Last Update : 30-December-2012, Sunday

 

બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર

કરોડો ખર્ચવા છતાં ૧૩ દિવસ પછી પણ પીડિતાને બચાવી ન શકાઈ

નવી દિલ્હી, તા. ૨૯
દિલ્હી ગેંગરેપની પીડિતાને બચાવવા માટે સરકારે સારા પ્રયાસો કર્યા કે નહિ તે અંગે ચર્ચાઓ ચાલે છે અને ચાલતી રહેશે. પરંતુ સવાલ એ છે કે કરોડો રૃપિયા ખર્ચાયા હોવા છતાં ૧૩ દિવસની લંબી તબીબી સારવાર છતાં પણ તે બચાવી શકાઇ નહિ. પછી એ પણ સ્વાભાવિક છે કે લોકોમાં તે અંગે રોષ હોય. હવે લોકો એ પછીની વાત કરે છે. મહિલાઓ પર થતાં અત્યાચારને રોકવા માટે સરકારે દાખલો બેસાડે તેવી સજા કરવાની જરૃર છે. તેની લાગણી ઉઠવા પામી છે.
રાજધાની દિલ્હીમાં ચાલતી બસમાં ૨૩ વર્ષીય વિદ્યાર્થિની ગેંગરેપના હૈવાનિયતભર્યા કૃત્યનો શિકાર બને છે તે બાબત સભ્ય સમાજને લજાવે તેવી છે. પરંતુ ઘટના બન્યા પછી હવે 'તબેલાને તાળુ મારવા' જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજકીય પક્ષોએ પણ આ ઘટનાની જોરદાર ટીકા કરી છે અને એક રીતે રાજકીય રોટલી સેકવાથી પોતાની જાતને અલગ રાખીને આવું કામ કર્યું છે. આજે રાષ્ટ્ર આ ઘટનાથી શોકમગ્ન છે ત્યારે શાંતિ જાળવીને પણ સમાજના વિવિધ વર્ગોએ એક સારી પહેલ કરી છે.
પીડિતાના મોત બાદ તેના પરિવારજનોની સ્થિતિ અંગેની ચર્ચા પણ કરીએ. તેના પરિવારજનોએ કહ્યું કે મારૃં બાળક રહ્યું નથી, પરંતુ તેના કારણે દેશની મહિલાઓની સલામતી વધુ સુધરશે. હવે શું દેશને આવા દૂષણમાંથ મુકત કરી શકાશે. શું પીડિતાના પરિવારજનોનો આ સૂર સત્તાવાળાઓ અને સમાજને અસર કરશે ?
મહિલાઓ પરના અત્યારચારને ડામવા સરકારે ફરી બણગાં ફૂંકયા છે અને તેમાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો સહિતના નેતાઓ જોડાયા છે. પરંતુ તેમ છતાં હાલની માગ તો બળાત્કારીઓને ઝડપથી કડકમાં સજા થાય તે જ છે.

 

પિડીતાને સિંગાપોર લઇ જવા સામે આઇએમએનો સવાલ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
ગેંગરેપની પીડિતાના મોત અંગે દિલસોજી વ્યક્ત કરતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએએ) આગોતરી સારવાર માટે તેને સિંગાપોર લઇ જવાના સરકારના નિર્ણય અંગે સવાલ ઉભો કર્યો હતો. એસોસિએશને માગણી કરી હતી કે શું ભારતની હોસ્પિટલોમાં આવા દર્દીઓની સારવાર માટે માળખાગત સવલતોનો અભાવ છે?
આઇએએ એ જાણવાની માગ કરી હતી કે દર્દીને શિફ્ટ કરવા માટેનું કારણ સંપૂર્ણપણે તબીબી હેતુથી લેવાયો હતો કે તે માટે અન્ય કોઇ કારણો હતા?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved