Last Update : 27-December-2012, Thursday

 

મિનિસ્ટરોની 'મનોમન 'શપથવિધિ !

- મન્નુ શેખચલ્લી


ગઇકાલે ગુજરાતના નવા પ્રધાનમંડળની ભવ્ય વિધિ અતિભવ્ય રીતે પતી ગઇ !
હકીકતમાં શપથ લેનારો મિનીસ્ટર શું બોલે છે એના પર કોઇનું ધ્યાન જ નથી હોતું ! પરંતુ જો તમે સ્ટેજ કલ્પનાશક્તિ દોડાવો તો આ વખતની શપથવિધિમાં મનોમન કેવી શપથવિધિ ચાલતી હશે...
***
વાહ !હું મિનિસ્ટર બની ગયો! હવે હું શપથ લઉં છું કે સૌથી પહેલા તો જાહેરમાં મુખ્યમંત્રીજીનો આભાર માનીશ અને પછી ખાનગીમાં એમની આરતી ુઉતારીશ .. વરસ- દોઢ-વરસ લગી!
***
હું શપથ લઉ છું કે કોઇપણ સમારંભમાં, શોભાયાત્રામાં કે ઉત્સવમાં મુખ્યમંત્રીને જ વાહવાહ લેવા દઇશ અને મારી જાતને મિડિયાથી દૂર રાખીશ... વરસ-દોઢ-વરસ લગી !
***
હું એવા પણ શપથ લઉં છું કે હું હમેશાં મુખ્યમંત્રીજીનો પડયો બોલ ઝીલી લઇશ અને ક્યારેય મારો અલગ મત પ્રગટ કરીશ નહી... વરસ-દોઢ-વરસ લગી!
***
હું શપથ લઉં છું કે ભાજપની અંદર મારા લાગતા-વળગતા અને મળતિયાઓને ભેગા કરીને મુખ્યમંત્રીજીના પરમ ભક્ત બનાવવાની તમામ કોશિશો કરીશ અને અંદરો અંદર જુથબંધી હરગિઝ નહિ કરું... વરસ- દોઢ- વરસ લગી !
***
હું શપથ લઉ છું કે બૂટલેગરો સાથેની સોદાબાજી, ગોચર જમીનો પડાવી લેવાના ખેલ તથા સહકારી મંડળીઓમાં ઘૂસ મારવાના તમામ પ્રપંચોથી હું દેખીતી રીતે દુર રહીશ... વરસ-દોઢ- વરસ લગી !
***
હું શપથ લઉ છું કે મુખ્યમંત્રીજી ની પીઠ પાછળ તો શું, એમની 'થ્રી.ડી' ઇમેજની પીઠ પાછળ પણ એમની બદલોઇ કરતી કુથલીઓ નહિ કરું.. વરસ-દોઢ-વરસ લગી !
***
અને... હું શપથ લઉં છું કે વરસ દોઢ વરસ લગી આ તમામ શાણપણનો દેખાડો કર્યા પછી ૨૦૧૪માં હું મારો 'અસલી' રંગ પ્રગટ કરીશ !
કારણ કે ત્યારે તો મુખ્યમંત્રીજી દિલ્હીનો કિલ્લો સર કરવા માટે આખું લાવ-લશ્કર લઇને મારતે ઘોડે નીકળી પડયા હશે ને !
(પછી અહી જલ્સા ...)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved