Last Update : 30-December-2012, Sunday

 

૧૩ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ
દિલ્હી ગેંગરેપની પીડિતા જિંદગીનો જંગ હારી ગઈ ઃ રાષ્ટ્ર શોકમગ્ન

સિંગાપોરની હોસ્પિટલમાં શનિવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધો ઃ મોડી રાત્રે મૃતદેહ ભારત લવાયો ઃ આજે અંતિમવિધિની શકયતા ઃ લોકોમાં રોષ અને દુઃખ

(પી.ટી.આઈ.) સિંગાપોર, તા. ૨૯
દિલ્હીમાં ગેંગરેપ અને હુમલાનો ભોગ બનેલી પેરામેડિકલની ૨૩ વર્ષીય વિદ્યાર્થિનીએ આજે વહેલી સવારે સિંગાપોરની અત્યાધુનિક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. જેને પગલે સમગ્ર દેશમાં વિરોધ અને રોષની લાગણી પ્રવર્તી છે. દેશના તમામ નેતાઓ, સામાજિક આગેવાનો અને ફિલ્મી કલાકારોએ પીડિતાના પરિવાર સાથે સહાનુભૂતિ અને દુઃખની લાગણી વ્યકત કરી હતી. ભોગ બનેલી યુવતીના મૃતદેહને મોડી રાત્રે વિમાનથી સ્વદેશ પરત લાવવામાં આવ્યો હતો. તેના અંતિમ સંસ્કાર આવતીકાલે થાય તેવી શકયતા છે.
બે દિવસ અગાઉ અત્યંત નાજુક અવસ્થામાં પીડિતાને સારવાર માટે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ અંગે હોસ્પિટલના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડૉ. કેલ્વિન લોહે જણાવ્યું હતું કે, 'અમને અત્યંત દુઃખ સાથે આ કહેવું પડે છે કે દર્દીનું વહેલી સવારે મોત થયું છે.'
પીડિતાના મોત વેળાએ તેનો પરિવાર અને ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ ત્યાં હાજર હતા. આ દુઃખમાં તેમની સાથે હોસ્પિટલના ડૉકટરો, નર્સો અને સ્ટાફ પણ સહભાગી થયા હતા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન મનમોહન સિંહ સહિત દેશના અગ્રણી નેતાઓએ યુવતીના મોત અંગે દિલસોજી વ્યકત કરી હતી અને જાતીય હુમલા સામે બહાદુરીભરી લડત કરનારી પીડિતાને શ્રધ્ધાંજલી અર્પી હતી.
૧૬ ડિસેમ્બરની રાત્રે આ યુવતી પર છ હવસખોરોએ ચાલતી બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી યુવતી અને તેના પુરૃષ મિત્રને ગંભીર રીતે ફટકારીને ચાલુ બસમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. તેનો સમગ્ર દેશમાં ભારે હોબાળો થતાં તંત્ર હરકતમાં આવતું હતું અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ છેવટે જિંદગી હારી ગઇ હતી.
પીડિતાનો મૃતદેહ અને તેના પરિવારના સભ્યોને લાવવા માટે એર ઇન્ડિયાનું એક વિમાન સિંગાપોર મોકલવામાં આવ્યું હતું અને તે તમામને લઇને મોડી રાત્રે પાછું ફર્યું હતું. આ વિમાનમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પણ સિંગાપોર પહોંચ્યા હતા.
ગેંગરેપની પીડિતા અને તેના પરિવારની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પીડિતાની અંતિમવિધિ આવતીકાલે યોજવામાં આવે તેવી શકયતા છે.
આજે દેશભરમાંથી નેતાઓ, સામાજિક આગેવાનો અને ફિલ્મી કલાકારોએ શ્રધ્ધાંજલી અર્પી હતી. કોઇ હિંસક ઘટના ન બને તે માટે દિલ્હીમાં ચુસ્ત સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાયસિના હિલ અને ઇન્ડિયા ગેટ તરફ જતાં તમામ માર્ગો બંધ કરી દેવાયા હતા. તેમ છતાં દેશભરમાં અનેક સ્થળોએ પીડિતાના આત્માની શાંતિ માટે મૌન રેલી અને અન્ય શાંતિપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

સમગ્ર દેશને હચમચાવનારા ગેંગરેપનો ઘટનાક્રમ
૧૬ ડિસેમ્બર ઃ પેરામેડિકલની છાત્રા અને તેનો મિત્ર ફિલ્મ જોઈને દક્ષિણ દિલ્હીના મુનિરકા ખાતેથી બસમાં ચડયા. ચાલુ બસે આ છાત્રા પર સામુહિક બળાત્કાર કરાયો અને તેના મિત્રને ઢોર માર મારવામાં આવ્યો. બાદમાં બંનેને ચાલુ બસે બહાર ફેંકી દેવાયા. ટોલપ્લાઝાના પેટ્રોલવાહનના કર્મચારીઓની નજરે ચડતા બંનેને સફદરજંગ હોસ્પિટલ પહોંચાડયા.
૧૭ ડિસેમ્બર ઃ પોલીસે બસ ડ્રાઈવર રામસિંહ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી.
૧૮ ડિસેમ્બર ઃ ચોથો આરોપી ઝડપાયો. પીડિતાને ન્યાય અપાવવાની માંગણી સાથે દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા.
૧૯ ડિસેમ્બર ઃ ડોકટરોએ ગેંગ્રીન થવાથી પીડિતાના આંતરડા દૂર કર્યા. દિલ્હી ખાતે પૂરજોશમાં વિરોધપ્રદર્શનો ચાલુ રહ્યાં.
૨૦ ડિસેમ્બર ઃ પીડિતાના મિત્રએ તિહાડ જેલ ખાતે એક બળાત્કારીને ઓળખી બતાવ્યો.
૨૧ ડિસેમ્બર ઃ પોલીસે સગીર વયના પાંચમા આરોપીની ધરપકડ કરી. પીડિતાની હાલત વધુ કથળી. સેંકડો લોકોએ સોનિયા ગાંધીના નિવાસસ્થાન બહાર રાત્રે મીણવત્તીઓ હાથમાં લઈને કૂચ કરી. ઘણી વિદ્યાર્થિનીઓ અને ચળવળકારોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસવાના પ્રયાસો કર્યા. પોલીસે બિહારના ઔરંગાબાદ ખાતેથી છઠ્ઠા બળાત્કારીની ધરપકડ કરી.
૨૨ ડિસેમ્બર ઃ ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેએ ગેંગરેપના મામલે તપાસપંચ નીમવાની જાહેરાત કરી. પોલીસે રાયસિના હિલ વિસ્તારની નાકાબંધી કરી. ઈન્ડિયા ગેટ પર દેખાવો કરી રહેલા લોકો પર લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો તેમજ અશ્રુવાયુ છોડવામાં આવ્યો. કેટલાક મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા. દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો સૂચવવા સરકારે તપાસપંચ નીમ્યું.
૨૩ ડિસેમ્બર ઃ ગેંગરેપનો વિરોધ કરવા હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા. પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થતાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. કોન્સ્ટેબલ સુભાષચંદ્ર તોમરને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા. વેન્ટિલેટર પર રહેલી પીડિતાની હાલત ગંભીર રહી.
૨૪ ડિસેમ્બર ઃ જે બસમાં બળાત્કાર થયો તેને ન અટકાવવા બદલ બે પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ. પ્રચંડ વિરોધ ચાલુ રહ્યો. વડાપ્રધાન મનમોહનસિંહે ટીવી પર સંબોધન કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી.
૨૫ ડિસેમ્બર ઃ કોન્સ્ટેબલ સુભાષચંદ્ર તોમરનું મૃત્યુ થયું.
૨૬ ડિસેમ્બર ઃ પીડિતાને સિંગાપુર લઈ જવાઈ. ગેંગરેપના મામલે તપાસ કરવા સરકારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશને કામગીરી સોંપી.
૨૮ ડિસેમ્બર ઃ સોનિયા ગાંધીએ ઝડપી ન્યાયપ્રક્રિયાની ખાતરી આપી. પીડિતાની સ્થિતિ વધુ કથળી.
૨૯ ડિસેમ્બર ઃ પીડિતાનું સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં મૃત્યુ થયું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બળાત્કારીઓને આકરી સજા આપો ઃ દેશનો એક જ સૂર
પીડિતાને સિંગાપોર લઈ જવાનો નિર્ણય રાજકીય મજબૂરીથી નહોતો લેવાયોઃ શિંદે

બળાત્કાર પીડિતાનું મોત ઃ લોકોને શાંતિ જાળવવા રાષ્ટ્રપતિનો અનુરોધ

માલેગાંવ બ્લાસ્ટકેસમાં એનઆઇએએ સૌપ્રથમ આરોપીની ધરપકડ કરી
સરકારે પસંદ કરેલાં ત્રણ સ્થળમાંથી એકની પસંદગી નિષ્ણાતો કરશે
વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
આજે ચેન્નઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગનું ૬૬ વર્ષની વયે નિધન

શ્રીલંકા બીજી ટેસ્ટ હાર્યુઃશ્રેણીમાં ઓસ્ટ્રલિયાની વિજયી સરસાઇ
માઇકલ હસી શ્રીલંકા સામેની શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
ફૂટબોલની આઇ-લીગ ઃ મોહન બાગાન પર બે વર્ષનો પ્રતિબંધ

ઝરદારીએ બેનઝીરના મૃત્યુનો અહેવાલ જાહેર થતો અટકાવ્યો

પાક.માં ઝેરી કફ સિરપ પીતા વધુ ૧૨ના મૃત્યુ ઃ મૃત્યુઆંક ૪૦
કરાંચીમાં બોંબ વિસ્ફોટ ઃ ૬નાં મોત, ૫૦ ઘાયલ
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved