Last Update : 30-December-2012, Sunday

 

ગુજરાત સરકારનાં નવાં ખાતાં !

- મન્નુ શેખચલ્લી


મુખ્યમંત્રીજીનો ધામધૂમથી શપથવિધિ થઇ ગયો. પ્રધાનોએ નીચી મૂંડી રાખીને શપથ લઈ લીધા. ગઇકાલે ખાતાંઓની વહેંચણી પણ થઈ ગઈ...
પરંતુ, અમને રહી રહીને એમ થયા કરે છે કે મુખ્યમંત્રીજીએ વધુ સારા વહીવટ માટે અમુક તદ્ન નવાં ખાતાં ચાલુ કરવાની જરૃર હતી !
દાખલા તરીકે...
* * *
વિદેશ ખાતું
તમે કહેશો કે વિદેશ ખાતું તો સેન્ટરમાં જ હોય ! પણ બૉસ, ગુજરાતમાં ય એની કેટલી બધી જરૃર છે...
જુઓને, હજી તો સાહેબને અમેરિકા અને બ્રિટનના વિઝા અપાવવાના છે ! હજી તો ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને દૂબઈમાં 'ઔદ્યોગિક' પ્રવાસો કરાવવાના છે ! અને હા, ફોરેનની કાર કંપનીઓને ગુજરાતમાં 'લાડવા' છે એ બતાડવાનું કામ કોણ કરશે ?
* * *
કોર્ટ-કાયદા-મંત્રાલય
હજી રમખાણોના અને એન્કાઉન્ટરોના કેસો ક્યાં પત્યા છે ?
મહિનો થયો નથી કે કોઇ સીબીઆઈની ઇન્કવાયરી નીકળે છે, સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમો આવે છે, સુપ્રિમમાં કેસો ચાલે છે, તપાસપંચો નીમાય છે.. જફા કંઇ ઓછી છે ?
આ બધી કાનૂની જફાઓને પહોંચી વળવા માટે એક 'કાનૂન' મંત્રાલયની તાતી જરૃર છે, ગુજરાતને !
* * *
થ્રી-ડી મિનીસ્ટ્રી
મૂળ તો આ ખાતાનું કામ સાહેબની થ્રી-ડી ઇમેજને જરૃર પડયે છેક સ્વીસ બેન્કમાં પહોંચાડવાનું હોવું જોઈએ, (કેમ, સ્વીસ બેન્ક પાસે 'વિકાસ-લોન' ના મંગાય ?) પણ એ ઉપરાંત દિલ્હીના ભાજપ કાર્યાલયમાં સાહેબની સતત 'લાઇવ' હાજરી વર્તાતી રહે એ માટે આ ખાતાએ દિવસ-રાત કામ કરવું પડશે.
* * *
વાયબ્રન્ટ વિભાગ
આમ જોવા જાવ તો આખા ગુજરાતમાં સાહેબશ્રી સિવાય કોઈમાં 'વાયબ્રેશન' જ નથી તો બીજા બધા 'વાયબ્રન્ટ' પણ શેના હોય ?
પરંતુ આવનારા વરસોમાં આખા ગુજરાતમાં વાયબ્રન્ટ ઉત્તરાયણ, વાયબ્રન્ટ ગરબા અને વાયબ્રન્ટ કચરા પેટીઓ, વાયબ્રન્ટ ગટરો અને વાયબ્રન્ટ સુએઝ ફાર્મો પણ ઊભાં કરવાં પડશેને ? (કારણ કે દિલ્હી જતાં પહેલાં સાહેબ અહીંનો કચરો સાફ કરવાના મૂડમાં છે.)
... અને હા, 'દિલ્હી' ખાતું !
સાહેબ હવે તો દિલ્હી જવાના, એટલે એમને માટે ત્યાં લોબિંગ કરવાનું, સેટિંગો ગોઠવવાનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ... પીએમની 'ખુરશી'નું માપ લેવાનું કામ આ જ ખાતું કરી શક્યું હોત !
(હકીકતમાં સાહેબને દિલ્હી 'મોકલવા' બાબતે તો એમનું આખું પ્રધાનમંડળ થનગની રહ્યું છે ! 'જાઓ દિલ્હી...'
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved