Last Update : 27-December-2012, Thursday

 

હોકસ કોલને કઈ સ્વતંત્રતા કહેવાય ઃ અતિશયોક્તિ કારણભૂત....
પડદા પાછળ રચાતાં રાજકીય સમિકરણો

ઓનલાઇન - અરૃણ નહેરૃ

 

- તૃણમુલ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તને ભાજપે ટેકો નહીં આપીને ડહાપણભર્યું પગલું ભર્યું છે ઃ રાજકીય ઉથલપાથલોના સંકેત

- એફડીઆઈ એટલે માત્ર વોલમાર્ટ નહીં ઃ લોબીંગ સિસ્ટમને બધા અપનાવે છે ઃ લોબીંગના ગુ્રપ હોય છે ઃ એફડીઆઈ મુદ્દે જક્કી વલણ છોડવું જોઈએ...

 

ફ્રીડમ ઓફ પ્રેસ અંગે ઘણું ઘણું લખાઈ ગયું છે. જ્યારથી સોશ્યલ મીડિયાની અસર વર્તાવા લાગી અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ વધવા લાગ્યો એમ એમ બહુ ઓછા નિયંત્રણો હેઠળ કોઈ પણ વિષયો પર ઇચ્છે તેવો પ્રતિભાવ આપી શકાતો થયો છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેસન (અભિવ્યક્તિની સ્વાતંત્રતા)ને આપણે આવકારી છીએ. શિવસેનાના નેતાની અંતિમ વિધી અંગે ફેસબુક પર પોતાનો આપીનીયન વ્યક્ત કરનાર બે યુવતીઓના સંદર્ભે ઉહાપોહ થયો હતો. પરંતું ઓસ્ટ્રેલિયાની નર્સ સલધાના સાથે બનેલી ઘટનાને આપણે શું કહીશું. ૪૬ વર્ષની બે સંતાનોની માતા એવી નર્સે રેડીયો સ્ટેશન પરથી કરેલા હોક્સ કોલની ઘટનાને પગલે તેણે આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે નર્સના કુટુંબની માફી મંગાઈ. પરંતુ રેડીયો સ્ટેશનના બે કર્મચારીઓએ જોબમાં પોતાનું રેટીંગ વધારવા કરેલા હોક્સ કોલને કઈ સ્વતંત્રતા કહેવાય? કે જેના કારણે એક નિર્દોષનો જાન ગયો!!
હોક્સ કોલ અને સ્ટીંગ ઓપરેશન છેલ્લા કેટલાક વર્ષોથી રૃટીન બની ગયા છે. પરંતુ આ બંને વિપરીત અસર પણ ઉભી કરી શકે છે. આપણે ઝી અને જિંદાલ વિવાદને જોયો છે. મને આશ્ચર્ય થાય છે કે જ્યારે સમાચાર માધ્યમો જ આવી સ્ટીંગ ઓપરેશન જેવી સિસ્ટમનો ભોગ બને છે. યુકેમાં ન્યુઝ ઓફ ધ વર્લ્ડના મર્કી બાબત પરનો વિવાદ પણ ચગ્યો હતો. આ લોકોએ જે સિસ્ટમ અપનાવી હતી તેનો પણ વિવાદ થયો હતો. ટેબ્લોઈડ પેપરોની પોલીસી ત્યારે ખુલ્લી પડી ગઈ હતી. આપણે વીકીલીકરણના જુલીયન એસેન્જની કાર્ય પદ્ધતિ પણ જોઈ હતી. જ્યારે સિસ્ટમમાં અતિશયોકિતનો પ્રવેશ થાય છે ત્યારે અને પોતે જ પોતાની મર્યાદા નક્કી ના કરી હોય ત્યોર અટવાઈ જવાનો વારો આવે છે. જ્યારે પ્રજાના હીતો અને વેપારી હીતોને ભેળવી દેવામાં આવે છે ત્યારે સમસ્યા ઉભી થાય છે. વેપારી ગ્રહોએ સમાચાર માધ્યમોમાં રોકાણ વધાર્યું છે. અહીં જોખમ તો ત્યારે ઉભું થાય છે કે જ્યારે તે સમાચાર માધ્યમોના હીતોની ઉપર જઈને સિસ્ટમ ઉભી કરવા જાય છે.
મેં અગાઉ મારા આર્ટીકલમાં લખ્યું હતું કે રાજકીય પરિસ્થિતિ હંમેશા આ પ્રમાણેની જ રહેવાની છે. મારું ગણિત એમ કહે છે કે ૧૪૦ બેઠકો સાથે કોંગ્રેસ અને ૧૩૦ બેઠકો સાથે ભાજપ આગળ વધશે જ્યારે ત્રીજા મોરચાને ૨૬૦-૨૭૦ બેઠકો મળવાની સંભાવના છે. આમ સેક્યુલર અને નોન સેક્યુલર મોરચા માટે ભવિષ્યમાં ખેંચાખેંચ ચાલશે. બીજી તરફ મધ્યસત્ર ચૂંટણીઓની શક્યતા ઝીરો બની ગઈ છે. પરંતુ તૃણમુલ કોંગ્રેસ ચૂંટણીઓ ઇચ્છે છે. એફડીઆઈ અંગે જે રીતે મતદાન થયું તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી થયું. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષે આગાહી પ્રમાણે મતદાન કર્યું હતું.
જેમ જેમ મે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય ગણિતો ગણાવા શરૃ થઈ ગયા છે. ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૩માં ચૂંટણીઓ યોજાય તો કેટલીક રાજકીય ઉથલપાથલ જોવા મળે. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પર તૃણમુલ કોંગ્રેસને ટેકો નહીં આપીને ભાજપે રાજકીય ડહાપણ બતાવ્યું છે. ડાબેરી પક્ષોની એફડીઆઈ મુદ્દે સરકાર સાથે કોલ્ડવોર જેવી સ્થિતિ છે. જ્યારે ભાજપ નાના વેપારીઓના હીતોને સાચવવા માગે છે. ચૂંટણીઓ આવે ત્યારે દરેક પક્ષ આવા મુદ્દા ભેગા કરતા હોય છે. ઉત્તર પ્રદેશમાં ૮૦ બેઠકો માટે એસપીએ અને બીએસપી મોટા પક્ષોને ટેકો આપે છે કે કેમ તે જોવાનું રહ્યું. ૨૦૧૪ની ચૂંટણીઓમાં આ બંને પ્રાદેશિક પક્ષો નંબર-વન અને નંબર-ટુની પોઝીશનમાં હશે.
૮૦ બેઠકો સાથે ઉત્તર પ્રદેશ મહત્વનું બની ગયું છે. શું ત્યાંના લઘુમતી વોટ શીફટ થઈ રહ્યા છે.
જિલ્લાઓમાં વધતી જતી માફીયા સિસ્ટમથી ત્રસ્ત બધી કોમ્યુનીટી છે. એક વાત સ્પષ્ટ છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુ હેઠળ હતી. જ્યારે હવે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમે કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રે તેમના પક્ષના લોકોને જ કાબુમાં રાખવા પડશે.
લઘુમતીના વોટ શીફટ થશે તો રાજકીય પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ પ્રેશરમાં આવી જશે. બીજી તરફ સમાજવાદી પક્ષ અને બીએસપીને તેમની ગુમાવેલી પકડ પાછી મેળવવાની તક મળશે.
મુલાયમસિંહે ડાબેરી દળો સાથે જોડાણ તોડીને આગેકૂચ ચાલુ રાખી છે. ગુજરાતની ચૂંટણીઓના પરિણામોના સંદર્ભમાં બિહારના જનતાદળ(યુ)ના મુખ્યપ્રધાન નીતિશકુમાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે ચર્ચાના દ્વાર ખોલ્યા છે. જો આમ થાય તો બે સેક્યુલર પક્ષો પ્રારંભિક સ્તરે એક થાય. આ સ્થિતિમાં અન્નાડીએમકે શું કરશે તે જોવાનું રહે છે. બીજી તરફ મુખ્યપ્રધાન જયલલિતા કોઈપણ પ્રાદેશિક જોડાણમાં નંબર-ટુ તરીકે રહેવા તૈયાર નથી. મેં અગાઉ પણ લખ્યું છે કે જે પ્રાદેશિક પક્ષો ૨૬૦-૨૭૦ બેઠકો મેળવશે તે ૪૦ જેટલા પક્ષોના સમુહ હશે અને જો કોઈ ગુ્રપ ભાજપ કે કોંગ્રેસની સંભવિત ૧૪૦ બેઠકો કરતાં વધુ બેઠકો લાવવામાં સફળ થશે તો રાજકીય જોડાણોનું વર્ચસ્વ વધશે. નવા જોડાણની સ્થિતિ એકાદ વર્ષમાં સ્પષ્ટ થાય એમ છે.
નાના અમથો મુદ્દો પણ વિવાદ ઉભો કરે છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વના બીલો પાસ કરાવવાનું મહત્વ હતું. આપણે એફડીઆઈના મુદ્દે અટકી જઈને આગળ વધવાની જરૃર છે. આર્થિક મોરચે એનડીએ, યુપીએ-વન અને યુપીએ-ટુ જો સારું કામ કર્યું છે. જેનાથી આર્થિક સ્થિતિનો પાયો મજબૂત બની શક્યો છે. એફડીઆઈ એટલે વોલમાર્ટ નહીં. લોબીંગ થાય એ કંઈ નવી વાત નથી. અમેરિકાની અને અન્ય દેશની સરકારો લોબીંગ ગુ્રપ રાખે છે. આપણે અમેરિકા જે કંઈ કરે તેનો વાંધો ક્યાં સુધી ઉઠાવતા ફરીશું?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved