Last Update : 30-December-2012, Sunday

 

અમદાવાદીઓ આયા બનાવે

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

સુવાવડ ખાતામાં આયા હોય, બાળકોને સાચવવા માટે આયા હોય. પરંતુ અમદાવાદીઓની કાબેલિયતને દાદ દેવી પડે. ભલભલા રાષ્ટ્રીય મહિલા નેતાઓને આયા બનાવતા વાર ન લાગે. ગુજરાતીમાં આવ્યાને અમદાવાદીઓ આયા કહે. ગુજરાતની તાજેતરની વિધાન-સભાની ચૂંટણી વખતે એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે આવતા જતા હતા. આ જોઈને અમદાવાદીઓ અંદરોઅંદર વાત કરતા કે ‘આજે સોનિયા ગાંધી આયા છે’ તો વળી કોઈ કહેતું ‘ફલાણે ગામે સુષ્મા સ્વરાજ આયા છે... સોનિયાજી પણ આયા અને સુષ્માજી પણ આયા... બોલો.’ ક્યાંક વળી કોંગ્રેસી સમર્થકોના મુખેથી આવુ સ્લોગન પણ કાને પડ્યું હતું. સોનિયાજી આયા આંધી લાયા... જોકે ચૂંટણીના પરિણામે દેખાડી દીઘું કે આ તો ગાંધીનું ગુજરાત છે, આંધીનું કે સોનિયા ગાંધીનું નથી. ગુજરાતી બંદાઓ મોટા મોટા રાષ્ટ્રીય મહિલા નેતાઓને આયા-બનાવી શકે એ શું આંધીને બાંધી ન શકે?
સંરક્ષણ પ્રધાનનો માલીશ-પ્રેમ
સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે, આજા પ્યારે પાસ હમારે કાહે ગભરાય કાહે ગભરાય... માલીશ કરાવવામાં વળી ગભરાય કોણ? માલીશવાળો કઈ દુશ્મન દેશનો પ્રતિનિધિ થોડો જ છે? એમ માનીને તેલમાલીશ કરાવે છે આપણા સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટની. આમ તો સીમાડાના રક્ષણની જવાબદારી નિભાવતા લૂંગીધારી પ્રધાન સમયના બહુ પાબંદ મનાય છે. પણ તાજેતરમાં પ્રધાન મંડળની એક બેઠકમાં થોડા મોડા પડ્યા. કારણ જાણવા માટે ગુસપુસ થઈ ત્યારે કોઈ જાણભેદુએ કહ્યું કે દિલ્હીના આકરા શિયાળામાં એન્ટનીજી બદન પર તેલમાલીશ કરાવીને તંદુરસ્તી જાળવે છે. જ્યારે જ્યારે સંરક્ષણ પ્રધાન દિલ્હીમાં હોય ત્યારે સવારના પહોરમાં માલીશવાળો એમના બંગલે પહોંચી જ જાય છે. એક તરફ દુશ્મન પાકિસ્તાન અને બીજી તરફ ચીન મૂંઢમાર માર્યા કરે ત્યારે પછી ભારતના સંરક્ષણ પ્રધાને માલીશ કરાવવું જ પડેને?
સગા ભાઈનો બહેન પર બળાત્કાર
દિલ્હીમાં ચાલુ બસે વિદ્યાર્થિની પર પાશવી બળાત્કારની ઘટનાને લીધે આખા દેશમાં હાહાકાર મચી ગયો, સંસદમાં ઊહાપોહ થયો અને ભારતના રેપ કેપિટલનું લેબલ દિલ્હીને કપાળે લાગી ગયું. રાત્રે મહિલાઓ માટે એકલા બહાર નીકળવું સલામત નથી એ પૂરવાર થઈ ગયું છે. પણ કેરળમાં કાસરગોડના એક અરેરાટીપૂર્ણ કિસ્સામાં તો કન્યા માટે ઘરમાં પણ એકલા રહેવું કેટલું જોખમી છે એ સાબિત થઈ ગયું હતું. ચૌદ વર્ષની તરૂણી પર સતત બે વર્ષથી બળાત્કાર કરતા સગા મોટા ભાઈની અને તેના હવસખોર દોસ્તોની પોલીસે ધરપકડ કરી છે. આ બધા મળીને ચૌદ વર્ષની તરૂણીનંુ જાતીય શોષણ કરતા હતા. બહેનની રક્ષા કરવાની જે ભાઈની જવાબદારી હોય એ જ ઊઠીને બહેનની ઇજ્જત લૂંટે ત્યારે બહેને રક્ષણ માટે કોની પાસે જવું?
કાતીલ કૂકડાની પાછળ પોલીસ
કૂકડાનું કામ માણસોને જગાડવાનું છે, ભગાડવાનું નહીં. કૂકડાની ફરજ કૂક રે કૂક કરી ગામને જગાડવાની છે ચાંચ વગાડવાની નહીં. પરંતુ મઘ્ય પ્રદેશના જબલપુરમાં એક કાતીલ કૂકડાએ ગામ માથે લીઘું કે ચાંચે લીઘું જે કહો તો. પણ ભાઈ આ મારકણો મરઘો માણસ જોઈને ચાંચ મારવા દોડે, બાળકો અને મહિલાઓને જોઈને ચાંચ મારવા દોડે. સમભાવમાં માનતો મરઘો કોઈ ભેદભાવ રાખ્યા વિના ચાંચો મારી લોહીલુહાણ કરી નાખે.
સાત દિવસમાં તો કૂકડાએ જબલપુરના હનુમાન થાણા ક્ષેત્રમાં આ હંિસક કૂકડાએ એવો કેર વર્તાવ્યો કે અંતે ત્રાહિમામ પોકારીને લોકોએ કૂકડા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી. ફરિયાદ નોંધાઈ એટલે પછી પોલીસે પણ પગલાં તો લેવા જ પડેને? તરત જ સ્પેશ્યલ ટીમ રસાઈ. ખતરનાક ભાગેડુ અમરાધીઓને અને રીઢા ગુનેગારોને પકડી પાડતી પોલીસ અઠવાડિયું થયા છતાં કૂકડાને પકડી ન શકી. છેલ્લે મઘ્ય પ્રદેશ પોલીસને પૂછ્‌યું ત્યારે ખાખી વરદીધારીની ભાષામાં જવાબ મળ્યો હતો કે અભી જાંચ હો રહી હૈ. ન જાણે જાંચ પૂરી થશે ત્યાં સુધીમાં બીજા કેટલાને ચાંચ વાગી હશે? સાચને ન આવે આંચ એમ કહેવાય છે. પણ દરિયાને બદલે જમીન પર રહી ચાંચ ભોંકતા આ ચાંચિયાને જોઈને કહેવું પડે કે ચાંચને ન આવે આંચ.
બિહારમાં ભરાશે કેદીઓનો દરબાર
રાજાશાહીના વખતમાં રાજાના દરબાર ભરાતા. દરબારમાં આવીને આમજનતા પોતાની ફરિયાદ રજૂ કરી શકતી. રાજાશાહી ગઈ અને શાહી લોકોની લોક-શાહી આવી પછી મુખ્ય દરબાર તો દિલ્હીમાં જ ભરાય છેને? કારણ દિલ્હી એ હિન્દુસ્તાનનું દિલ છે (દિલ-હી-હૈ) અને રાજધાની છે એટલે દરબાર ત્યાં જ ભરાયને? પરંતુ ગુનાખોરી અને ભ્રષ્ટાચાર તેમજ ચારાકાંડને લીધે બદનામ થઈ ચૂકેલા બિહાર રાજ્યે નવો ચીલો પાડ્યો છે. બિહારની જેલોમાં સજા ભોગવતા કેદીઓ માટે દરબાર ભરવાનું નક્કી થયું છે. જેલમાં શું સગવડ છે, ખાવાનું બરાબર મળે છે કે નહીં, જેલ અધિકારી તરફથી કોઈ જાતની કનડગત થાય છે કે કેમ? વગેરે વગેરે કેદીઓની ફરિયાદો જેલ દરબારમાં રજૂ કરી શકાશે. મુખ્ય પ્રધાન નીતીશકુમારની સરકારે તાજેતરમાં જ નવું જેલ મેન્યુઅલ બહાર પાડ્યું જેમાં ‘બંદી દરબાર’ની યોજનાના અમલનો ઉલ્લેખ છે. ડિસ્ટ્રીક્ટ કલેકટરની નિગેહબાની નીચે દર બે મહિને એક વાર કેદી દરબાર યોજાશે. આમાં કેદીના આરોગ્ય, ખાનપાન અને અન્ય સુવિધાઓ બાબતના પ્રશ્વ્નો ચર્ચાશે અને પછી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ થશે.
બિહારને પગલે કેન્દ્રમાં જો કેદી દરબાર ભરવાની યોજના અમલમાં મૂકાય તો કઈ જેલથી શરૂઆત કરવી જોઈએ ખબરછે? તિહાર જેલથી કારણ કે કેન્દ્રના અનેક રાજકારણીઓ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને કૌભાંડોમાં સંડોવાયા પછી તિહાર જેલની હવા ખાઈ આવ્યાં છે. રાજકારણીઓ માટે તો જેલમાં અલાયદી વ્યવસ્થા કરવી પડે એટલા વીઆઈપીઓ જેલના સળિયા ગણી આવ્યા છે અને વખતોવખત જતા રહે છે. બિહારની જેમ તિહારમાં પણ કેદી દરબાર ભરવો જોઈએ. બિહાર અને તિહારનો યોગાનુયોગ પ્રાસ પણ કેવો મળે છે?
પંચ-વાણી
ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટથી તૈયાર થયેલી ગુજ-રેજી ભાષાના કેટલાક શબ્દોઃ
દર મહિને બિલ આવે એનો ડર લાગે- બિલ-ડર
ઘરમાં હવન થાય એને કહેવાય - હોમ-હવન
બીજા પાપ કરે એને કહેવાય - એના-સીન
પતિ પત્નીને વહાલથી પૈસા ખર્ચવા આપે - ડિયરનેસ- ભથ્થું
પૂર્વના દેશના ભગવાન- ઇસ્ટ-દેવ.
કોઈને ગુસ્સામાં આઘો મર કહેવા કયો શબ્દ? - ફાર-મર
માવડિયો દીકરો - સન - માઈકા.
વ્યંડળને શું કહેવાય? - સેમિ-નાર અથવા પાર્ટ-નર.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved