Last Update : 30-December-2012, Sunday

 

આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે

 

એક ફિલ્મ જૂના આયુષમાન ખુરાના અને કુણાલ કોહલી વચ્ચેનો ઝઘડો જગજાહેર છે. તેની ફિલ્મમાંથી આયુષમાન ખસી ગયા પછી કુણાલે જાહેરમાં તેને બદનામ કરવામાં પાછું વળીને જોયું નહોતું. ફિલ્મસર્જકે કહ્યું હતું કે, તેની ફિલ્મમાં ટોચની અભિનેત્રી સાથે કામ કરવાની માંગણી કરીને તે તેની જાતને વધુ પડતી મહાન માનવા લાગ્યો છે. હવે સોનમ કપૂર સાથે યશરાજ ફિલ્મસની એક ફિલ્મ સાઈન કર્યાં પછી આયુષમાને કુણાલને થૂંક્યું ગળવાની ફરજ પાડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે.
આયુષમાનના એક અંગત મિત્રે જણાવ્યા પ્રમાણે, કુણાલ હજુ સુધી તેની ફિલ્મ 'તેરી મેરી કહાની'ની નિષ્ફળતામાંથી બહાર આવ્યો નથી ત્યારે તેના ઘા પર મીઠું ભભરાવતા આયુષમાને કુણાલને તેની તાજેતરની ફિલ્મ અને બોલીવુડમાં તેના સ્થાન વિશેની જાણકારી આપી હતી, પરંતુ કુણાલે એનો જવાબ આપવાની દરકાર કરી નહોતી.
આ મિત્રે વધુ જણાવ્યા પ્રમાણે, ''ટોચની અભિનેત્રીઓએ આયુષમાનને કારણે કુણાલની ફિલ્મનો અસ્વીકાર કર્યો નહોતો. આમાની કેટલીક અભિનેત્રીઓને તારીખોની સમસ્યા હતી જ્યારે કેટલીક હિરોઈનોને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી નહોતી.''
પોતાની વાત આગળ વધારતા આ મિત્રે કહ્યું હતું કે, ''કુણાલે ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરીને તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી એ સમયે કોઈએ તેની ફિલ્મ કરવા માટે હા પાડી નહોતી. ત્યારે ટોચની અભિનેત્રી તેની સાથે કામ કરવા તૈયાર નથી એમ કહી કુણાલે આયુષમાન પર દોષનો ટોપલો ઢોળ્યો હતો ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો હતો. સોનમ જેવી ટોચની અભિનેત્રી આજે આયુષમાન સાથે કામ કરવા તૈયાર હોય તો તે સમયે તે કેમ ના પાડે?'' આયુષમાનની પ્રવકતાએ જણાવ્યા પ્રમાણે, ''કોહલી પ્રત્યે આયુષમાનને કોઈ વેર નથી આયુષમાને યશરાજ ફિલ્મ્સની સોનમ સાથેની એક ફિલ્મ સાઈન કરી હોવાનું જ અમે હમણા કહી શકીએ તેમ છીએ'' સૂત્રોએ દાવા સાથે જણાવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા આયુષમાનની સફળ ફિલ્મ 'વિકી ડોનર'ને મળતી આવે છે. આયુષમાન તરફથી કોઈ સંદેશો નહીં મળ્યો હોવાનું કુણાલે સ્પષ્ટ કર્યું હતું.
''આ વિશે મને કેમ પૂછવામાં આવે છે એ મને સમજાતું નથી. આ વાતને મહિના થઈ ગયા છે અને હમણાં હું આયુષમાન પર કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. મારે મારા જીવનમાં નવી વસ્તુઓ તરફ આગળ વધવું છે. કોઈએ મને કંઈ પણ વસ્તુની માહિતી આપી નથી અને મારે હવે આયુષમાન વિશે વાત કરવી જ નથી,'' એમ કુણાલે કહ્યું હતું.વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે આ બંન્ને વચ્ચે શરૃ થયેલુ આ યુદ્ધ ક્યાં જઈને અટકશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિજિતના નિવેદન મામલે કોંગ્રેસે 'માફ કરો, ભૂલી જાવ'ની નીતિ અપનાવી
સોનિયાની ગેંગરેપના આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ

તેલંગણા મુદ્દે એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે ઃ શિંદે

પીડિતાને તબીબી કારણોસર સિંગાપોર ખસેડાઈ છે, રાજકીય હેેેતુથી નહીં
ચેનલો પરના કોમેડી શોમાં હાસ્યના નામે બીભત્સતા પીરસવા પર મનાઈ

ડિસેમ્બર માસમાં FIIએ શેરોમાં કરેલું રૃા. ૨૨,૬૬૦ કરોડનું રોકાણ

રૃા. ૮૦૦૦ કરોડથી વધી ૪,૬૨,૦૦૦ કરોડે પહોંચેલું તાતા જૂથનું માર્કેટ કેપ

ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં ૧૪.૫ લાખ ડોલર ચુકવવા રાજરત્નમની તૈયારી

નર્સને બ્રિટનની રાણીના નામે ફોન કરનારા ઓસી.ના ડીજે બચી જવા વકી
આંગ સાન સુકીએ ગૂંથેલું ઊનનું સ્વેટર ૫૦ હજાર ડોલરમાં વેચાયું
મહિલાઓ સામેની હિંસા માટે સફાઇ અને રસોઇ જવાબદાર
કેટ વિન્સ્લેટનાં ન્યૂયોર્કમાં ખાનગી સમારંભમાં ત્રીજી વાર લગ્ન
રિલાયન્સ, ઓઈલ-ગેસ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૧૯૪૪૫ ઃ નિફટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
ચાંદીમાં પ્રારંભિક મજબૂતાઈ પછી ફરીથી પીછેહઠ ઃ સોનામાં પાંખા કામકાજ
ઈન્ટરનેટ સેવાનો કડવો ઘૂંટડો પીવા નાની નાની આઈએસપી અસમર્થ ઃ ૫૦૦ પરવાના સરન્ડર
 
 

Gujarat Samachar Plus

હોટ મેકઅપ ઈન કોલ્ડ વેધર
ડિસન્ટ ડ્રેસ ફોેર ઓફિસ પાર્ટી
વેર પલાઝો વિથ સ્ટાઈલિશ ટોપ
વાસ્તુ શાસ્ત્ર, ફેંગશુઈ, લાફિંગ બુદ્ધ, ફ્રોગ, ટોર્ટોઈઝ
અનોખી અને આકર્ષક થીમ પર ન્યૂ યર પાર્ટીનું પ્લાનિંગ
 

Gujarat Samachar glamour

પ્રાચી હવે હોરર ફિલ્મમાં અભિનય કરશે
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલીવુડ હસ્તી
નવોદિતા સંદીપા ધારનો ડર સોહેલના પુત્રે દૂર કર્યો
અભિનેત્રી અને મોડેલ પછી હવે લિસા રે ડિઝાઇનર બની
થ્રી-ડી વડે ફિલ્મની અલગ અસર છોડવામાં સર્જકો સફળ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved