ઉદ્યોગપતિ સની દિવાન અને તેની ગ્લેમરસ પત્ની અનુએ નાતાલની પૂર્વ સંધ્યાએ તેમને માટે વાંદરાના તેમના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ દંપતીએ ચાર વર્ષ પછી ઉજવણી કરી હોવાને કારણે આ પાર્ટીમાં કોઇ પણ પ્રકારની ઉણપ રહી જાય નહીં એનું તેમણે પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. નવ પરિણીત યુગલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિ'સોઝા, તાજેતરમાં જ માતા-પિતા બનેલા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાથી માંડીને રણબીર કપૂર, સિકંદર ખેર અને અંગદ બેદીની હાજરીથી આ પાર્ટીમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું હતું. પરંતુ, આ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને સલમાન ખાનની દોસ્તીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં અભિષેક અને સલમાને તેમની વચ્ચેની કડવાશ દૂર કરી હતી. આ બનાવ નજરે નિહાળનારા સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'આ બંનેએ એક એકાંત ખુણામાં બેસીને ડ્રીંક લેતા-લેતા ઘણી વાતો કરી હતી. જો કે તેમણે પહેલી વાર વાતો કરી નહોતી પરંતુ જાહેરમાં આ બંનેને મિત્રો તરીકે મળતા જોઇને લોકોને ઘણી નવાઇ લાગી હતી. ખાસ કરીને આ દરમિયાન તેમની વચ્ચેની દુશ્મનીની કડી ઐશ્વર્યા હાજર હોવાને કારણે લોકોને ઘણો અચંબો થયો હતો.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'સલમાન મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે પાર્ટીમાં આવ્યો હતો. આ દરમિયાન તેનો ખાસ મિત્ર સાજિદ નડિયાદવાલા પાર્ટી છોડીને જતો રહ્યો હતો. અચાનક જ સલમાને અભિષેકના ખભા ફરતે હાથ વીંટાળ્યો હતો અને બંને વાતો કરવા માટે એક ખૂણામાં જતા રહ્યા હતા.' આ બંને તેમની વાતોમાં એટલા મશગૂલ હતા કે તેમને ખલેલ પાડવાની કોઇની હિંમત ચાલી નહોતી. ઐશ્વર્યાએ પણ આ બંનેથી અંતર જાળવી રાખ્યું હતું. વાત આટલેથી અટકી નહોતી. બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી તેની ફિલ્મ 'દબંગ-ટુ'ને મળેલી સફળતા પછી ખુશીમાં ઝુમતા સલમાન ખાને શાહરૃખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે પણ ઔપચારિકતા નિભાવી હતી શાહરૃખ વાઇમાં 'ચેન્નાઇ એક્સપ્રેસ'નું શૂટિંગ કરતો હોવાથી આ પાર્ટીમાં ગૌરી એકલી જ આવી હતી.
રણબીરે તેની કથિત ભૂતપૂર્વ પ્રેમિકા નંદિતા મહાતાણીથી અંતર જાળવી રાખ્યું હતું જ્યારે નશામાં ચૂર બોબી દેઓલને તેની ખૂબસૂરત પત્ની તાન્યા દેઓલે ઠપકો આપ્યો હતો. જોકે ઉજવણીના રંગમાં રંગાઇ ગયેલા વાતાવરણને આ નાની-નાની વાતોએ ગરમા-ગરમ બનાવ્યું નહોતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિજિતના નિવેદન મામલે કોંગ્રેસે 'માફ કરો, ભૂલી જાવ'ની નીતિ અપનાવી
સોનિયાની ગેંગરેપના આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ

તેલંગણા મુદ્દે એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે ઃ શિંદે

પીડિતાને તબીબી કારણોસર સિંગાપોર ખસેડાઈ છે, રાજકીય હેેેતુથી નહીં
ચેનલો પરના કોમેડી શોમાં હાસ્યના નામે બીભત્સતા પીરસવા પર મનાઈ

ડિસેમ્બર માસમાં FIIએ શેરોમાં કરેલું રૃા. ૨૨,૬૬૦ કરોડનું રોકાણ

રૃા. ૮૦૦૦ કરોડથી વધી ૪,૬૨,૦૦૦ કરોડે પહોંચેલું તાતા જૂથનું માર્કેટ કેપ

ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં ૧૪.૫ લાખ ડોલર ચુકવવા રાજરત્નમની તૈયારી

નર્સને બ્રિટનની રાણીના નામે ફોન કરનારા ઓસી.ના ડીજે બચી જવા વકી
આંગ સાન સુકીએ ગૂંથેલું ઊનનું સ્વેટર ૫૦ હજાર ડોલરમાં વેચાયું
મહિલાઓ સામેની હિંસા માટે સફાઇ અને રસોઇ જવાબદાર
કેટ વિન્સ્લેટનાં ન્યૂયોર્કમાં ખાનગી સમારંભમાં ત્રીજી વાર લગ્ન
રિલાયન્સ, ઓઈલ-ગેસ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૧૯૪૪૫ ઃ નિફટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
ચાંદીમાં પ્રારંભિક મજબૂતાઈ પછી ફરીથી પીછેહઠ ઃ સોનામાં પાંખા કામકાજ
ઈન્ટરનેટ સેવાનો કડવો ઘૂંટડો પીવા નાની નાની આઈએસપી અસમર્થ ઃ ૫૦૦ પરવાના સરન્ડર
 
 

Gujarat Samachar Plus

હોટ મેકઅપ ઈન કોલ્ડ વેધર
ડિસન્ટ ડ્રેસ ફોેર ઓફિસ પાર્ટી
વેર પલાઝો વિથ સ્ટાઈલિશ ટોપ
વાસ્તુ શાસ્ત્ર, ફેંગશુઈ, લાફિંગ બુદ્ધ, ફ્રોગ, ટોર્ટોઈઝ
અનોખી અને આકર્ષક થીમ પર ન્યૂ યર પાર્ટીનું પ્લાનિંગ
 

Gujarat Samachar glamour

પ્રાચી હવે હોરર ફિલ્મમાં અભિનય કરશે
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલીવુડ હસ્તી
નવોદિતા સંદીપા ધારનો ડર સોહેલના પુત્રે દૂર કર્યો
અભિનેત્રી અને મોડેલ પછી હવે લિસા રે ડિઝાઇનર બની
થ્રી-ડી વડે ફિલ્મની અલગ અસર છોડવામાં સર્જકો સફળ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved