Last Update : 31-December-2012, Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૩૦-૧૨-૨૦૧૨ રવિવારથી તા.૫-૧-૨૦૧૩ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઇ.)
ઈ.સ. ૨૦૧૨ના ઉત્તરાર્ધ અને ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભમાં સગા, સંબંધી- મિત્રવર્ગથી આનંદ રહે. નિકટના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. સોના-ચાંદી, કાગળ, કાપડના વેપરા ધંધામાં, સીઝનલ ધંધામાં ધંધો, આવક થાય. સીઝનલ નોકરીના કામથી આવક થાય. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્ના રહે. જુના સંબંધો તાજા થાય. તા. ૩૦ ડિસેમ્બર રવિવાર, રવિપુષ્ય નક્ષત્રથી કાર્યસફળતા પ્રગતિ. ૩૧ સોમવાર સગાસંબંધી-મિત્રવર્ગથી ખર્ચ, ચંિતા. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર અંગારકી સંકષ્ટ ચોથે હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨ બુધ પુત્રપૌત્રાદિકનું કામ થાય, બહાર જવાનું થાય. ૩ ગુરૂ નોકરી-ધંધાનું કામ થાય. ૪ શુક્ર બજારોની વધઘટમાં ઘ્યાન રાખવું. ૫ શનિ સાધારણ.

 

વૃષભ (બ.વ.ઉ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિએ સગાસંબંધી- મિત્રવર્ગથી ખર્ચ થાય, બહાર જવાનું થાય. પુત્રપૌત્રાદિક માટે ઘ્યાન આપવું પડે. ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવો પડે. મકાન- જમીન- વાહનના, ટ્રાન્સપોર્ટના, વેપાર-ધંધામાં, અન્યની જામીનગીરીમાં, નાણાંની લેવડ દેવડમાં આપે સંભાળવું પડે. સાસરીપક્ષના વ્યવહાર, સંબંધમાં મનદુઃખ, ગેરસમજ થાય. વડીલવર્ગના કામકાજમાં ઘ્યાન આપવું પડે. તા. ૩૦ ડિસેમ્બર રવિવાર, રવિપુષ્ય નક્ષત્રથી કામકાજમાં સાનુકૂળતા. ૩૧ સોમ યાત્રા પ્રવાસ, મુલાકાત, નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. ૨ બુધ સગાસંબંધી, મિત્રવર્ગથી ખર્ચ ચંિતા વ્યસસ્તા. ૩ ગુરૂ નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે. ૫ શુક્ર વધારાના કામમાં ઘ્યાન આપવું પડે. ૫ શનિ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

મિથુન (ક.છ.ઘ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિ અને ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે ઉતાવળીયા જોખમી વિવાદી નિર્ણય કરવા નહીં. ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં, ધક્કામુક્કીમાં, પડવા વાગવામાં કે શસ્ત્રક્રિયામાં સંભાળવું પડે. પૈસા- પાકીટ- મોબાઇલ- વાહનનું ઘ્યાન રાખવું જરૂરી રહેશે. શેરોની લે વેચમાં, કાગળ, કાપડ, રંગરસાયણ, દવાના વેપાર-ધંધામાં, પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. તા. ૩૦ ડિસેમ્બર રવિવાર, રવિપુષ્ય નક્ષત્રમાં સાનુકૂળતા રહે. ૩૧ સોમ પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચંિતા. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળ, સંકષ્ટી અંગારકી ચોથે હૃદય-મનની પ્રસન્નતા રહે, ધર્મકાર્ય થાય. ૨ બુધ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં સંભાળવું. ૩ ગુરૂ ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૪ શુક્ર નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા ઉચાટ. ૫ શનિ સગા સંબંધી મિત્રવર્ગથી ખર્ચ-ચંિતા.

 

કર્ક (ડ.હ.)
શનિ-રાહુની પ્રતિકૂળતા ઈ.સ. ૨૦૧૨ના અંતમાં ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભમાં પુત્રપૌત્રાદિકના, ઘર, પરિવારના, નોકરી-ધંધાના પ્રશ્નમાં આપને ચંિતા- ઉચાટ- ઉદ્વેગ રખાવે. વિચારોની સ્થિરતા એકાગ્રતા જળવાય નહીં. નકારાત્મક વિચારો આવ્યા કરે. મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં આપનું અપમાન, ઉપેક્ષા થતી જણાય. તમારા વિકટ સમયમાં ધર્મકાર્ય, ભક્તિ- પૂજા- આઘ્યાત્મિકતાથી હૃદય-મનની શાંતિ જાળવવા. તા. ૩૦ ડિસેમ્બર રવિવાર, રવિપુષ્ય નક્ષત્રમાં કામની સાનુકૂળતા. ૩૧ ડિસેમ્બર સોમ પુત્રપૌત્રાદિકની ચંિતા રહે. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ હળવાશ, રાહત અનુભવો, ધર્મકાર્ય થાય. ૨ બુધ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૩ ગુરૂ વધારાનું કામ ઉકેલાય. ૪ શુક્ર અગત્યની કામગીરીમાં, નિર્ણયમાં ઘ્યાન રાખવું. ૫ શનિ યાત્રા પ્રવાસ- મુલાકાતમાં સંભાળવું.

 

સિંહ (મ.ટ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિ અને ઈ.સ. ૨૦૧૩નો પ્રારંભ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદનો રહે. નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. બહારના કામમાં, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં, ખાણીપીણીના ધંધામાં, કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં આવક થાય. આકસ્મિક ધંધો થઇ જાય. ભાઇભાંડુના કામકાજમાં ઘ્યાન આપવું પડે. તા. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રથી કામકાજમાં સાનુકૂળતા. ૩૧ સોમ સગાસંબંધી, મિત્રવર્ગથી ખર્ચ, બહાર જવાનું થાય. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટી ચતુર્થીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્ના રહે. ૨ બુધ વિલંબમાં પડેલા કામ અંગે ચંિતા રહે. ૩ ગુરૂ માનસિક પરિતાપ, વ્યગ્રતા. ૪ શુક્ર નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા, આવક. ૫ શનિ વ્યવહારિક કુશળતા, સામાજીક કામની ચંિતા.

 

કન્યા (પ.ઠ.ણ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિ અને ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે આનંદ રહે. નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવાય. કુટુંબ, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ધંધો, આવક થાય. જુના સંબંધો તાજા થાય. ધર્મકાર્ય થાય. પુત્રપૌત્રાદિકની ચંિતા હળવી થાય. શારિરીક, માનસિક શ્રમ, થાક, કંટાળો ઓછો થવાથી તમારા રોજીંદા કામમાં સ્વસ્થતાપૂર્વક ઘ્યાન આપી શકાય. તા. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રમાં આનંદથી તમારું કામ કરી શકો. ૩૧ ડિસેમ્બર સોમ યાત્રા પ્રવાસ- મુલાકાત, હળવાશ જણાય. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટ ચોથે ખર્ચ થાય, બહાર જવાનું થાય, પ્રવાસ થાય. ૨ બુધ શારિરીક- માનસિક શ્રમ, થાક છતાં હળવાશ, આનંદ અનુભવો. ૩ ગુરૂ નોકરી-ધંધાના કામની ચંિતા રહે. ૪ શુક્ર વિલંબમાં પડેલા કામ ઉકેલાય. ૫ શનિ શાંતિથી કામકાજ કરવું.

 

તુલા (ર.ત.)
ઈ.સ. ૨૦૧૨ના અંતમાં, ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભમાં આપને સગા સંબંધી- મિત્રવર્ગના કારણે ચંિતા- ખર્ચ- વ્યસ્તતા જણાય. આપે શરદી- કફ- ખાંસી- સાયનસ- મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું. નિકટના મિત્રવર્ગને મળવાનું થાય પરંતુ વાતવાતમાં મનદુઃખ કે ગેરસમજ થાય નહીં તેની તકેદારી રાખવી. જાહેર સંસ્થાકીય કામમાં, સરકારી, રાજકીય-ખાતાકીય કામ અંગે ચંિતા રહે પરંતુ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સાંસારીક પ્રશ્ને, પુત્રપૌત્રાદિકના પ્રશ્ને શાંતિ જણાય નહીં. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રમાં કામકાજની સાનુકૂળતા રહે. ૩૧ ડિસેમ્હર સોમ, સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને, સાંસારીક પ્રશ્ને, સંતાનના પ્રશ્ને ચંિતા- ઉચાટ- ઉદ્વેગ- વિવાદ જણાય. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળ, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ અસ્વસ્થતા, બેચેની. ૨ બુધ રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ૩ ગુરૂ રાહત રહે. ૪ શુક્ર નોકરી-ધંધાની ચંિતા. ૫ શનિ શાંતિથી દિવસ પસાર કરવો.

 

વૃશ્ચિક (ન.ય.)
ઈ.સ. ૨૦૧૨ના અંતમાં, ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભમાં નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો, આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. યાત્રાપ્રવાસ- મુલાકાતમાં, પુત્રપૌત્રાદિકના કામમાં હળવાશ, રાહત અનુભવો. પરદેશમાં કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય થાય. પત્નીના સાનુકૂળ સહકારથી હળવાશ રહે. પરંતુ શનિ- રાહુની પ્રતિકૂળતા આરોગ્યને અસર કરે. સીઝનલ બિમારી, પડવા વાગવાથી, તકલીફ જણાય. તા. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રમાં આનંદ રહે. ૩૧ ડિસેમ્બર સોમ કામકાજ કરો પરંતુ અન્યના કારણે ચંિતા- ઉચાટ. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળ, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ફાયદો-લાભ, ધર્મકાર્ય. ૨ બુધ નોકરી-ધંધાનું કામ વ્યસ્તતા રહે. ૩ ગુરૂ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. તા. ૪ શુક્ર જુના-નવા સંબંધો તાજા થાય. ૫ શનિ બહાર જવાનું થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિએ આપે તન-મન-ધનથી- વાહનથી, ખાવાપીવામાં, બિમારીથી, પડવા વાગવાથી સંભાળવું પડે. ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે બપોર પછી હળવાશ, રાહત, સ્વસ્થતા અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. વધારાનો ખર્ચ થાય પરંતુ પૈસા-પાકીટ- મોબાઇલ- વાહનનું આપે ઘ્યાન રાખવુ.ં કોઇની વાતોમાં બેઘ્યાન થઇ જવું નહીં. ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો, આવક થાય. સગા સંબંધી- મિત્રવર્ગના ઘેર કે બહાર જવા આવવામાં, ખાવાપીવામાં ઘ્યાન રાખવું પડે. તા. ૩૦ ડિસેમ્બર રવિવા૨, રવિપુષ્ય નક્ષત્રમાં જોખમી કોઇ નિર્ણય કરવો નહીં. ૩૧ ડિસેમ્બર સોમ, ખાવાપીવામાં, હરવાફરવામાં, વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ૧ જાન્યુઆરી મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ બપોર પછી બહાર જવાનું થાય, ધર્મકાર્ય થાય. ૨ બુધ નોકરી-ધંધાના જુના-નવા સંબંધોમાં સાનુકૂળતા. ૩ ગુરૂ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૪ શુક્ર નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૫ શનિ સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ ચંિતા.

 

મકર (ખ.જ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિએ તેમજ ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે આપના સાંસારીક પ્રશ્નમાં, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં તેમજ આરોગ્યની બાબતમાં કાળજી રાખવી. શારિરીક માનસિક શ્રમ- થાક- કંટાળો નોકરી-ધંધાના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં અનુભવાય. બહાર જવાનો કંટાળો આવે. તે સિવાય નિકટના સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવો. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. તા. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રમાં આનંદ રહે. ૩૧ ડિસેમ્બર સોમ, વધારાના કામની વ્યસ્તતા, ઉજાગરો, અનંિદ્રા અનુભવાય. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, વર્ષારંભે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા - અસ્વસ્થતા. ૨ બુધ તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે. ૩ ગુરૂ નોકરી-ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી. ૪ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૫ શનિ યાત્રા- પ્રવાસ- મુલાકાતમાં સંભાળવું.

 

કુંભ (ગ.શ.સ.ષ.)
ઈ.સ. ૨૦૧૨ના અંતમાં અને ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભમાં આપને યાત્રા પ્રવાસ, વધારો ખર્ચ, ચંિતા રહે. નાણાંકીય ખેંચ સર્જાય તેવો કોઇ નિર્ણય નોકરી-ધંધામાં કરવો નહીં. યાત્રા પ્રવાસમાં તેમજ રસ્તામાં આવતા જતા, જાહેર સ્થળે ટોયલેટમાં જતા આપે સંભાળવું. કોઇ ચીજવસ્તુ પડી જાય નહીં તેનું ઘ્યાન રાખવું. સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, જવાબદારીમાં, કાનૂની કાર્યવાહી, પોલીસ કાર્યવાહી, વિવાદમાં તમને નુકસાન થાય, પીછેહઠ થાય. જેમની સાથે સારા સંબંધ હોય તેમની સાથે મનદુઃખ થાય કે તેમનું સ્થળાંતર થાય, બિમાર થઇ જાય. તા. ૩૦ ડિસેમ્બર રવિ, રવિપુષ્ય નક્ષત્રમાં વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૩૧ ડિસેમ્બર સોમ, સગા સંબંધી, મિત્રવર્ગથી ખર્ચ-ચંિતા છતાં આનંદ. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ હૃદય-મન પ્રસન્ન રહે. ૨ બુધવાર ઘર, પરિવાર, સગાસંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. ૩ ગુરૂ સાંજ પછી ચંિતા. ૪ શુક્ર તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ૫ શનિ આકસ્મિક ચંિતા ખર્ચ.

 

મીન (દ.ચ.ઝ.થ.)
ઈ.સ. ૨૦૧૨ની સમાપ્તિ અને ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે આનંદ રહે. યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. નિકટના સગાસંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. પરંતુ આપે ખાવાપીવામાં તેમજ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવવામાં જાગૃતિ-સાવધાની રાખવી. તમારા રોજીંદા કામમાં, જવાબદારીની વ્યસ્તતામાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે પરંતુ વિવાદ- જોખમ- નુકસાન થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં. તા. ૩૦ ડિસેમ્બર રવિવાર રવિપુષ્ય નક્ષત્રમાં સાનુકૂળતા, આનંદ રહે. ૩૧ ડિસેમ્બર સોમવાર આપના અંગત કામમાં, અન્યના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૩ મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય, આનંદ રહે. ૨ બુધવાર હળવાશ, રાહત અનુભવો, મીલન મુલાકાતથી આનંદ. ૩ ગુરૂવાર રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ૪ શુક્રવાર ઘર, પરિવાર, નોકરી-ધંધાનું કામ થાય. ૫ શનિવાર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું.

[Top]
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved