Last Update : 27-December-2012, Thursday

 

સચિન-સંવતનો અંત

 
 


બધા પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દીમાં સચિન બનવાનું નિર્માયેલું નથી હોતું. ક્રિકેટકૌશલ્ય ઉપરાંત બીજાં અનેક ઐચ્છિક-અનૈચ્છિક પરબળોનો સરવાળો મુંબઇના સોળ વરસના છોકરાને રમતજગતનો સુપરસ્ટાર અને ભારતીય ક્રિકેટપ્રેમીઓનો હીરો બનાવી શકે છે. સચિન તેંડુલકરે આખરે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, એ નિમિત્તે પાછું વળીને જોતાં વઘુ એક વાર આ હકીકતનો અહેસાસ થશે.
સચિન તેંડુલકરની આંકડાકીય સિદ્ધિઓથી અંજાવું બહુ સહેલું છે. એના માટે સચિનની રમત જોવાની કે ક્રિકેટમાં સમજણ પડવાની જરૂર નથી. શોર્ટલેગ ને સ્ક્વેરલેગ વચ્ચેનો ફરક ન જાણતા હોય એવા લોકો પણ સચિનની આતશબાજી સરખી બેટંિગ જોઇને ઝૂમ્યા હશે અને દેશપ્રેમના તાત્ક્ષણિક ઉભરાથી તેમના કોલર ઊંચા થયા હશે કે મનમાં હરખના ધોધ છૂટ્યા હશે. મેદાનની બહાર થતી સચિન તેંડુલકરની પૂજામાં તેમની મહાનતા કરતાં તેમની સફળતા વધારે કારણભૂત હોઇ શકે છે. આ બન્ને ચીજોની ભેળસેળ કરવાનું બહુ સહેલું અને સગવડદાયક હોય છે. તેમની વચ્ચેનો ભેદ કેવી રીતે પાડવો?
સહેલું છેઃ સચિન સદી મારે ત્યારે ચંદ્ર પર પહોંચી જતા અને સચિન સસ્તામાં આઉટ થાય ત્યારે તેની ટીકાના તળિયે સરી જતા લોકો મોટે ભાગે સચિનની પ્રતિભા કે મહાનતાના પ્રેમી નહીં હોય. કારણ કે તેમની ક્રિકેટપ્રતિભા એક ચિત્રકારની ચિત્રકળા કે સંગીતકારના સંગીત કે સાહિત્યકારના શબ્દપ્રવાહ જેવી હતી, છે અને રહેશે. ત્રણ કાળનો પ્રયોગ કરવાનું કારણ એ કે સફળતા જતીઆવતી, ચડતીઉતરતી હોઇ શકે. મહાનતા ચિરકાલીન હોય અને એ પણ આંકડાકીય કરતાં વધારે કળાકીય હોય ત્યારે તો ખાસ.
એ દૃષ્ટિએ સચિન ક્રિકેટના ખેલાડી કરતાં વધારે કળાકાર છે. પરંતુ સચિનની વાજબી રીતે અઢળક પ્રશંસા કરતી વખતે એ યાદ રાખવું પડે કે આ યાદીમાં તે એકલા કે એકમેવ નથી, ન હોઇ શકે અને તેમણે એકમેવ હોવાની જરૂર પણ નથી. એકનાં વખાણ બીજા બધાના ભોગે કરવાની પરંપરાથી દૂર રહીને વિચારતાં જણાશે કે ક્રિકેટજગતમાં અને ભારતમાં પણ દરેક કાળે મહાન ખેલાડીઓ થયા છે. ટેસ્ટમેચ-યુગના ઘુરંધરોની મહાનતાને વન ડે-યુગ કે પછી ટ્‌વેન્ટી-૨૦ યુગમાં કેવી રીતે માપવી અને સરખાવવી? એટલે બીજા કોઇની લીટી ટૂંકી કર્યા વિના કહી શકાય કે સચિન તેંડુલકર ફક્ત ભારતના જ નહીં, ક્રિકેટની રમતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન પામશે.
તેંડુલકરનો ઉદય અને ચઢતો સિતારો ઉદારીકરણ પછીના ભારત સાથે બરાબર મેળ ખાતો હતો. ખુલેલું બજાર, ક્રિકેટનું વ્યાપારીકરણ, ટીવી પર ક્રિકેટ પ્રસારણની બોલબાલા, ભારતની ટીમમાં એક સાથે સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓની હાજરી- આવાં પરિબળોને લીધે તેંડુલકરનું હોવું ક્રિકેટચાહકો માટે આશીર્વાદરૂપ જ નહીં, ક્રિકેટના પર્યાયરૂપ બની ગયું. તેમની આક્રમક છતાં ઉડઝુડિયા નહીં અને શાસ્ત્રીય છતાં કંટાળાજનક-ધીમી નહીં, એવી બેટંિગશૈલીનો મોટો ચાહકવર્ગ ઊભો થયો. તેમાંથી ઘણા એવા હતા જેમને મન ભારતનું બેટંિગ એટલે તેંડુલકરનું બેટંિગ અને તેંડુલકર આઉટ એટલે મેચ પૂરી. સોળ-સત્તર વર્ષની ઉંમરે સાવ લબરમૂછિયા તેંડુલકરે મહાન લેગ સ્પીનર અબ્દુલ કાદિરની કે શેન વોર્નની બોલંિગમાં ફટકારેલા છગ્ગા એ બોલરો ઉપરાંત ઘણા ક્રિકટપ્રેમીઓ પણ નહીં ભૂલી શકે. ત્યાર પછી વન ડેમાં બેવડી સદીથી માંડીને બેટંિગના- રમતના અનેક વિક્રમો સર્જનાર તેંડુલકર વ્યક્તિગત રીતે જેટલા સફળ રહ્યા, એટલા ક્રિકેટટીમના કેપ્ટન તરીકે ફાવ્યા નહીં. તેંડુલકર સારું રમે ત્યારે ભારત ન જીતે, એવી ક્રિકેટઘેલાઓની એક માન્યતા પણ ઘણી વાર પોસાતી રહી. તેમ છતાં, ક્રિકેટના ભગવાન જેવી અતિશયોક્તિભરી ઓળખાણ તેંડુલકરના બીજા સમકાલીનો માટે કે બીજા દેશના મહાન ખેલાડીઓ માટે ભાગ્યે જ વપરાઇ.
મેદાન પર ખેલદિલીપૂર્ણ વર્તન માટે જાણીતા તેંડુલકરને મેદાનની બહાર ક્યારેક ભેટમાં મળેલી મોંઘાદાટ ફેરારી કારની ડ્યુટી માટે તો ક્યારેક રાજ્યસભાના સભ્યપદ જેવા મુદ્દે વિવાદમાં સપડાવાનું થયું. છેલ્લો થોડો સમય તેમના માટે સવિશેષ કપરો હતો. કારણ કે તેંડુલકર પોતાની પ્રતિષ્ઠા અને ઊંચાઇને અનુરૂપ દેખાવ કરી શકતા ન હતા. એ વિશે તેમને પોતાને કેવું લાગતું હશે એ તો એ જ જાણે, પણ તેંડુલકરે નિવૃત્તિ લઇ લેવી જોઇએ એવાં સૂચન પહેલાં ગુસપુસ સ્વરે અને પછી તો ખુલ્લેઆમ થવા લાગ્યાં હતાં. તેંડુલકર સારું રમે ત્યારે બધાને નવાઇ લાગતી હતી.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની સાથોસાથ બેફાવ અવિવેકને મોકળું મેદાન આપતાં સોશ્યલ નેટવર્કંિગનાં પ્લેટફોર્મ પર સચિન આદરને બદલે રમૂજનો વિષય બની ગયા હતા. આ સ્થિતિમાં તેમણે ક્રિકેટ બોર્ડના દબાણથી રાજીનામું આપ્યું કે સ્વેચ્છાથી, એ વિવાદમાં પડવા જેવું નથી. તેમના જેવા મહાન ખેલાડીએ શક્ય એટલી ઊભી આબરૂએ નિવૃત્ત થાય એમાં જ તેમનું માન અને તેમના ચાહકોનું મન જળવાઇ રહે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved