Last Update : 31-December-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૧૨-૨૦૧૨ સોમવાર
માગશર વદ ત્રીજ
સૌભાગ્ય સુંદરી વ્રત
હવામાનમાં ફેરફારી ?
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૦ મિ.
નવકારશી સમય (અ) ૮ ક. ૧૦ મિ. (સૂ) ૮ ક. ૦૫ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુષ્ય સવારના ૧૦ ક. ૦૮ મિ. સુધી પછી આશ્લેષા આજે સવારના ૧૦ ક, ૦૮ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- ધન, મંગળ- મકર, બુધ- ધન, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃશ્ચિક, શનિ- તુલા, રાહુ- તુલા, કેતુ- મેષ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪ નંદન સં. જૈનવીર સંવતઃ ૨૫૩૯. ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પો. -૧૦ માસ-તિથિ-વાર માગશર વદ ત્રીજને સોમવાર
- સૌભાગ્ય સુંદરી વ્રત
- વિષ્ટી સવારના ૮ ક. ૨૬ મિ.થી રાત્રે ૯ ક. ૦૪ મિ. સુધી
- રોગ બીમારી વધે !
- અનાજ પ્રાપ્ત થાય !
- કોઈ સ્થળે વરસાદ માવઠું થાય, હવામાનમાં ફેરફારી ઠંડી પડે
મુસલમાની હિજરીસન ૧૪૩૪ સફર માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અમરદાદ માસનો ૧૬ રોજ મહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ઈ.સ. ૨૦૧૨ના અંતિમ દિવસે નોકરી- ધંધાનું કામકાજ કરવામાં, પુત્ર- પૌત્રાદિકનું કામ કરવામાં વાહન ચલાવવામાં આપે ધ્યાન રાખવું પડે.
વૃષભ ઃ વર્ષ ૨૦૧૨ની સમાપ્તિએ હરવા- ફરવામાં ખાવાપીવામાં, વાહન ચલાવવામાં, સગા-સંબંધી મિત્રવર્ગના કારણે તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી.
મિથુન ઃ ઇ.સ. ૨૦૧૨ના અંતિમ દિવસે આનંદ રહે ખર્ચ- ખરીદી થાય પરંતુ પૈસા- પાકીટ મોબાઇલ વાહનનું ધ્યાન રાખવું. ઘક્કા મુક્કીમાં પડી જાવ, ઈજા થાય.
કર્ક ઃ ઇ.સ. ૨૦૧૨ની સમાપ્તિએ સગા-સંબંધી મિત્રવર્ગના પુત્ર- પૌત્રાદિકથી ચિંતા ઉચાટ રહે હરોફરો કામ કરો પરંતુ ચિંતા- અનિંદ્રા નકારાત્મક વિચારો રહે.
સિંહ ઃ વિદાય લઈ રહેલ ઇ.સ. ૨૦૧૨નું વર્ષ ખર્ચ- ખરીદીનું રહે, આનંદ રહે, નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સરકારી સંબંધોમાં ચિંતા રહે.
કન્યા ઃ ઈ.સ. ૨૦૧૨નો અંતિમ દિવસ આનંદમાં પસાર થાય નવા કામ અંગે રોજીંદા કામ અંગે નવું વર્ષ કેવું રહેશે તેના વિચારો રહે.
તુલા ઃ ઇ.સ. ૨૦૧૨ના વર્ષની વિદાય આનંદની રહે કામકાજમાં સાનુકૂળતા રહે પરંતુ નિકટના મિત્રવર્ગના કારણે ચિંતા- ખર્ચ જણાય.
વૃશ્ચિક ઃ ઇ.સ. ૨૦૧૨ના અંતિમ દિવસની વિદાય અને ઇ.સ. ૨૦૧૩ના વર્ષનું આગમન નવા ઉમંગ, ઉત્સાહ, આનંદમાં પસાર થાય.
ધન ઃ આપના નિકટના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગથી ઇ.સ. ૨૦૧૨ની વિદાય અને ઇ.સ. ૨૦૧૩નું આગમન ધીમે ધીમે સાનુકૂળ થતું જાય.
મકર ઃ ઈ.સ. ૨૦૧૨ની વિદાય અને ઇ.સ. ૨૦૧૩નું આગામી વર્ષ આનંદ, ઉત્સાહ, ઉમંગથી શરુ થાય, નવીન ખર્ચ ખરીદી થાય, આનંદ રહે.
કુંભ ઃ ઇ.સ. ૨૦૧૨ના વર્ષની વિદાય સંકટ- ચિંતા મુશ્કેલીથી પસાર થાય અને ઇ.સ. ૨૦૧૩ના આગામી વર્ષનો પ્રારંભ આશાજનક સફળતાનો રહે.
મીન ઃ ઇ.સ. ૨૦૧૨ના અંતિમ દિવસે અને ઇ.સ. ૨૦૧૩ના આગમનના દિવસે હૃદય-મનની પ્રસન્નતા અનુભવાય, બંધનમાંથી મુક્ત થવાય.

જન્મ તારીખ વર્ષ સંકેત....
તા. ૩૧ ડિસેમ્બર
૨૦૧૨ સોમવાર

આજથી શરુ થતા આપના જન્મવર્ષ દરમ્યાન કૌટુંબિક ચિંતા રહે. માતાના, વડીલ વર્ગના આરોગ્ય માટે વર્ષ નબળું જણાય. વડીલ વર્ગના બીમારી- ચિંતા ખર્ચમાં આપના રોજીંદા કામમાં રૃકાવટ મુશ્કેલી અનુભવો. મીલ્કતના પ્રશ્નમાં, સંયુક્ત પરિવારના પ્રશ્નમાં, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં આપ મુંઝવણ અનુભવો વિશેષમાં -
* ચિંતા- ખર્ચ, મુંઝવણ- વિવાદ છતાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપના એક પછી એક પ્રશ્નો ઉકેલાતા જાય અને આપ હળવાશ રાહત અનુભવો.
* નોકરી- ધંધામાં જોખમી નિર્ણયો કર્યા વગર, ફેરફારી કર્યા વગર શાંતિથી સમય પસાર કરવો.
* કોઈના જામીન બનવું નહીં, નાણાંની લેવડદેવડમાં પડવું નહી વિશ્વાસઘાત દગાથી સંભાળવું.
* સ્ત્રી વર્ગને છાતીમાં, સ્તનમાં દર્દ-પીડાથી સંભાળવું પડે માતૃપિતૃની બીમારી વારસામાં આવતી જાય. તે સિવાય સગા- સંબંધી મિત્રવર્ગમાં મનદુઃખ થાય પતિ- સંતાનથી સાનુકૂળતા હળવાશ રહે.
* વિદ્યાર્થી વર્ગને મિત્રવર્ગથી ભણવામાંં સમયનો વ્યય કરવામાં વર્ષ બગડે કે ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય નહીં.

 

 

સુપ્રભાતમ્

- કહ્યું ન કરનાર સેવક, લુચ્ચો મિત્ર, ચંિગુસ સ્વામી (શેઠ) અને અવિનયી પુત્ર- આ ચાર માથાના શૂળ સમાન છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાની બહેનપણી ચંપાને કહી રહી હતી, ‘‘મેં આજ દિન સુધી મારા પતિ સિવાય કોઇને પ્રેમ નથી કર્યો .. બોલ!’’
‘‘આ તું ફડાકા મારવા કહી રહી છો કે,’’ચંપા બોલી,‘‘દુઃખ વ્યક્ત કરી રહી છો?’’

[Top]
 

આજ ની રેસીપી

કેકની લહેજત માણો

ગરમ મસાલા કેક

 

સામગ્રી ઃ ૧/૨ કપ ચોખા, ૧/૨ કપ ઘઉં, ૧/૨ કપ ચણાની દાળ, ૧/૨ કપ મગની દાળ, ૧/૨ કપ મસૂરની દાળ, ૧/૨ કપ તુવેરની દાળ, ૮ ચમચાં ખાટુ દહીં, વાટેલા આદુ-મરચાં, કોેથમીર લીમડો, હીંગ, મીઠું, ૩ ચમચા સાકર, ૧ ચમચો ખાટા અથાણાનો તેલવાળો મસાલો (મસાલો ન હોય તો ૧ મોટો ચમચો ગરમ તેલ), ૪-૫ લસણની કળી વાટેલી, ૨ બટાટા, ૧૫ ફણસી, થોેડા વટાણા, ૧ ટામેટું, વઘાર માટે તેલ, રાઈ, તજ, લવંિગ ૭-૮ કાજુના ટુકડા, થોડી દ્રાક્ષ, ૧ ચમચી તલ, લીમડો, સુકું મરચું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૨૦૦ ગ્રામ દૂધી.

 

રીત ઃ ચોખા અને બધી દાળો ભેગી કરી ઢોકળા જેવું કરકરું ભરડવું ભરડેલા લોટમાં ખાટા દહીંને ભાંગી, થોડું ગરમ પાણી તથા મીઠું નાખી પલળવા દેવો. ૩-૪ કલાકમાં આથો આવી જશે. આથોે આવી જાય પછી તેમાં ઉપર જણાવેલ મસાલો નાખી. ખીરુ તૈયાર કરવું. ખીરું બહુ ઢીલું રાખવું નહીં. ખીરામાં દૂધી ખમણીને નાખવી. વટાણા, બટાટા, ફણસીને અધકચરા બાફીને નાખવા, ટામેટાને બારીક સુધારીને નાખવા એક પહોેળા વાસણમાં વઘાર માટે અડધી વાટકી તેલ મૂકી, વઘારની બધી ચીજો નાખવી. વઘાર તૈયાર થાય એટલે ખીરાને બરાબર હલાવી વઘારવું. ઉપરનું પડ કડક થવા આવે એટલે છરી નાખીને જોવું છરીને ખીરું ન ચોટે તો કેક તૈયાર થઈ ગયો છે તેમ સમજવું.

[Top]
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved