Last Update : 30-December-2012, Sunday

 

ગેંગરેપ પીડિતાની યાદમાં નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ દેખાવો ઃ હજારો લોકો જોડાયા

ઇન્ડિયા ગેટ અને રાયસીના હિલ પર લોખંડી સલામતી ઃ ૧૦ મેટ્રો સ્ટેશન બંધ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૯
૧૬મી ડિસેમ્બરે બસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું સિંગાપોરની હોસ્પિટલમાં રાત્રે ૨.૧૫ કલાકે મૃત્યુ નિપજ્યાના સમાચાર પાટનગરમાં વહેતા થતા સવારના ૧૦ વાગ્યાથી લોકોએ મૌન રેલી કાઢીને શોક વ્યક્ત કર્યો હતો જેમાં પાટનગરના જુદા જુદા સ્થળોએથી રેલી કાઢવામાં આવી હતી. જો કે રાયસીના હિલ અને ઇન્ડિયા ગેટ ખાતે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. એટલું જ નહી પણ દિલ્હી મેટ્રોના ૧૦ સ્ટેશનો લોકોની ભીડ નિવારવા બંધ રખાયા હતા તેમ છતાં હજારો લોકો વિરોધ કરવા ઉમટી પડયા હતા.
ઇન્ડિયા ગેટ તેમજ રાયસીના હિલ ખાતે પોલીસનો તંતોતંત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે જો કે ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને વિનંતી કરી હતી કે, ઇન્ડિયા ગેટની આસપાસ શાંતિપૂર્ણ દેખાવો કરવા સંદર્ભે પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે.
આવા મૌન શોક પ્રદર્શનોમાં જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ તેમના કેમ્પસથી મુનિર્કા બસ સ્ટોપ સુધી મૌન રેલી યોજી હતી. મુનિર્કા બસ સ્ટોપથી તે યુવતી બસમાં બેઠી હતી અને દુષ્કૃત્યનો ભોગ બની હતી. વિદ્યાર્થીઓએ જાહેરાત કરીહતી કે કડક કાયદાઓની માગણી સાથે તેઓ આ પ્રકારના બસ સ્ટેશનો પર કડક નજર રાખશે.
સી.પી.આઇ. (એમ)ના કાર્યકર્તાઓએ પોલીટ બ્યુરોના સદસ્ય વૃંદા કારતના વડપણ હેઠળ મંડીહાઉસથી જંતરમંતર સુધી મૌન રેલી કાઢી હતી જેમાં વૃંદા કારતે જણાવ્યું હતું કે, આપણે આવા બનાવો અંગે જવાબદારી નક્કી કરવાની જરૃર છે. અન્યથા આવી ઘટનાઓ બનતી જ રહેશે. તેમને પત્રકારોએ સંસદમાં થયેલી કામુક ટીપ્પણીઓ સંદર્ભે સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આવી કોમેન્ટ સાંસદોની માનસિકતા છત્તી કરે છે. આવા લોકોને સંસદમાં સજા થવી જોઈએ.
જંતરમંતર ખાતે સંખ્યાબંધ લોકો મૌન પ્રદર્શન પર બેઠા હતા. જો કે મોડેથી સૂત્રોચ્ચાર થયો હતો જેમાં ગુનેગારોને તત્કાલ સજા કરવાની માંગ કરી હતી. મૌન વિરોધ કરનારાઓએ ઇન્ડિયા ગેટ તેમજ રાયસીમા હિલ ખાતે પ્રતિબંધ સંદર્ભે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
જો કે, સરકારે લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત, મહત્ત્વના સ્થળોએ દેખાવો સામે પ્રતિબંધ ઉપરાંત દિલ્હી મેટ્રોના ૧૦ સ્ટેશનો, પ્રગતિ મેદાન, મંડી હાઉસ, બારાખંભા રોડ, રાજીવ ચોક, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ, ઉદ્યોગ ભવન, રેસકોર્સ, જોરબાગ અને ખાન માર્કેટ સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા હતા. જો કે રાજીવ ચોક અને સેન્ટ્રલ સેક્રેટરીએટ ખાતે મુસાફરોને ટ્રેન બદલવાની છૂટ હતી પણ સ્ટેશન બહાર નીકળવા સામે પ્રતિબંધ હતો.
૧૦ વાગ્યે જંતર મંતર ખાતે એકત્ર થયેલા લોકો સાથે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા અને કુમાર વિશ્વાસ પણ જોડાયા હતા. કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, તેનું (યુવતી)નું મૃત્યુ આપણા માટે દુખ સાથે શરમની ઘટના હતી. ચાલો, આપણે નિર્ણય કરીએ કે તેમનું બલિદાન એળે ન જાય. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તેમના મૃત્યુ માટે આપણે બધા જવાબદાર નથી ? જેથી આપણામાંના અર્ધા લોકો (મહિલાઓ) સલામતી અનુભવી શકે.

દિલ્હી ગેંગરેપની પીડિત 'શહીદ' થઈ છે ઃ રાષ્ટ્રીય મહિલા પંચ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૯
ગેંગરેપની પીડિતનેમહિલાની સલામતી માટેની શહીદ ગણાવતા રાષ્ટ્રીય મહિલા પંચે (એન.સી.ડબલ્યુ) સમાજ તેમજ સરકારને આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે સહિયારા પ્રયાસ કરવા તાકિદ કરી હતી.
મહિલાની સલામતીનો હેતુ હવે સર થવો જોઈએ ઃ મમતા શર્મા
રાષ્ટ્રિય મહિલા પંચના વડા મમતા શર્માએ જણાવ્યું હતું કે મહિલાઓને થતી જાતિય સતામણી અટકાવવા માટે કાયદા સુધારવા, કડક બનાવવા સમાજ પણ સરકારને ફરજ પાડી શકે. એ દરેક વ્યક્તિની ફરજ છે કે આવો બનાવ ભવિષ્યમાં ન બને તેની કાળજી લે. તેમ તેઓએ ઉમેર્યું હતું.
૧૬મી ડીસેમ્બરે ચાલુ બસમાં આ ૨૩ વર્ષીય યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેને ગંભીર હાલતે સફદરજંગ હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી. જ્યાંથી હવાઈ માર્ગે સિંગાપોરની માઉન્ટ ઈલીઝાબેથ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જેનું શુક્રવારે રાત્રીના ૨.૧૫ કલાકે અવસાન થયું હતું.
શુક્રવારે રાત્રે તેની હાલત કથળી હતી. અને બ્રેઈન ડેડ અવસ્થામાં પહોંચી ગયેલી યુવતીની વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા તેનું અવસાન થયું હતું.

દેખાવોમાં તોફાની તત્વોને ન પ્રવેશવા દેવા પોલીસની તાકીદ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૯
પાટનગર દિલ્હીમાં પોલીસે દેખાવકારો સાથે ખુબ સંયમથી કામ લેવા સાથે લોકોને તાકીદ કરી હતી કે, આવા મૌન પ્રદર્શનમાં 'તોફાની તત્વો' ભળી જઈને અવ્યસ્થા ઊભી કરવા પ્રયાસ કરતા હોય છે. તે સંજોગોમાં આવા તત્વોથી સાવચેત રહેવું જોઈએ. અને પોલીસને તેની જાણ કરવી જોઈએ.
પોલીસે 'પબ્લીક એડ્રેસ સીસ્ટમ'ની મદદથી જાહેરાત કરી હતી કે દેખાવના સ્થળે કેટલાક તોફાની તત્વો ભળી ગયા જણાય છે. તે સંજોગોમાં લોકો આવા તત્વોથી સાવધ રહે અને આવા લોકોની પોલીસને જાણ કરી દેવી જોઈએ.
પોલીસે જાહેરાત કરી હતી કે કેટલાક લોકો નશો કરીને સમુહમાં ભળી ગયા જણાય છે. તે સંજોગોમાં ગેંગરેપની ઘટના સંદર્ભે શાંતિથી વર્તે અને તેમની આસપાસ જો કોઈ તોફાની તત્વો જોવા મળતા હોય તો તે સંદર્ભે પોલીસને જાણ કરે. સવારે શીલા દિક્ષીતે દેખાવ કારો સાથે ભળવા પ્રયાસ કર્યો હતો પણ લોકોએ તેમને દેખાવ સ્થળે પ્રવેશવા દીધા ન હતા.

 

મૌન પ્રદર્શનમાં સામેલ થવા ગયેલા શીલાને લોકોએ ભગાડયા
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૯
દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતે પણ ગેંગરેપનો ભોગ બનનાર યુવતીના મૃત્યુ સંદર્ભે યોજાયેલા મૌન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રયાસ કર્યો હતો. જો કે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. લોકોએ તેમને પાછા કાઢ્યા હતા.
શીલા દિક્ષીત જંતરમંતર ખાતે પહોંચ્યા હતા. પણ વિરોધ પ્રદર્શનકારોએ પરસ્પરના હાથ પકડીને સર્કલ રચી લીધું હતું. અને તેમને પ્રવેશવા દીધા ન હતા. શીલા દિક્ષીતે પોલીસની મદદથી સર્કલમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો પણ લોકોએ તેમને પ્રવેશવા ન દેતા તેઓ એક મીણબત્તી પ્રગટાવીને પોલીસ રક્ષણ હેઠળ પરત ફરી ગયા હતા. તે સંદર્ભે એક પ્રદર્શનકારે ટીકા કરી હતી કે તેઓ પ્રથમ વિરોધ પ્રદર્શનમાં શા માટે જોડાયા ન હતા ? હવે શા માટે અમારી સાથે ભળવા પ્રયાસ કરે છે ?


 

ગેંગરેપ પીડિતાને રાજકારણીઓની શ્રધ્ધાંજલિ
(૧) તે એક બહાદુર અને નીડર છોકરી હતી જે છેલ્લા શ્વાસ સુધી પોતાના ગૌરવ અને જીવન માટે લડી. તે સાચા અર્થમાં 'હીરો' છે અને ભારતીય યુવક અને યુવતીઓનું પ્રતિક છે. ભારતની આ બહાદુર દીકરીની વિદાય પ્રસંગે સમગ્ર દેશ વિલાપ કરે છે.
- પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ

(૨) તે જિંદગીની લડાઈ હારી ગઈ છે પરંતુ તેનું મૃત્યુ વ્યર્થ ન જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે. આ બનાવથી પેદા થયેલ લાગણી અને ઊર્જાને આપણે કોઈ સર્જનાત્મક નક્કર કામગીરી તરફ વાળી શકીએ તો તેને સાચી અંજલિ આપી કહેવાશે.
- ડો. મનમોહનસિંહ, વડાપ્રધાન

(૩) યુવતી જે ખરા અર્થમાં ભારતમાતાની પુત્રી હતી તેની વિદાયથી હું પારાવાર દુઃખની લાગણી અનુભવું છું.
- હમીદ અન્સારી, ઉપરાષ્ટ્રપતિ

(૪) તેના મૃત્યુથી આપણે દેશની બહાદુર દીકરી ગુમાવી છે. તેણે જીવનનો સામનો પ્રચંડ તાકાત અને જુસ્સાથી કર્યો. આવનારા સમયમાં પણ તે આપણને સહુને પ્રેરણા આપતી રહેશે.
- મીરાકુમાર, સ્પીકર, લોકસભા

(૫) પીડિતાના મૃત્યુથી રાષ્ટ્રનો અંતરાત્મા હચમચી ગયો છે. હવે આપણે જાગવું જોઈએ અને ભારતને દીકરીઓ માટે સુરક્ષિત બનાવવું જોઈએ.
- સુષમા સ્વરાજ, વિપક્ષનેતા, લોકસભા

(૬) આપણા કાયદા, ન્યાયિક પ્રક્રિયા સુધારવા તેમજ મહિલાઓ ગૌરવભેર રહી શકે તેવું વાતાવરણ સર્જવા આપણે મનોમંથન કરવાની જરૃર છે.
- અરૃણ જેટલી, વિપક્ષનેતા, રાજ્યસભા

(૭) ભારતની બહાદુર પુત્રીની વિદાયથી અત્યંત દુઃખી અને હતાશ થયો છું. તેના કુટુંબીજનોને હૃદયપૂર્વક દિલાસો પાઠવું છું.
- નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત

(૮) પીડિતાએ છેલ્લી ક્ષણ સુધી જીવન માટે લડત આપીને પ્રચંડ મનોબળનું ઉદાહરણ પૂરું પાડયું છે.
- નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

(૯) સમાજમાં આવા બનાવો બનતા રોકવા કડક કાર્યવાહીની જરૃરીયાત છે.
- અખિલેશ યાદવ, મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશ

(૧૦) વિવિધ પ્રકારે થતી મહિલાઓની સતામણી રોકવા અને તેમની સલામતી માટે કડક કાયદા ઘડવાની જરૃર છે.
- માયાવતી, બસપા નેતા

(૧૧) આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે કાયદા સખત કરવાની જરૃર છે.
- સુશિલકુમાર શિંદે, ગૃહમંત્રી
(૧૨) યુવતીની વિદાય એક કરૃણ બનાવ છે. તેણે આપણા અંતરાત્માને હચમચાવી નાખ્યા છે.
- શીલા દિક્ષીત, મુખ્યમંત્રી, દિલ્હી

(૧૩) મારા હૃદયની લાગણી યુવતીના કુટુંબીજનો અને દેશના યુવાનો સાથે છે. તેના કુટુંબીજનોને હું હૃદયપૂર્વક દિલાસો પાઠવું છું.
- રાહુલ ગાંધી, કોંગ્રેસ મહામંત્રી

 

 

બોલિવૂડની શ્રંંદ્વાજલિં

અમાનત કે દામીની જે નામ આપો તે બસ નામ રહી ગયું છે. આ સાહસિક કન્યાએ ફક્ત શરીર છોડયું છે, પણ તેનો આત્મા હંમેશને માટે આપણાં સહુના હૃદયને સ્પર્શતો રહેશે.
- અમિતાભ બચ્ચન
હું હંમેશા એક ભારતીય તરીકે ગર્વ અનુભવું છું. આજે આપણે સહુએ શરમાવું જોઈએ. શું દેશને ઢંઢોળીને જગાડવા માટે નિર્દોષ વ્યક્તિનું બલિદાન દેવું પડે છે? હું જે દેશમાં ઊછરીને મોટો થયો એ દેશ જાણે રહ્યો જ નથી. મારી પુત્રી પણ મોટી થાય ત્યારે આ દેશ વિશેની વિચલિત કરનારી હકીકતો જાણે એમ હું નથી ઈચ્છતો.
- અભિષેક બચ્ચન
બસ... બસ હવે બહુ થયું. આજે નિર્ભય દામિનીનું મૃત્યુ નથી થયું, માનવતા મરી પરવારી છે. હવે સરકારે ઊંઘ ખંખેરીને જાગવાની જરૃર છે અને આરોપીઓને આકરામાં આકરી સજા ફટકારી દાખલો બેસાડવાની જરૃર છે.
- લતા મંગેેશકર
નિર્દોષ યુવતીના મૃત્યુથી આખો દેશ જાગી જાય એવું આપણે ઈચ્છીએ. નપુંસકતા જાણે આપણને તાકી રહી હોય એવો અહેસાસ થાય છે. દરેકે પોતાના આત્માને ઢંઢોળી જાગૃત થવાની જરૃર છે. મહિલાની સલામતી એ તો સભ્ય સમાજની પાયાની જરૃરિયાત છે. લોકો દેવી તરીકે અમને પૂજે એવું અમે નથી ઈચ્છતા, અમે સમાનતા ઈચ્છીએ છીએ અને સ્વમાનભેર જીવવા માગીએ છીએ.
- શબાના આઝમી
આપણે આ યુવતીના બલિદાનને જો ભૂલી જશું તો તેને છેહ દીધો કહેવાશે. આ બલિદાનને ન ભૂલીએ એ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે.
- શેખર કપૂર
જ્યાં દેવીની પૂજા થતી હોય એવાં બધા મંદિરો બંધ કરી દો. આજે દેશમાં લોહીના આંસુ સારવાનો વખત આવ્યો છે. દેશની દીકરીઓના લોહીથી જ દેશના હાથ ખરડાયેલા છે. મહિલાઓ ચૂપકીદી છોડો, મૂંગા રહેવાથી તમારું રક્ષણ નહીં થાય. અત્યારે જ બોલો, નહીતર કાયમ માટે ચૂપ થઈ જવાની તૈયારી રાખો.
- મહેશ ભટ્ટ્
આ માનવીય ગૌરવનું મૃત્યુ છે, એક ભારતીય તરીકેનું મૃત્યુ છે, નિર્દોષતા અને સામાજિક પ્રણાલીનું મૃત્યુ છે. આ કંઈ મેટ્રો કે ગેટવે ઓફ ઈન્ડિયા પર બંદોબસ્ત ગોઠવી બધુ બંધ કરી દેવાનો સમય નથી. આ તો પ્રજાની માફી માગવાનું ટાણું છે. લોકોને આટલી હદે ઉતારી પાડવા બદલ દિલસોજી કરવામાં આવે.
- અનુપમ ખેર
ક્રાંતિ માટે કોઈએ બલિદાન આપવું જરૃરી છે. આપણે આશા રાખીએ કે યુવતીનું બલિદાન એળે ન જાય.
- અજય દેવગણ
આ યુવતી ક્રાંતિની જયોત જગાવનારી એક બહાદુર સિપાહી હતી. એના બલિદાનને ભૂલીએ નહીં.
- બોમન ઇરાની
લડાયક કન્યા આખરે મૃત્યુ સામે હારી ગઈ છે. નિર્દોષ બાળાની ફક્ત એટલી જ ભૂલ થઈ કે દિલ્હીમાં રાત્રે એકલી ઘરની બહાર નીકળી. તેણે તો એમ માન્યું હશે કે દેશની રાજધાનીના રસ્તા સલામત હશે. ન થવાનું થઈ જશે એવી ક્યાંથી એને કલ્પના હોય? જ્યારે સ્ત્રીઓ બેધડકપણે રસ્તા પર ચાલી શકશે ત્યારે જ આ દેશ ખરા અર્થમાં આઝાદ થયો ગણાશે.
- અક્ષયકુમાર
હું પુરુષ હોવા બદલ શરમ અનુભવું છું. હું વચન આપું છું કે પીડિતાના પક્ષમાં લડીશ. હું મહિલાઓને આદર આપીશ કે જેથી મારી દીકરીને પણ આદર મળે.
- શાહરૃખ ખાન
નબળા અને પંગુ દેશની બહાદુર કન્યા લડત આપીને મોતને ભેટી છે, આપણે બધાએ શરમાવું જોઈએ.
- કરણ જોહર
આ 'નિર્ભયા'નું બલિદાન એળે ન જાય એવો આપણે સહુ સંકલ્પ કરીએ.
- બિપાશા બાસુ
આપણી લોકશાહી માટે આજે કાળો દિવસ છે.
- ંમધુર ભંડારકર

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved