Last Update : 27-December-2012, Thursday

 
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ

એર હોસ્ટેસ અને મુસાફરોની છેડછાડ કે જાતીય સતામણીનો મુદ્દો એરલાઇન્સ માટે સૌથી મોટો ચિંતાનો વિષય

મુંબઈ, તા. ૨૬ ઃ
દિલ્હીમાં પેરામેડિકલમાં ભણતી ૨૩ વર્ષીય યુવતી પર ચાલતી બસમાં ગેન્ગરેપ બાદ સ્ત્રીઓની સલામતી મુદ્દે દેશવ્યાપી વિરોધપ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આ સમયે એરલાઇન્સમાં પાઇલટ અને કેબિન ક્રૂના સભ્ય તરીકે ફરજ બજાવતી મહિલાઓએ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને એરલાઇન્સમાં સ્ત્રીઓની સલામતી માટે કડક વલણ દાખવવાની જરૃરિયાત છે એના પર ભાર મૂક્યું છે. ઉડ્ડયન ક્ષેત્રમાં સ્ત્રીઓની સુરક્ષા વધારવાની અત્યંત જરૃરિયાત છે એમ તેમણે કહ્યું હતું. મહિલા કર્મચારી કે મુસાફર સાથે દુર્વ્યવહાર, છેડછાડ કે જાતીય સતામણી જેવી ઘટનાઓ એરલાઇન્સ માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયા છે. એક ખાનગી એરલાઇન કંપની સાથે કામ કરતી કેબિન ક્રૂની કર્મચારીએ જણાવ્યું હતું કે 'મને લાગે છે કે કેબિન ક્રૂના સભ્યો આ મામલે હેરાન થાય એની શક્યતા ઘણી છે કારણ કે અમારી નવથી પાંચની નોકરી નથી. અમારો કામ કરવાનો સમય ઘણો વિચિત્ર હોવાથી સમાજ તરફથી નેગેટિવ વૃત્તિનો અમે ભોગ બનીએ છીએ.'
૨૦૦૯માં પ્લેનની મુસાફરી દરમિયાન મહિલા કર્મચારી કે મુસાફર સાથે જાતીય સતામણી અને છેડછાડના કિસ્સા ચરમસીમા પર હતા. આ કારણે ઉડ્ડયન ક્ષેત્રના સેફ્ટી રેગ્યુલેટરે ગયા વર્ષે એરક્રાફ્ટ એક્ટ-૧૯૩૪માં બે નવા મુદ્દાનો ઉમેરો કર્યો હતો. એમાં આ પ્રકારનું વર્તન કરનારા વ્યક્તિને એક વર્ષ સુધીની જેલની સજા અને પાંચ લાખ રૃપિયાના દંડનો સમાવેશ થતો હતો. આ પહેલાં સતામણી આચરનારાને જામીનપાત્ર ગુના હેઠળ સમાવવામાં આવ્યા હતા અને દંડ પણ ફક્ત રૃ. ૧૨૦૦ હતો.
જોકે કાયદો વધુ કડક કરવામાં આવ્યો છે, પણ એરહોસ્ટેસના કહેવા મુજબ એરલાઇન્સ મુસાફરો પર કેસ કરવામાં હજી કડક વલણ નથી બતાવતી. ગયા મહિને જ વિક્રોલીના રહેવાસી મુર્શલિન શેખની એરહોસ્ટેસને થપ્પડ મારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ-દિલ્હી ફ્લાઇટમાં આ મુસાફરે મહિલા પેસેન્જર સાથે કરેલા દુર્વ્યવહારનો એરહોસ્ટેસે વિરોધ કર્યો હતો ત્યારે આ હોબાળો મચ્યો હતો. જોકે દિલ્હી પોલીસ મુર્શલિન શેખની એરક્રાફ્ટ એક્ટ હેઠળ ધરપકડ નહોતી કરી શકી. તેને ફક્ત મહિલા પર અત્યાચાર અને ધાકધમકીના ગુના હેઠળ પકડવામાં આવ્યો હતો. જોકે અમુક એરલાઇન્સે પોતાની રીતે આ મામલા સામે લડત આપવાની ચળવળ હાથ ધરી છે.
જોકે ઉડ્ડયન પ્રધાન અજીત સિંહે કહ્યું હતું કે અત્યારે જે નિયમો છે એ મહિલા કર્મચારી અને મુસાફરોની સલામતી માટે પૂરતા છે. તેમણે કહ્યું હતું કે ફ્લાઇટ દરમિયાન સલામતી માટે અલગ કાયદા બનાવવાની કોઈ જરૃરિયાત નથી દેખાતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved