Last Update : 27-December-2012, Thursday

 

સુરત:સેક્સ વર્કર પર જાહેર રોડ ઉપર 12જણાનો ગેંગરેપ

નવી સિવિલમાં ખસેડાયેલી ૨૨ વર્ષની મીનાને સતત રક્તસ્ત્રાવ ઃ એનજીઓની સમજાવટથી પોલીસ ફરિયાદ કરવા તૈયાર

ભાવતાલ કરી બે યુવાન રૃમ પર લઇ ગયા બાદ ચાર જણાએ સંબંધ બાંધ્યો ઃ મીના પરત જવા નીકળી ત્યારે અન્ય ૮ મળી ૧૨ જણાએ અત્યાચાર ગુજાર્યો
રીક્ષાવાળાને મારીને ભગાવી દીધો ઃ મીનાને બમરોલી પાણીની ટાંકી નજીકની સૂમસામ ગલીમાં ખેંચી જવાઇ હતી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરતના મજૂરાગેટ વિસ્તારમાં ઉભી રહી દેહવિક્રય કરતી યુવાન સેક્સ વર્કરને ગતરાત્રે બે યુવાન ભાવતાલ નક્કી કરી પાંડેસરાના બમરોલી ખાતે લઇ ગયા હતા. ત્યાં બે યુવાનને બદલે ચાર યુવાનોએ શરીર સંબંધ બાંધ્યા બાદ સેક્સવર્કર પરત આવવા નીકળી ત્યારે તે ચાર યુવાન સહિત કુલ ૧૨ યુવાનો તેની પાસે આવ્યા હતા અને તે જે રીક્ષામાં જતી હતી તેના ચાલકને માર મારી ભગાડી દઇ સેક્સવર્કરને નજીકની ગલીમાં લઇ જઇ વારાફરતી તમામ યુવાનોએ જાહેર રસ્તા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારી તમામ યુવાનો ભાગી છૂટયા બાદ સેક્સવર્કરે તેની એક મિત્રને ફોન કરી ત્યાં બોલાવી હતી અને ઘરે પહોંચી હતી. સેક્સવર્કર શરૃઆતમાં આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવા તૈયાર ન હતી પરંતુ એક એનજીઓની મધ્યસ્થી બાદ તે તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગેંગરેપનો ભોગ બનનાર સેક્સવર્કરની પૂછપરછના આધારે બળાત્કારીઓને ઝડપી પાડવા કવાયત શરૃ કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ગેંગરેપની ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં અગાઉ જ્યાં રૃપજીવનીઓ બે રોકટોક દેહવિક્રય કરતી હતી તે વરીયાવી બજાર વિસ્તાર મજૂરાગેટ વિસ્તારમાં રોજ રાત્રે ઉભી રહી ગ્રાહકો શોધતી મીના (નામ બદલ્યું છે.) નિત્યક્રમ મુજબ ગતરાત્રે પણ મજૂરાગેટ વિસ્તારમાં ગ્રાહકોની શોધમાં ઉભી રહી હતી. રાત્રિના ૧૦.૩૦ના અરસામાં બે યુવાન સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને ભાવતાલ કરી રૃ।.૨૦૦૦માં સોદો નક્કી કરી તેને બમરોલી પાણીની ટાંકી પાસે એક રૃમ ઉપર લઇ ગયા હતા.
મીના રૃમ ઉપર પહોંચી ત્યારે અગાઉથી બે યુવાનો ત્યાં હાજર હતા. ચારેય યુવાનોએ વારાફરતી મીના સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રાત્રિના બે વાગ્યાના અરસામાં ત્યાંથી ઘરે જવા તેણે એક રીક્ષા ભાડે કરી હતી. તે રીક્ષામાં બેસતી હતી ત્યારે જ પેલા ચાર યુવાન સહિત કુલ ૧૨ યુવાન ત્યાં આવ્યા હતા અને રીક્ષા ચાલકને તેમજ મીનાને માર માર્યો હતો. મીનાને નીચે ઉતારી તેમણે રીક્ષા ચાલકને ભગાવી દીધો હતો. બાદમાં યુવાનો તેને નજીકની એક સૂમસામ ગલીમાં લઇ ગયા હતા અને એક પછી એક બાર યુવાનોએ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવાનોએ તેના ઉપર સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેનો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો.જોકે, થોડે દૂર તેમણે મોબાઇલ ફેંકી દીધો હતો. યુવાનો ગયા બાદ મીનાએ મોબાઇલ ફોન શોધી તેની મિત્ર યાસ્મીનને જાણ કરી હતી. યાસ્મીને તેની પાસે સ્થળની વિગત મેળવી હતી અને સોસીયો સર્કલથી એક રીક્ષામાં તે બમરોલી સપ્તશૃંગી માતાના મંદિર સુધી પહોંચી હતી. જોકે, ત્યાં રીક્ષા ચાલકે આગળ નહીં આવું એમ કહેતા યાસ્મીને તેના રીક્ષા ચાલકને બોલાવ્યો હતો અને મીનાની શોધખોળ શરૃ કરી હતી.
સૂમસામ વિસ્તારમાં તેઓ મીનાને શોધતા હતા ત્યારે જ સામેથી મીનાની સાથે જે રીક્ષા ચાલક ને યુવાનોએ માર માર્યો હતો તે આવ્યો હતો. યાસ્મીને કોઇ છોકરીને આ વિસ્તારમાં જોઇ છે તેમ પૂછતા રીક્ષા ચાલકે ફરી મારે માર નથી ખાવો કહી જગ્યા અંગે જાણ કરી હતી. યાસ્મીન અને તેનો રીક્ષાવાળો જ્યારે બનાવના સ્થળે પહોંચ્યા ત્યારે મીના એક કારની પાછળ ગભરાઇને છૂપાયેલી મળી આવી હતી.
યાસ્મીન મીનાને ઘરે લઇ આવી હતી. મીના આ અંગે કોઇ પોલીસ ફરીયાદ નોંધાવવા તૈયાર ન હતી. પરંતુ આ અંગે એક એનજીઓ 'સહયોગ'ને જાણ કરતા તેમણે મીનાને સમજાવી હતી. ત્યારબાદ મીના તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવી ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવની જાણ ખટોદરા પોલીસને કરાતા ગંભીરતા પિછાણી આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને માહિતગાર કરાયા હતા.
૧૨ યુવાનો દ્વારા ગેંગરેપની ઘટનાની જાણ થતાં ક્રાઇમબ્રાંચ,પીસીબીના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તબીબે કરેલા પ્રાથમિક પરીક્ષણમાં મીનાને કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતા. પરંતુ તેને સતત રક્તસ્ત્રાવ થતો હતો. પોલીસે મીનાની પૂછપરછ કરી ગેંગરેપ ગુજારનાર યુવાનોની શોધખોળ માટે કવાયત શરૃ કરી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોધી તજવીજ હાથ ધરી છે.

 

૧૨ વર્ષની વયથી મીનાએ દેહવિક્રય શરૃ કરી દીધો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
૧૨ યુવાનો દ્વારા ગેંગરેપનો ભોગ બનેલી સેક્સ વર્કર મીના માત્ર ૧૨ વર્ષની ઉંમરથી દેરવિક્રય કરે છે. તેનો ટ્રક ડ્રાઇવર પતિ છોડી ગયા બાદ ત્રણ વર્ષના પુત્ર સાથે તે અન્ય સેક્સ વર્કરની સાથે રહે છે.
સુરતના બમરોલી વિસ્તારમાં ગતરાત્રે ૧૨ યુવાનો દ્વારા ગેંગરેપનો ભોગ બનેલી મીના માત્ર ૧૨ વર્ષની હતી ત્યારે જ દેહવિક્રયના ધંધામાં આવી ગઇ હતી. મીનાએ ટ્રક ચાલક સાથે સંસાર પણ માંડયો હતો અને સંતાનમાં હાલ ત્રણ વર્ષનો પુત્ર પણ છે. પરંતુ ટ્રક ચાલક પતિ તરછોડી ગયા બાદ હાલ તે અન્ય સેકસ વર્કરની સાથે જ વરીયાવી બજાર ખજૂરાવાડીમાં પુત્ર સાથે રહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved