Last Update : 30-December-2012, Sunday

 
 

ભારે વરસાદની આગાહી વચ્ચે મેચનું ભાવિ અનિશ્ચિત
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

સવારે ૯.૦૦થી મેચનો પ્રારંભ
સેહવાગ પાકિસ્તાન સામે આક્રમક ફોર્મમાં પાછો ફરે તેવી આશા

ગાંગુલીની કોલમ

ભારત અને પાકિસ્તાનની ટીમો આજની વન ડે માટે ચેન્નઇ પહોંચી છે અને તેમણે આખરી તૈયારીઓ કરી લીધી છે. ટ્વેન્ટી-૨૦ શ્રેણી સરભર થયાં બાદ વન ડેના મુકાબલાઅંગે ઇંતેજારી છે અને બંન ટીમો જોરદાર દેખાવ સાથે વિજયી પ્રારંભ કરવા આતુર છે. ચેન્નઇમાં છેલ્લા બેત્રણ દિવસની વરસાદ સમયાંતરે પડતો રહ્યો છે અને આવતીકાલે મેચ ધોવાઇ જાય તેની પુરી શક્યતા છે. આજે રવિવારે સવારે ૯.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
અંહીનું વાતાવરણ સારૃ લાગતું નથી પણ ચેન્નઇના ચાહકો ભાગ્યશાળી છે કે તેઓને વન ડે મેચ મળી શકી. બંને ટીમોમાં કેટલાક પરિવર્તન જોવા મળશે. પાકિસ્તાન સામે જોરદાર બેટિંગ કરવાનો રેકોર્ડ ધરાવતા સેહવાગના પુનરાગમનથી ભારતીય ટીમનો ઉત્સાહ બેવડાયો છે. જો કે તે હાલમાં દબાણ હેઠળ છે કારણ કે તેને ટીમમાં પોતાનું સ્થાન ફરી વખત સ્થાપિત કરવાનું છે.
પાકિસ્તાનની ટીમ શોએબ મલિકના પુનરાગમનથી ઉત્સાહિત હશે. તેની સાથે મોહમ્મદ ઇરફાન પણ ટીમમાં છે. વન ડે શ્રેણી જોરદાર રોમાંચક રહેશે. આ શ્રેણીમાં જે ટીમ શિસ્તબદ્ધ રીતે દેખાવ કરશે તે વિજેતા બનશે. આમ જોવા જઇએ તો બંને ટીમો વચ્ચે કોઇ ખાસ ફરક લાગતો નથી.
અમદાવાદની મેચ ભારે રોમાંચક રહી. મારે કહેવું જોઇએ આ ચાહકો માટે પરફેક્ટ મનોરંજક મેચ રહી. સારી બેટિંગ પીચ પર બંને ટીમોએ ચોગ્ગા-છગ્ગા ફટકારીને ચાહકોને મનોરંજન પુરૃ પાડયું. શ્રેણી ૧-૧થી બરોબરી પર રહેતા આજથી શરૃ થનારી ત્રણ વન ડેની શ્રેણીમાં બને ટીમો આત્મવિશ્વાસ સાથે રમવા ઉતરશે.
મોટેરાની પીચ ખરેખર ટ્વેન્ટી-૨૦ માટે એકદમ આદર્શ હતી. આવી સારી પીચ પર ટોસ જીત્યા બાદ હરિફ ટીમને બેટિગમાં ઉતારવી એ જોખમી રહ્યું છે. જો કે પાકિસ્તાનના કેપ્ટનના નિર્ણયની ટીકા એટલા માટે ના કરી શકાય કારણ કે છેલ્લી ચાર મેચમાં રન-ચેઝ કરનારી ટીમ વિજેતા બની હતી. ચારે મેચમાં ઝાકળનો પ્રભાવ રહ્યો હતો પણ અંહી એવી સ્થિતી નહતી. યુવરાજની તોફાની ઇનિંગને સહારે ભારતની સ્થિતી મજબુત બની ગઇ. તે ફરી વખત ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં મેચ-વિનર સાબિત થયો. તેણે ફરી વખત મેચમાં સાત છગ્ગા ફટકાર્યા અને તે પણ પાકિસ્તાન સામેની કરો-યા-મરોની તનાવભરી મેચમાં. આમ કરવું આસાન નહતું. તેની આ પ્રકારની ઈનિંગને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે.
પાકિસ્તાનના બેટ્સમેનોને પણ જોરદાર લડત માટે શ્રેય આપવો જોઇએ. હાફિઝ જોરદાર ફોર્મમાં છે અને તેનો શોટ ફટકારવાનો ટાઇમિંગ ગજબનાક રહ્યો.
પાકિસ્તાનના કોઇ બેટ્સમેનને મેં આટલી કુશળતાથી રમતાં જોયો નથી. ડિન્ડા અને અશ્વિન અસરકારક રહ્યા. હાલના તબક્કે તો પાકિસ્તાનની ટીમ પણ ઘણી સારી લાગી રહી છે. તેમની ફિલ્ડિંગમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, જે ભૂતકાળની પાકિસ્તાનની ટીમોમાં નહતું. ભારત સામે ઘરઆંગણે રમવું આસાન હોતું નથી અને બે મેચની શ્રેણીમાં ક્યારેય એવું ના લાગ્યું કે તેઓ નબળા પડયા છે. (૩૬૦ કોપોેરેટ રિલેસન્શ)
ભારતની ટીમ (સંભવિત) ઃ ગંભીર, સેહવાગ, કોહલી, યુવરાજ, રૈના, જાડેજા, ધોની (કેપ્ટન), અશ્વિન, બી.કુમાર, ઇશાંત, ડિન્ડા.
પાકિસ્તાનની ટીમ (સંભવિત) ઃ જમશેદ, હાફિઝ, અલી, મિસ્બાહ (કેપ્ટન), યુનુસ, ઉમર અકમલ, મલિક, કામરાન અકમલ, ગુલ, અજમલ, ઇરફાન.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved