Last Update : 27-December-2012, Thursday

 

‘‘આમ આદમી પાર્ટી’’ નામનો રાજકીય પક્ષ બનાવીને દિલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩માં લડીને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવાના વ્યૂહ ઘડી રહેલા અરવંિદ કેજરીવાલની ‘‘લાઇફ સ્ટાઇલ’’ આમ આદમી જેવી છે ખરી?

- કેજરીવાલની નજર વડાપ્રધાનની ખુરશી પર છે.. એવું ‘‘નેટવર્ક’’માં ત્રણ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર જણાવેલું.
- કેજરીવાલનાં ઇરાદાઓ અને નાણાંકીય હિસાબોથી નારજ થઇને અણ્ણા હજારે એ એમની સાથેનો છેડો ફાડી નાંખ્યો.
- પક્ષને પહેલા જ દિવસે ‘‘આમ આદમીઓએ’’૧,૦૨,૨૪,૦૦૦ રૂપિયાનું ફંડ આપ્યું! કેજરીવાલના સાથી વકીલ શાંતિભૂષણે બીજા રૂપિયા ૧ કરોડનું ફંડ આપ્યું!

આપણાં દેશમાં ૭ રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે, ૪૭ પ્રાદેશિક, રાજકીય પક્ષ છે અને બાકી ૧૪૦૦ પક્ષ એવા છે કે જે રજીસ્ટર્ડ થયા છે પણ ચૂંટણીપંચે જેમને માન્ય નથી ગણ્યા છતાં એ ચૂંટણી લડી શકે છે. કોઇ એકલી વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે એવી ‘‘બોગસ’’ આપણી લોકશાહી છે. પેલા સુબ્રમણ્યમ સ્વામી જૂઓને! એમનો જનતા પક્ષ છે જેના તેઓ જ ફક્ત એક માત્ર સભ્ય છે એટલે પક્ષના પ્રમુખ, મહામંત્રી, ખજાનચી અને સભ્ય બઘુ એ એકલા જ! છતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને એ ઊંચા નીચા કરતાં હોય છે!
સાવ ડંિડક!
દુનિયામાં ક્યાંય આવી લોકશાહી નથી. ૧૪૦૦ રાજકીય પક્ષો એટલે શું?... ‘‘પથ્થર એટલા પૂજે દેવ’’ જેવું! એક બોર્ડ લગાવી દો. પછી એના બારણા ન ખુલે તો પણ કોઇ પૂંછવાનું નથી. હા, ફંડ આવ્યા કરશે. તાતા, બિરલા, રીલાયન્સ, બધા ઉદ્યોગપતિઓએ કાયદેસર પોતાની આવક માંથી ફંડ ફાળવવું પડે એવો કાયદો આપણા બંધારણમાં છે.
સામાજીક કાર્યકર્તામાંથી રાજકીય નેતા બનેલા અરવંિદ કેજરીવાલનો રાજકીય પક્ષ ‘‘આમ આદમી પાર્ટી’’ પણ આ સંખ્યામાં નવેમ્બરની ૨૬મીથી ઉમેરાઇ ગયો છે. (ત્રણ વર્ષ પહેલા કેજરીવાલ જ્યારે પહેલી વાર જંતરમંતર, નઇ દિલ્લીનાં મંચ ઉપર આવેલા ત્યારે આખા દેશમાં ફક્ત ‘‘નેટવર્ક’’ માં જ લખેલું કે, કેજરીવાલની નજર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની ખુરશી ઉપર છે, એ વખતે ગુજરાતના કેટલાક વાચકોએ ‘‘નેટવર્ક’’ ને ગાળો પણ આપેલી. )
કેજરીવાલે ૨૬ નવેમ્બરે નઇ દિલ્લીનાં જંતરમંતર પર પોતે ભાડે લાવેલા હજારો ટેકેદારોની વચ્ચે ‘‘આમ આદમી પાર્ટી’’ (આપ) ની ઔપચારિક જાહેરાત કરેલી.
એ તબક્કે, પક્ષના રાષ્ટ્રીય સંયોજક બની બેઠેલા(ચૂંટણી કરાવ્યા વિના થઇ ગયા) કેજરીવાલે કહેલું કે, ‘‘ભ્રષ્ટાચાર સામેના અમારા આંદોલનનું આ પક્ષ પરિણામ છે.’’
પક્ષના જામની જાહેરાત એક દિવસ અગાઉ જ કરી દીધેલી. સ્થાપના દિવસે જ કેજરીવાલના ખાસ સલાહકાર સુપ્રિમ કોર્ટના વકીલ શાંતિભૂષણે નવા બનેલા પક્ષને રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦ ફંડમાં આપેલા. એ ઉરાતં જંતરમંતર પર હાજર રહેલી (રાખેલી) જનતાએ સાંજના ૬ વાગ્યા સુધીમાં રૂપિયા ૧,૦૨,૩૪,૦૦૦નું ફંડ આપેલું. (આ બન્ને રકમ કેજરીવાલ ે પોતાની પાસેથી કાઢીને એમના નામે આપી હોય એવું પણ બને.)
પોતાના એ નવા પક્ષની જાહેરાત ૨૬મી નવેમ્બર કરવાનું કારણ આપતા કેજરીવાલે કહેલું કે, એ દિવસે ૧૯૪૯માં દેશની બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપે મોહર મારી હતી.
આ નવા બનેલા પક્ષ ‘‘આપ’’ નાં રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને બનાવ્યા છે. (ઘરના ભુવા અને ઘરના ડાકલા) એ પછી રાષ્ટ્રીય કારોબારીની પહેલી બેઠકમાં પંકજ ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. (ચૂંટણી કરાવ્યા વિના. એટલે બિન લોકશાહી પઘ્ધતિથી) એ ઉપરાંત કૃષ્ણકાંતને રાષ્ટ્રીય ખજાનચી બનાવ્યા છે. રાષ્ટ્રીય કારોબારીના સભ્યોએ એ ત્રણે હોદ્દેદારોને સર્વાનુંમતે નક્કી કર્યા છે.
કેજરીવાલે ‘‘આમ આદમી પાર્ટી’’ નામ રાખીને જનતાને વઘુ એકવાર છેતરવાનો દાખલો બેસાડ્યો છે. કારણ કે, એમની રહેણીકરણી, જીવનશૈલી આમ આદમીને અનુરૂપ નથી.
દા.ત. દિલ્લી, ગાઝીયાબાદમાં એમની જે ઓફિસ અને રહેણાંક છે એ કૌશાંબી વિસ્તાર એક સમૃઘ્ધ વિસ્તાર છે. (મુંબઇનો અલટ્રામાઉન્ટ રોડ જેવો) એ વિસ્તારમાં મકાન નંબર એ- ૧૧૯ માં કેજરીવાલની પહેલી જે સંસ્થા હતી એ ‘‘પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન’’નું બોર્ડ લગાવેલું છે. કેજરીવાલ ત્યાંથી જ પોતાનું આંદોલન ચલાવે છે. ત્યાં પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન(પી સી આર એફ) (નામ પણ કેવું છેતરામણું રાખ્યું છે એ જોયું ને? પરદેશના અઢળક નાણાં આવી સંસ્થાઓને મળે છે.) પૂરો સ્ટાફ બેસે છે. એ સ્ટાફ પોતપોતાના ક્ષેત્રના જાણકાર અને વગદાર માણસોનો છે. દા.ત. ઇન્ફોરમેશન ટેકનોલોજી, મીડીયા, ટી.વી, સમાજસેવા, માહિતી મેળવવાનો અધિકાર, ચૂંટણીનું તંત્ર, સરકારી વહીવટી તંત્ર, જનતાની સમસ્યાઓના જાણકાર વગેરે પૂરી ટીમ છે. એ સ્ટાફ લગભગ ૧૫નો છે.
એ સ્ટાફની મુખ્ય વ્યક્તિઓને ઓળખો...
૧. મનિષ સિસોદિયા.
અરવંિદ કેજરીવાલના ૪૦ વર્ષની ઉંમરના આ સિસોદિયા કેજરીવાલના પડછાયા જેવા છે. તેઓ પહેલાં ટીવી જર્નાલિસ્ટ હતા. કેજરીવાલ એમને ૧૩ વર્ષ પહેલા મળેલા.
સિસોદિયા ગાઝીયાબાદ નજીકના એક ગામડામાં જન્મ્યા અને ઉછર્યા છે. કેજરીવાલની પેલી સંસ્થા માટે ફુલટાઇમ કામ કરવા એમણે ૨૦૦૫માં ઝી ન્યુઝની નોકરી છોડીને કેજરીવાલની નોકરી સ્વીકારેલી. ઝી ન્યુઝમાં તેઓ પ્રોડ્યુસર એન્કર હતા. કેજરીવાલની પેલી સંસ્થાના તેઓ પણ ટ્રસ્ટી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આર.ટી.આઇ) ‘‘અપના પન્ના’’ નામનું માસિક કાઢે છે એના તેઓ તંત્રી છે. ‘‘મૈં આમ આદમી હું’’ સૂત્ર એમણે જ આપ્યું છે.
અણ્ણા હજારેએ ઓગસ્ટ-૨૦૧૧માં ૧૨ દિવસના ઉપવાસ (એટલે સવારે ૯.૩૦ થી ૫.૩૦ સુધી ખાવાનું નહી, ચા પીવાય એ પછી અને પહેલા ખાવાની છૂટ્ઠી, એને ‘‘ઉપવાસ’’ કહે છે.) ત્યારે ટોળાઓ ભેગા કરવાનું કામ સિસોદિયાએ કરેલું. હવે કેજરીવાલના નવા પક્ષની દેશના દરેક શહેરમાં ઓફિસો ખોલવાનું કામ સિસોદિયાને સોંપાયું છે.
૨. ૫૬ વર્ષના પ્રશાંત ભુષણ.
કેજરીવાલનો આવો બીજો મોટો સ્તંભ ભુષણ પિતા-પુત્ર છે. એમાં પિતા શાંતિ ભૂષણ વૃઘ્ધ થઇ ગયા છે. એટલે પુત્ર પ્રશાંત ભૂષણ પણ પિતાની જેમ સુપ્રિમ કોર્ટના મોટા વકિલ છે.
કેજરીવાલ એક રાજકીય પક્ષ બનાવે એવો એમનો ઘણો આગ્રહ હતો. તેઓ મદ્રાસની આઇ.આઇ.ટી.માં ભણીને પ્રંિસ્ટન યુનિવર્સિટીમાંથી કાયદાનાં ગ્રેજ્યુએટ થયેલા.
આર.ટી.આઇ.ના આંદોલન દરમ્યાન ૨૦૦૩માં તેઓ કેજરીવાલને પહેલીવાર મળેલા. એમણે પબ્લીક લીટીગેશનના ઘણાં કેસો કરીને જનતાની પીડાઓને વાચા આપવાનું કામ કરેલું છે. એમણે અને એમના ૮૬ વર્ષનાં પિતાએ મળીને ન્યાયાધીશોએ પોતાની મિલક્તોની જનતા વચ્ચે જાહેરાત કરવી જોઇએ, એવો કાયદો લાવવા સતત પ્રયાસ કરતા રહ્યા.
૩. યોગેન્દ્ર યાદવ.
૪૯ વર્ષના આ યોગેન્દ્ર યાદવ પૂરા રાજનીતિશાસ્ત્રી છે. નઇ દિલ્લીના સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીના તેઓ સિનીયર ફેલો છે.
એ ઉપરાંત લગભગ દસ વર્ષથી તેઓ ચૂંટણી વિવેચક છે. વળી ઓપીનીયન પોલ અને એક્ઝીટ પોલ એમણે મીડીયાઓ માટે વર્ષોથી કર્યા છે.
એમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડીગ્રી મેળવી છે. એ પછી પંજાબ યુનિવર્સિટીમાંથી અઘ્યાપક તરીકે પણ કામ કર્યું.
કેજરીવાલના નવા પક્ષનું તેઓએ બંધારણ બનાવ્યું છે.
૪. ૪૨ વર્ષના કુમાર વિશ્વાસ
આ જાણીતા કવિ પેલા મનિષ સિસોદિયાના બાળપણનાં ગોઠીયા છે. બન્ને ગાઝિયાબાદ પડખેના ગામમાં સાથે ઉછરેલા છે. ગાઝિયાબાદની એક કોલેજમાં તેઓ હંિદીનાં પ્રોફેસર છે અને જન લોકપાલ માટેના ગયા વર્ષના માર્ચમાં જે આંદોલન થયેલું ત્યારથી કેજરીવાલ સાથે જોડાયેલા છે. પણ જેમ સિસોદિયા એમાં પડછાયાની જેમ હોય જ એમ આ કુમાર પણ હોય.
જો કે કેજરીવાલના રાજકીય પક્ષથી તેઓ દૂર રહ્યા છે.
- ગુણવંત છો. શાહ
***
ડોટકોમ
કુરાન યાદ ન કરવાથી દિકરાને મારી નાંખ્યો!
ભારતીય મૂળની બ્રિટીશ મહિલા ૩૩ વર્ષની સારા એજ ગણિતની સ્નાતક છે. એણે પોતાના દિકરા યાસિનને એટલી બેહરમીથી માર્યો કે એ દિકરો છેવટે મરી ગયો.
બાળકના પિતા ૩૮ વર્ષના યુસુફ એજે દિકરા યાસિનને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ એમાં એ સફળ ન થયા.
યાસિનનો વાંક કુરાનની આયાતો ભૂલી જવાનો હતો. કુરાનની આયાતો એ યાદ રાખી શક્યો નહી. એટલે એની મમ્મીએ દિકરાને લાકડીથી મારેલો.
યાસિનને માર્યા પછી યાસિન ઝડપથી શ્વાસ લેવા લાગેલો તો પણ ધીરેધીરે આયાતો યાદ કરવા લાગેલો. સારાએ એ જોયેલું. પણ દસ મિનિટ પછી આવીને એણે જોયું તો યાસિન ફર્સ પર પડેલો અને ઘૂ્રજતો હતો. થોડીવારે એ ત્યાં જ મૃત્યુ પામ્યો.
***
આસ્વાદ
ઝાડ ઉપર દેવી દેવતાઓના ચિત્રો દોરીને ઝાડને કાપવા માંથી બચાવવાનો માર્ગ
બિહારનાં નેશનલ હાઇવે નંબર પર ઉપરનાં ચઘુબની જિલ્લામાં મોટાભાગનાં ઝાડોને દેવી દેવતાઓના ચિત્રો દોરીને સજાવવામાં આવી રહ્યા છે.
એ ચિત્રો પ્રાચીન મઘુબની ચિત્રકલાના બનાવેલા હોય છે અને ત્રણ ચાર વર્ષ સુધી ટકે એટલા માટે ઝાડનું થડ થોડુંક કાપીને સિન્થેટીક પેઇન્ટથી એ ચિત્રો દોરવામાં આવે છે.
આ ચિત્રોના કારણે લોકો ઝાડને કાપતા નથી. ષષ્ટિનાથ ઝા નામનાં એક સેવાભાવીએ પોતાની બિનસરકારી સંસ્થાના નેજા નીચે આ કાર્યક્રમ કર્યો છે. આથી કેટલાક લોકો ઝાડને પૂજવા પણ લાગ્યા છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved