Last Update : 30-December-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૧૨-૨૦૧૨ રવિવાર
માગશર વદ બીજ
વૈદ્યૃતિયોગ રાત્રે ૨૯ ક. ૩૫ મિ. સુધી.

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.


અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૯ મિ.


નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૯ મિ. (સૂ) ૮ ક. ૦૫ મિ. (મું) ૮ ક. ૦૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- પુનર્વસુ સવારના ૮ ક. ૦૬ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-ધન, ગુરૃ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા, કેતુ-મેષ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૯
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક ઃ પો. / ૯
માસ-તિથિ-વાર ઃ- માગશર વદ બીજ ને રવિવાર.
- વૈદ્યૃતિયોગ રાત્રે ૨૯ ક. ૩૫ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસનો ૧૫ રોજ દએપમહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સગા સંબંધી- મિત્રવર્ગની ચિંતા રહે. આકસ્મિક કોઇનું આગમન થાય. નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-ઉચાટ રહે. કામમાં વિલંબ થાય.
વૃષભ ઃ બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. પરંતુ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે તકલીફ થાય નહીં તેનું ધ્યાન રાખવું. ચિંતા રહે.
મિથુન ઃ પડવા વાગવાથી, લપસી પડવાથી, શરીરનું સમતુલન ન જળવાતા આપને તકલીફ થાય. શંકા, વિવાદ, ઉશ્કેરાટ, ગુસ્સામાં તકલીફ થાય.
કર્ક ઃ સંતાન બહાર કે બહારગામ હોય તો તેની ચિંતા રહે. સંતાનના મિત્રવર્ગથી ઉચાટ રહે. ઘર, પરિવારમાં, યાત્રાપ્રવાસમાં શાંતિ, ધીરજ રાખવી.
સિંહ ઃ સગા સંબંધી- મિત્રવર્ગથી ખર્ચ-ચિંતા રહે. આકસ્મિક કોઇને મળવાનું થાય. તે સિવાય તમારા અંગત કામમાં ધ્યાન આપી શકો.
કન્યા ઃ આપના હૃદય-મનની વ્યગ્રતા-ચિંતા હળવી થતી જાય. સગા સંબંધી- મિત્રવર્ગના સહકારથી આપનું કામ સરળતાથી ઉકેલાતુ જાય, આનંદ રહે.
તુલા ઃ જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય. બહાર કે બહારગામ જવાનું થાય. સીઝનલ ધંધો થાય, સીઝનલ નોકરીનું કામ મળી રહે, આવક થાય.
વૃશ્ચિક ઃ ચિંતા વ્યથા હળવી થવાથી તમારા રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. પરિવારના કામની વ્યસ્તતા રહે. સાંસારીક પ્રશ્ને ચિંતા રહે.
ધન ઃ આપના સગા સંબંધી- મિત્રવર્ગથી શાંતિ-રાહત જણાય નહીં. ખાવાપીવામાં, હરવાફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.
મકર ઃ આનંદ-ઉત્સાહમાં વધારો થાય. પરિવારના કામમાં આનંદ, નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગના કામમાં સાનુકૂળ પ્રગતિથી રાહત રહે.
કુંભ ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાતું જવાથી આપ હળવાશ, રાહત અનુભવો. વધારાના કામની ચર્ચા થાય.
મીન ઃ આપના આનંદ-ઉત્સાહમાં વધારો થતો જાય. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા સગા સંબંધી-મિત્રવર્ગથી, સાનુકૂળતા રહે.


જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૨ રવિવાર
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ કૌટુંબીક પ્રશ્ને, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્ને ચિંતા-ખર્ચ-મુશ્કેલી રખાવે. સરકારી, રાજકીય, કાનૂની પ્રશ્નમાં, ખાતાકીય તપાસમાં આપ તકલીફ-મુશ્કેલીમાં મુકાવ તેવા કોઇ નિર્ણયો કરવા નહીં. વિશેષમાં-
* નોકરી કામચલાઉ હોય, સરકારી હોય કે ખાનગી સંસ્થામાં તમે નોકરી કરતા હોવ પરંતુ આ વર્ષમાં તમારી પીછેહઠ થાય. નસીબ યારી આપે નહીં. અન્યના કારણે તમારી પ્રગતિ, લાભ, ફાયદો અટકે. તે સિવાય ખોટું કામ કરવામાં, લાંચ લેવામાં બંધન-શિક્ષા થાય. રાજીનામુ આપવું પડે.
* ધંધામાં લાલબત્તી સમજી નાણાંકીય રોકાણ વધાર્યા વગર, માલનો ભરાવો કર્યા વગર વેપાર-ધંધો કરવો.
* છાતીમાં દર્દપીડા, બી.પી.ની વધઘટ, અન્ય બિમારીથી સંભાળવું પડે. વડીલ વર્ગ માટે વર્ષ ચિંતાજનક રહે.
* સ્ત્રી વર્ગને સગાસંબંધી- મિત્રવર્ગ- માતાથી ચિંતા, મતભેદ- મુશ્કેલી અનુભવાય. સ્તનમાં દર્દપીડાથી સંભાળવું.
* વિદ્યાર્થી વર્ગને મિત્રવર્ગના કારણે, પરિવારના પ્રતિકુળ સંજોગોના કારણે ભણવામાં રૃકાવટ-તકલીફ પડે.

 

સુપ્રભાતમ્

- કહ્યું ન કરનાર સેવક, લુચ્ચો મિત્ર, ચંિગુસ સ્વામી (શેઠ) અને અવિનયી પુત્ર- આ ચાર માથાના શૂળ સમાન છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાની બહેનપણી ચંપાને કહી રહી હતી, ‘‘મેં આજ દિન સુધી મારા પતિ સિવાય કોઇને પ્રેમ નથી કર્યો .. બોલ!’’
‘‘આ તું ફડાકા મારવા કહી રહી છો કે,’’ચંપા બોલી,‘‘દુઃખ વ્યક્ત કરી રહી છો?’’

[Top]
 

આજ ની રેસીપી

કેકની લહેજત માણો

ગરમ મસાલા કેક

 

સામગ્રી ઃ ૧/૨ કપ ચોખા, ૧/૨ કપ ઘઉં, ૧/૨ કપ ચણાની દાળ, ૧/૨ કપ મગની દાળ, ૧/૨ કપ મસૂરની દાળ, ૧/૨ કપ તુવેરની દાળ, ૮ ચમચાં ખાટુ દહીં, વાટેલા આદુ-મરચાં, કોેથમીર લીમડો, હીંગ, મીઠું, ૩ ચમચા સાકર, ૧ ચમચો ખાટા અથાણાનો તેલવાળો મસાલો (મસાલો ન હોય તો ૧ મોટો ચમચો ગરમ તેલ), ૪-૫ લસણની કળી વાટેલી, ૨ બટાટા, ૧૫ ફણસી, થોેડા વટાણા, ૧ ટામેટું, વઘાર માટે તેલ, રાઈ, તજ, લવંિગ ૭-૮ કાજુના ટુકડા, થોડી દ્રાક્ષ, ૧ ચમચી તલ, લીમડો, સુકું મરચું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૨૦૦ ગ્રામ દૂધી.

 

રીત ઃ ચોખા અને બધી દાળો ભેગી કરી ઢોકળા જેવું કરકરું ભરડવું ભરડેલા લોટમાં ખાટા દહીંને ભાંગી, થોડું ગરમ પાણી તથા મીઠું નાખી પલળવા દેવો. ૩-૪ કલાકમાં આથો આવી જશે. આથોે આવી જાય પછી તેમાં ઉપર જણાવેલ મસાલો નાખી. ખીરુ તૈયાર કરવું. ખીરું બહુ ઢીલું રાખવું નહીં. ખીરામાં દૂધી ખમણીને નાખવી. વટાણા, બટાટા, ફણસીને અધકચરા બાફીને નાખવા, ટામેટાને બારીક સુધારીને નાખવા એક પહોેળા વાસણમાં વઘાર માટે અડધી વાટકી તેલ મૂકી, વઘારની બધી ચીજો નાખવી. વઘાર તૈયાર થાય એટલે ખીરાને બરાબર હલાવી વઘારવું. ઉપરનું પડ કડક થવા આવે એટલે છરી નાખીને જોવું છરીને ખીરું ન ચોટે તો કેક તૈયાર થઈ ગયો છે તેમ સમજવું.

[Top]
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved