Last Update : 30-December-2012, Sunday

 

પાક્કા હોમવર્ક વિના પંડિતજી કદી કામ કરતાં નહોતા...

સિનેમેજિક - અજિત પોપટ
 

 

ગયા સપ્તાહે વાત કરેલી કે સિતાર-સમ્રાટ પંડિત રવિશંકરે બહુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું. બાકી એ દાદુ સર્જક હતા. માત્ર સર્જક નહોતા, એમને કોની પાસેથી કઇ કામગીરી લેવી એની પણ ઊંડી પરખ અને સમજ હતી. અહીં એક પ્રસંગ એ સંદર્ભમાં ખાસ નોંધવો છે. બહુ ઓછા લોકોને યાદ હશે પણ છે મહત્ત્વનો. રિચર્ડ એટનબરોની ‘ગાંધીં’ ફિલ્મ માટે સંગીત પીરસવાનું પંડિતજીએ સ્વીકાર્યું ત્યારે એમના સહાયકોમાં એક હતા આપણા ગરવા ગુજરાતી ગાયક આસિત દેસાઇ. મજા જુઓ કે દરેક ફ્રેમ માટે સ્વતંત્ર કલ્પનાશક્તિ દોડાવીને સંગીત તૈયાર કરનારા પંડિતજીએ પરાકાષ્ઠાના દ્રશ્યમાં એક ગજબની કમાલ કરી હતી. કિશોર કુમાર, મન્ના ડે, અને અન્ય ગાયકોની પ્રતિભા કંઇ ઓછી નહોતી. આપણા ટોચના પાર્શ્વગાયકોએ જુદી જુદી ભાષાનાં ગીતો ગાયાં છે જેમાં ગુજરાતી ગીતોનો પણ સમાવેશ છે. એજ રીતે ગુજરાતી ગાયકોમાં પણ મોખરાના કહી શકાય એવા ગાયકોની ભીડ ૧૯૮૦ના દાયકામાં પણ જામેલી હતી. પરંતુ પંડિતજીએ ગાંધીજીને પ્રિય ભજન નરસંિહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ...આસિત પાસેજ ગવડાવવાનો આગ્રહ રાખ્યો અને એમના આસિતમાંના દ્રઢ વિશ્વાસે આસિતને પોતાની ગાયકીની પૂરેપૂરી શક્તિ કામે લગાડીને ગીતને ભાવપૂર્ણ રીતે ગાવાની પ્રેરણા આપી. બાકી ગાંધી ફિલ્મ આવી એ પહેલાં કે ત્યારપછી પણ સુગમ સંગીત કે લોકસંગીતના પ્રોગ્રામમાં આસિત પાસે આ ભજન ભાગ્યે જ કોઇ આયોજકેે ગવડાવ્યું હશે.
હિન્દી સાહિત્ય-રસિકો મુનશી પ્રેમચંદજીની સામાજિક વાર્તાઓથી સુપેરે પરિચિત છે. એમની એક વાર્તા ગોદાન પરથી બનેલી ફિલ્મમાં પણ પંડિત રવિશંકરનું સંગીત હતું. એ ફિલ્મનાં ગીતો પણ સરસ હતાં. ખાસ કરીને આ ફિલ્મનું હોરી ગીત નોંધવા જેવું છે. હિન્દી ફિલ્મ સંગીતના તમામ સર્જકોએ હોળી ગીતો આપ્યાં છે. પરંતુ પંડિતજીએ પ્રાચીન હોરી બંદિશ (રાગ કાફી)ની પસંદ કરી. એ બંદિશ એટલી બધી જાણીતી છે કે તમે જુદી જુદી રીતે સાંભળી ચૂક્યા હશો. ખાસ કરીને ભજનસમ્રાટ અનુુપ જલોટાના કંઠે કબીરનું ભજન ચદરિયા ઝીણી રે ઝીણી રામ નામ રસભીની ચદરિયા... સાંભળો. આ ભજનમાં અનુપજી રાગ દેશમાં બીજા કયા કયા રાગોની છાયા અનુભવાય છે એની ઝલક આપતા હોય છે. રાગ કાફીની ઝલકમાં તેઓ જે બંદિશ ગાય છે- ‘ઉત સે આયે કંવર રાધિકા, ઇત સે કંવર કન્હાઇ, ખેલત ફાગ પરસ્પર હિલ-મિલ શોભા બરની ન જાઇ...કૈસી યે ઘૂમ મચાઇ બ્રિજ મેં હોરી રચાઇ... આ ઘરાનેદાર બંદિશ પરથી પંડિતજીએ આપેલું ગીત બિરજ મેં હોરી ખેલત નંદલલા...સમગ્ર ઉત્તર ભારતમાં આજેય ગૂંજતું રહ્યું છે. પંડિતજીની લોકનાડની પરખની પ્રતીતિ આ ગીતથી અનુભવાય છે.
અહીં ઔર એક વાત નોંધવી જરૂરી છે. ગુલઝાર હિન્દી ફિલ્મ ગીત-સંગીતમાં બહુ મોટું નામ છે. ગુલઝારનું આર ડી બર્મન અને આશા ભોંસલે સાથેનું ટ્યુનંિગ જગજાહેર છે. પરંતુ મીરાં વિશેની ફિલ્મ બનાવી ત્યારે ટોચના તમામ ફિલ્મી સંગીતકારોને ભૂલીને ગુલઝારે પંડિતજીને યાદ કર્યા એટલું જ નહીં, એમને અત્યંત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ પોતાની ફિલ્મ માટે પૂરતો સમય આપવા મનાવી લીધા અને પંડિતજીએ પણ દિલ દઇને કામ કર્યું. પંડિતજીની વિદાય પર ગુલઝારે એક વાક્ય સૂચક કહ્યું કે પંડિતજી વોઝ ઓલવેઝ યંગ એટ હાર્ટ- દિલ સે વે હંમેશાં જવાન રહે...આ અનુભવ માત્ર ગુલઝાર કે આસિત દેસાઇનો નથી. એમના પરિચયમાં આવેલી દરેક વ્યક્તિનો આ અનુભવ રહ્યો. પ્રથમ મુલાકાતમાં એ દરેકને પોતાના કરી લેતા. એ સમયે આજુબાજુ ગમે તેટલા લોકો હાજર હોય, પંડિતજી તમને એવો અનુભવ કરાવે કે તમેજ વિશ્વની સૌથી મહત્ત્વની વ્યક્તિ છો. એમણે પૂરી પચીસ-ત્રીસ ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું નથી. પરંતુ જેટલી ફિલ્મો કરી એટલી, ફિલ્મની વાર્તા, સંનિવેષ અને ડાયરેક્ટરની જરૂરિયાતોને બરાબર સમજીને તેમણે કામ કર્યું તેથી કામ યાદગાર બન્યું.
અહીં એક આડ વાત. રાજ કપૂર અને શશી કપૂર વચ્ચે અઢાર વીસ વરસનો ફરક હોવાથી શશી કપૂર જેમ રાજજીને પિતા સમાન માનતો એ જ રીતે ડાન્સ બેલે કરતા અને એ માટે વિદેશ યાત્રામાં વ્યસ્ત રહેતા મોટાભાઇ ઉદય શંકર અને રવિશંકર વચ્ચે પણ અઢાર વીસ વરસનો ફરક હતો. મોટાભાઇ સાથે રહીને રવિશંકરે જે અનુભવ મેળવેલો એ જોતાં ફિલ્મ સંગીતમાં પણ એ સુપરહિટ બની શક્યા હોત. પ્રત્યેક દ્રશ્યના હાર્દને અનુરૂપ સૂરાવલિ સર્જવાનું એમને માટે ચપટી વગાડવા જેટલું સહેલું હતું. પરંતુ એક તો ફિલ્મ લાઇનની બદનામ ઇમેજ અને બીજું કે પોતાના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં-બાબાને આપેલું વચન કે હું ભારતીય સંગીતના પ્રચાર માટે સતત પ્રયત્નશીલ રહીશ. આ બે કારણે પંડિતજી ફિલ્મ સંગીતથી અળગા થઇ ગયા એવું આ લખનાર માને છે. એની બહુ મોટી પડી ખોટ આપણને સૌને. કદાચ તમારો અભિપ્રાય જુદો પણ હોઇ શકે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved