Last Update : 30-December-2012, Sunday

 

સરકાર સામે ઉપરા છાપરી પડકારો
૨૦૧૨ની વસમી વિદાય ભ્રષ્ટાચાર ટુ બળાત્કારનું વર્ષ

 

- અખાતી દેશોમાં પરિવર્તન માટે થતા દેખાવો જેવી સ્થિતિ દિલ્હીમાં જોવા મળી

 

વર્ષ ૨૦૧૨ના અંતિમ દિવસો ચાલી રહ્યો છે. ૨૦૧૩ને આમંત્રવાનો ઘોંઘાટ સંભળાઈ રહ્યો છે ત્યારે ૨૦૧૨ના વર્ષને મુલવવાનો સમયગાળો વાચકો સમક્ષ છે. ૨૦૧૨ને ટૂંકમાં ભ્રષ્ટાચારથી બળાત્કાર સુધીની ઘટનાઓથી છલકાતા વર્ષ સાથે સાંકળી શકાય એમ છે.
ભ્રષ્ટાચાર અને બળાત્કાર બંને એ ભારતની સરકારના સુચારુ વહિવટ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ પ્રજાનો અવાજ બુલંદ થયો હતો તો વર્ષના અંતે બળાત્કાર સામે યુવાવર્ગ રોષે ભરાયો હતો. આ બંને વિષયો દેશમાં ક્રાંતિ બીજ સમાન બની ગયા હતા. ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ જ્યારે અરવંિદ કેજરીવાલે જ્યારે જંગ છેડ્યો ત્યારે તેમણે હાલની સિસ્ટમ પર દોષ ઠોપ્યો હતો.
એવું જ ફીઝીયોથેરાપીસ્ટ વિદ્યાર્થીની પર થયેલા સામુહીક બળાત્કારના કેસમાં થયું હતું. યુવાનો સ્વયંભુ મેદાનમાં આવ્યા ત્યારે સરકારની ઉંઘ હરામ થઈ ગઈ હતી. દિલ્હીમાં ચાલુ બસે બળાત્કાર કર્યા બાદ પાંચ-છ નરાધમોએ યુવતીને અને તેના મિત્રને મારમારીને નિર્વસ્ત્ર કરીને રોડ પર ફંગોળી દીધા હતા.
આ નરાધમોને ફાંસી આપવાની માગણી કરતો યુવા વર્ગ જ્યારે રજુઆત માટે રાષ્ટ્રપતિ ભવનની બહાર એકઠો થયો ત્યારે તેમના પર પાણીનો મારો, ટીયરગેસનો મારો અને લાઠીમાર થયો હતો.
આખો દેશ આ પોલીસ દમન ટીવી પર જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. ગયા શનિવારે સવારથી જ કોલેજના યુવાનો ભેગા થયા ત્યારે તેમાં સ્વયંભુ જુવાળ દેખાતો હતો. પોલીસો સંયમ બતાવતા હતા પરંતુ એકેય રાજનેતા બહાર આવ્યો નહોતો. અરવંિદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં ડીફેન્સ રમતી સરકાર પાસે બળાત્કાર વિરોધી અભિયાનમાં ડીફેન્સ રમવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
આ બંને મુદ્દે સરકાર બાનમાં હતી અનેક પ્રશ્નોના સરકાર પાસે કોઈ જવાબ નહોતા. પોલીસ રીફોર્મના મુદ્દા છેલ્લા ૧૫ વર્ષથી સરકારી ફાઈલોમાં કાટ ખાય છે.
રાત્રે દિલ્હીની સડકો પર ઓછી પોલીસ હોય છે. કાળા ગ્લાસ અને પડદાવાળી બસો પર પ્રતિબંધ હોવા છતાં બસ ફરતી રહી અને અંદર નરાધમો યુવતીને પીંખી રહ્યા હતાં. દેશના કોઈપણ નાગરિકનું લોહી ઉકળી ઉઠે એવી આ ઘટના હતી પરંતુ પોલીસના હાથ કાયદાથી બંધાયેલા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવતા અરવંિદ કેજરીવાલે કાયદમાં સુધારો કરવાની માગ કરી હતી એમ બળાત્કારના કિસ્સામાં આરોપીને ફાંસી આપવા કાયદામાં સુધારો લાવવા રજુઆત થઈ રહી છે.
ડિસેમ્બરના અંત ભાગમાં સરકારે ૨-ય્ ટેલિકોમ કૌભાંડની ચાર્જશીટમાં એમેન્ડમેન્ટ કરીને એનડીએના શાસન સમયના લોકોનો તેમાં સમાવેશ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. દિવંગત પ્રમોદ મહાજન વખતના જુના પોપડા ઉખેડવા સરકાર પ્રયાસ કરશે.
૨૦૧૨ના વર્ષ દરમ્યાને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર પ્રજા સમક્ષ આવ્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે મોંઘવારી પણ સતત વધતી જતી હતી.
આવા બધા કિસ્સામાં પ્રજાના ભાગે શોષાવાનું આવે છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આંકડા જોઈને પ્રજા સ્તબ્ધ બની ગઈ હતી તો બળાત્કારીઓને સજા આપવાના મામલે પ્રજા દેખાવકારોના ટેકોમાં આવી ગઈ હતી. મોંઘવારીમાં પ્રજાની રજુઆતો સાંભળનાર કોઈ નહોતું. પ્રજા સહન કરતી રહી અને સરકાર મોંઘવારી વધારતા ઈન્જેક્શનોનો ડોઝ ઉપરા છાપરી આપ્યા કરતી હતી.
૨૦૧૨ની વિદાય સરકાર માટે વસમી અર્થાત્‌ દુઃખદ બની રહી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર માટે ગુજરાતમાં ભાજપની જીત આંચકા સમાન હતી. આ આંચકો માંડ પચાવી શકનાર સરકાર સામે દિલ્હીમાં સામુહીક બળાત્કારનો કેસ પડકાર બનીને આવ્યો હતો.
મઘ્યપૂર્વના દેશોમાં સત્તા પરિવર્તન માટે જે લોકજુવાળ જોવા મળતો હતો એવા જ દ્રશ્યો દિલ્હીમાં બળાત્કારના કિસ્સામાં ન્યાય માગનારાઓએ ઊભા કર્યા હતા.
૨૦૧૨નું વર્ષ ભ્રષ્ટાચાર ટુ બળાત્કારનું વર્ષ કહી શકાય પરંતુ હકીકતે તો તે સરકારની સિસ્ટમ વિરૂઘ્ધનું વર્ષ રહ્યું હતું.
સરકારના વહિવટીની ત્રણેય પાંખ સામે પ્રજાનો આક્રોશ વહેતો હતો. જુના-પુરાણા કાયદા ચુકાદામાં લાગી જતા વર્ષો અને ફાંસી આપવામાં થતા ઠાગાઠૈયા વગેરેએ પ્રજામાં રહેલા આક્રોશને સપાટી પર લાવી દીધો હતો... ફિઝીયોથેરાપીસ્ટ યુવતી પર સામુહીક બળાત્કારના કેસમાં દેખાવકારોને સંતોષ નહીં આપી શકનાર સરકારને આગળ જતા નવા વિવાદોનો સામનો કરવો પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved