Last Update : 27-December-2012, Thursday

 
દિલ્હીની વાત
 

આજે મોદી દિલ્હીમાં...
નવી દિલ્હી, તા.૨૬
ગુજરાતમાં હેટ્રિક વિજય મેળવ્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન આવતીકાલે પ્રથમવાર દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તે એનડીસીની બેઠકમાં ભાગ લેવા આવવાના છે. પરંતુ એનડીસીની બેઠક બાદ અશોકા રોડ ખાતેની ભાજપની ઓફીસ પર પણ તે જવાના છે. તેના પર સૌની નજર છે. પક્ષના નેતાઓના જણાવ્યા પ્રમાણે તે બપોરે ૩ઃ૩૦ વાગે આવી પહોંચશે. અહીં તે પક્ષના પ્રમુખ નીતીન ગડકરી અને પક્ષના અન્ય નેતાઓને મળશે. ત્યારબાદ તે પક્ષના કાર્યકરો અને સમાચાર માધ્યમોને મળશે. ૨૦૧૪ના લોકસભાના જંગમાં પક્ષ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવશે એવી સંભવિત વાતોના પગલે આ મુલાકાત મહત્વની બની છે.
દિલ્હીના પોલીસ કમિશ્નર સામે ટાર્ગેટ
દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું સ્ટેટમેન્ટ લેવા બાબતે દિલ્હીના મુખ્ય પ્રધાન અને દિલ્હી પોલીસ કમિશ્નર નીરજકુમાર વચ્ચે શાબ્દિક ટપાટપી શરૃ થઈ છે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ ઉષા ચતુર્વેદી સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાના હતા. મુખ્ય પ્રધાને ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેને પત્ર લખ્યો છે કે ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને પોલીસ પોતાનું તૈયાર સ્ટેટમેન્ટ આવી દીધું હતું. પોલીસે જોકે આરોપો ફગાવી દીધા હતા. પોલીસ કમિશનરે મુખ્ય પ્રધાનની ટીકા કરતા કહે છે કે પીડીત યુવતીના નિવેદન અંગે ખોટું બોલે છે. બીજી તરફ મેજિસ્ટ્રેટે પણ કહ્યું છે કે સ્ટેટમેન્ટ દરમ્યાન પોલીસ ચંચુપાત કરતી હતી. નીરજકુમારે તેમની પણ ટીકા કરી હતી કે તે પીડીતનું સ્ટેટમેન્ટ લેતા હતા કે પૂછપરછ કરતા હતા તેજ ખબર નથી પડતી. મુખ્યપ્રધાને ગૃહપ્રધાનને લખેલો પત્ર કેવી રીતે લીક થયો તે અંગે પણ પોલીસ કમિશ્નરે ઉચ્ચસ્તરીય તપાસ માગી છે.
વડાપ્રધાનનું ઠીક હૈ
બીજી તરફ વડાપ્રધાનની ઓફિસ અને દૂરદર્શન વચ્ચે પણ વડાપ્રધાનની સ્પીચ રેકોર્ડ કરવા બાબતે ઠનાઠની ચાલે છે. વડાપ્રધાનની ઓફિસના પ્રેશર હેઠળ દૂરદર્શને પાંચ કર્મચારીઓને વડાપ્રધાનને ત્યાં મોડા પહોંચવા બદલ પગલાં લીધા છે. તેમણે મોડું કરવાના કારણે બળાત્કારના કેસમાં વડાપ્રધાનની સ્પીચ એએનઆઈ ન્યુઝ એજન્સીએ રેકોર્ડ કરી હતી. ત્યારબાદ આ રેકોર્ડીંગ એડિટ કર્યા વગર રીલે કરવામાં આવ્યું હતું. આ રેકાર્ડિંગમાં વડાપ્રધાનની રીમાર્ક 'ઠીક હૈ' પણ આવી ગઈ હતી. આ ઠીક હૈ ના નેટવર્કીંગ માધ્યમે તે અંગે ટીકાઓનો મારો ચલાવ્યો હતો.
તોમરના મૃત્યુ પછીનો વિવાદ
ઈન્ડિયા ગેટ ખાતે ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કોન્સટેબલ સુભાષ તોમારની રાજ્ય સન્માન સાથેની અંતિમ વિધીના નિર્ણયથી પણ વિવાદ થયો છે. કેમ કે તેમના મૃત્યુના કારણ અંગે હજુ પણ વિવાદ ચાલે છે. ટીકાકારો કહે છે કે સન્માન સાથેની અંતિમ વિધીનો અર્થ એવો છે કે દેખાવકારો પરના લાઠીચાર્જને સત્તાવાળાઓ યોગ્ય ગણે છે. આમ આદમી પાર્ટીના ચળવળકાર યોગેન્દ્રએ પોલીસના આરોપો ફગાવ્યા હતા. પોલીસ કહેતી હતી કે દેખાવકારોએ કરેલી ઈજાના કારણે કોન્સટેબલનું મોત થયું હતું. યોગેન્દ્રએ કહ્યું કે તેમણે તોમરને જમીન પર પડેલા જોયા હતા અને એમબ્યુલન્સ બોલાવી હતી. બીજી તરફ ડોક્ટરો કહે છે કે તોમરનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયું છે. જોકે પોલીસ ડોક્ટરો અને યોગેન્દ્ર બંનેના નિવેદનોને નકારે છે. હવે દરેકની નજર પોસ્ટમોર્ટમના રીપોર્ટ પર છે.
ક્રિસમસના વેપારને ફટકો
બળાત્કાર વિરોધી દેખાવકારોના કારણે ક્રિસમસની ઉજવણીને મોટો ફટકો પડયો છે. ગીફ્ટ અને બેકરી શોપને આપેલા ઓર્ડર ઘણાં લોકોએ કેન્સલ કરાવ્યા છે. કોનગટ પેલેસ ખાતેના વેંગર્સના મેનેજર ચિરંજીતસિંહ કહે છે કે આ વર્ષે વેપારમાં ૩૦ ટકાનો ઘટાડો છે. ગયા વર્ષે હોટલોએ ૪૦ હજાર ફુગ્ગાના ઓર્ડર આપ્યા હતા પરંતુ આ વર્ષે આવો કોઈ ઓર્ડર નથી આવ્યો.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved